દશેરાના દિવસે આ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ નહીતર ભોગવવા પડી શકે આ ખરાબ પરિણામ

દશેરાનો પાવન અવસર આવી રહ્યો છે, પંદર ઓગસ્ટ ના દિવસે જાણી લો શુભ મૂહૂર્ત, અને આ દિવસે ભૂલથી પણ ન કરશો આ ચાર કામ. દશેરાના દિવસને પાવન માનવામાં આવે છે. આ દિવસે શ્રીરામે રાવણ ને મારી ને માતા સીતા ને તેની કેદમાંથી મુક્ત કર્યો હતા. આ માટે આ દિવસ ને અસત્ય પર સત્ય ની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર પંદર ઓક્ટોબરે ઉજવાશે.

image source

દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજા નો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગા ના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે “રામલીલા” ના અંત ને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.

વિજયાદશમીના શુભ મૂહૂર્ત જાણી લો :

image source

દશેરા પંદર ઓક્ટોબર 2021 (શુક્રવાર), વિજયાદશમી નો પ્રારંભ ચૌદ ઓક્ટોબર સાંજે સાડા છ વાગ્યાથી, દશમી તિથિ સમાપ્ત પંદર ઓક્ટોબર સાંજે છ વાગ્યા સુધી, શ્રવણ નક્ષત્ર શરૂ ચૌદ ઓક્ટોબર સવારે સાડા નવ વાગ્યાથી, શ્રવણ નક્ષત્ર સમાપ્ત પંદર ઓક્ટોબર સવારે સવા નવ વાગ્યા સુધી.

આ કામ દશેરાના દિવસે ભૂલથી પણ ન કરશો :

image source

દશેરાને અધર્મ પર ધર્મની જીતનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પ્રભુ શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. આ માટે દશેરા ના દિવસે કોઈ પણ એવું કામ ન કરો જે અધર્મ ના રસ્તે લઈ જતું હોય. કોઈ નિર્દોષ ને ભૂલથી પણ નુકસાન ન પહોંચાડો.

ઝાડ જીવન આપે છે માટે તેને કાપવું પણ મહાપાપ માનવામાં આવ્યું છે. આ માટે આવું કામ ટાળો. જે લોકો આ કામ કરે છે તેમની હેલ્થ ને મોટું નુકસાન થવાની સંભાવના રહે છે. દશેરા ના દિવસે ભૂલ થી પણ કોઈ નબળી વ્યક્તિ ને હેરાન ન કરો. જીવજંતુ ને મારો નહીં તેનાથી તમારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે.

image source

આ દિવસે ભૂલથી પણ દારુ ન પીઓ અને સાથે જ નોનવેજ ચીજો નું સેવન ટાળો. ન તો કોઈ બુઝુર્ગ કે સ્ત્રી ને પરેશાન કરો અને ન તો તેમનું અપમાન કરો. જ્યારે પણ આવા કામ થાય છે, ત્યારે માતા લક્ષ્મી તમારાથી દૂર જાય છે, અને અનેક પ્રકાર ના સંકટ જોવા મળી શકે છે.

0 Response to "દશેરાના દિવસે આ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ નહીતર ભોગવવા પડી શકે આ ખરાબ પરિણામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel