બોલિવૂડનો આ એક્ટર ગુજરાતમાં તેની પત્ની સાથે કરી રહ્યો છે વેકેશન એન્જોય, રોમાન્ટિક તસવીરો જોઈ લોકોએ કહ્યું આવું

મિલિંદ તેની પત્ની સાથે ગુજરાત ફરવા આવ્યો છે અને કપલ ખુબસુરત તસવીરો શૅર કરી રહ્યું છે. મિલિંદ અને અંકિતા વેકેશન એન્જોય કરી રહ્યાં છે. નિશ્ચિત પણે મિલિંદ સોમન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું એક ઘણું જાણીતું નામ છે.

હાલમાં મિલિંદ સોમન તેની પત્ની સાથે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તે ન માત્ર ગુજરાતના પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઈ રહ્યો છે, પણ સાથે જ તે તેની મજા માણતા હોવાના ઘણા પિક્સને ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર પણ મૂકી રહ્યો છે., આ તસ્વીરોમાં આ કપલનો ગુજરાતમાં આવીને અનોખો અંદાજ જોવા મળે છે.

હાલ તે તેની પત્ની અંકિતા કોંવર સાથે સારો સમય વીતાવી રહ્યો છે, વિશ્વ પર્યટન દિવસે તેમણે બીચ ઉપરથી રેતીમાં લખેલી એક પોસ્ટ શેર કરી હતી, જે તેના ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહી છે, સાથે જ સોમનાથ મંદિરના પ્રાંગણમાં કપલ બેઠું હોય તેવી તસ્વીર પણ પોસ્ટ કરી હતી, જેને પણ ઘણી લાઈક્સ મળી હતી. જણાવી દઈએ કે આ બંનેની ઘણી પોસ્ટને ગુજરાત ટૂરિઝમના એકાઉન્ટ પરથી પણ પોસ્ટ કરવામાં આવી રહી છે, જે ઘણી ડેશિંગ અને સ્માર્ટ તેમજ રોમેન્ટિક તો લાગી રહી છે, પરંતુ વિવિધ લોકો તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વર્લ્ડ ટૂરિઝમ ડેના તસ્વીરના પોસ્ટિંગમાં મિલિંદે લખ્યું કે અમને ખબર છે કે કોરોના મહામારીમાં લોકો યાત્રા કરવાનું ચૂકી ગયા છે, પરંતુ હવે આ સંભંવ છે અને આપણે બસ સાવધાન રહી અને નિયમો તેમજ પ્રોટોકોલનું પાલન કરવાની જરુર છે, આ અઠવાડિયે અમે ગુજરાતના એક સુંદર ભાગની શોધ કરી.

આ ઉપરાંત મિલિંદ દ્વારા ગુજરાતની શાન ગણાતા છકડા ઉપર પણ સવારી કરવામાં આવી, તેમજ આ દરમિયાન તેની પત્ની પણ તેનની સાથે જ હતી, આ તસવીરો પણ તેમણે શેર કરી છે, જેમાં મિલિંદ છકડો ચલાવતો જોઈ શકાય છે તેમજ અંકિતા પાછળ બેસેલી છે.

આ ઉપરાંત માધવપુરના બીચ પર આ કપલે એક રોમાન્ટિક વોક લેતા હોય તેવી પિક શેર કરી, છકડાની સવારીની સાથે ડૂબતા સૂર્યની વાત પણ મિલિંદે તેના કેપ્શનમાં કરી, મિલિંદની આ તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પર વિવિધ કોમેન્ટસ પણ કરી રહ્યા છે.

શર્ટલેસ થઇને કર્યા યોગા

આ વીડિયોમાં તે શર્ટલેસ થઇને શીર્ષાસન કરતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેણે સ્માઈલ કરતી તેની તસવીર પણ શેર કરી છે. આ વીડિયો અને ફોટોની સાથે મિલિંદ લખ્યું છે કે, ‘ઊંધા થયા વિના સીધું નથી થતું.’ મિલિંદની વાઇફ અંકિતાએ આ વીડિયો અને ફોટો શૂટ કર્યું છે. ફેન્સ તેની ફિટનેસના વખાણ કરી રહ્યાં છે. મિલિંદની આ પોસ્ટ પર તેના ફેન્સ ખૂબ કમેન્ટ્સ કરી રહ્યાં છે.ન

આ કારણે વિવાદમાં ફસાયો મિલિંદ

મિલિંદે તેનાં 55મા જન્મદિવસ પર નગ્ન થઇને દોડ લગાવી હતી. સાથે જ તેનો ફોટો અને વીડિયો શેર કર્યો હતો. ફોટો શેર કરીને મિલિંદે લખ્યું હતું- ‘હેપ્પી બર્થ ડે ટૂ મી’ જેથી મિલિંદ વિરુદ્ધ ન્યૂડ ફોટોશૂટ કરવાના આરોપમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગોવાના વાસ્કો પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.

સોમન પર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી ન્યૂડ રનિંગ પોસ્ટ માટે IT એક્ટ હેઠળ IPCની કલમ 294 (અશ્લીલ હરકતો અને ગીતો) અને સેક્શન 67 (ઇલેક્ટ્રોનિક ફોર્મમાં અશ્લીલ સામગ્રી પ્રકાશિત કે પ્રસારિત કરવાના દંડ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

0 Response to "બોલિવૂડનો આ એક્ટર ગુજરાતમાં તેની પત્ની સાથે કરી રહ્યો છે વેકેશન એન્જોય, રોમાન્ટિક તસવીરો જોઈ લોકોએ કહ્યું આવું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel