શાહરુખ અને ગૌરીએ પોતાના લાડકા આર્યન ખાન માટે બનાવ્યા કડક નિયમો, જાણો આ નિયમો
NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ 2 ઓક્ટોબરના રોજ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની અટકાયત કરી હતી અને 3 ઓક્ટબરે ધરપકડ કરવામાં આવી હતી. 8 ઓક્ટોબરથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે. આજે આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન શાહરુખ તથા ગૌરીએ દીકરા અંગે કેટલાક આકરા નિર્ણયો લીધા છે.
શાહરુખ-ગૌરીએ શું નક્કી કર્યું ?
અહેવાલ પ્રમાણે, શાહરુખ તથા ગૌરીએ નક્કી કર્યું છે કે જ્યારે આર્યન ખાન જેલમાંથી બહાર આવશે, ત્યારે બે થી ત્રણ મહિના તેને ઘરની જેલમાં જ રાખવામાં આવશે. એટલે કે ઘરમાં બંધ કરવામાં આવશે અને બહાર જવાની પરવાનગી નહીં આપવામાં આવે. એક્ટરના નિકટના મિત્રે કહ્યું હતું કે શાહરુખ-ગૌરીને ખ્યાલ નથી કે તેમનો દીકરો દોષિત છે કે નહીં, તેઓ જેમ બને તેમ જલદી આર્યનને ઘરે લાવવા ઈચ્છે છે. ઘરે આવ્યા બાદ તેઓ થોડાક મહિના આર્યનને ઘરમાં જ રાખશે.
આર્યન કોઈ પાર્ટીમાં નહીં જઈ શકે
વધુમાં શાહરુખના મિત્રે કહ્યું હતું કે આર્યન કોઈ પાર્ટીમાં જઈ શકશે નહીં, લેટ નાઇટ બહાર નહીં નીકળી શકે, ફ્રેન્ડ સાથે પણ ક્યાંય જઈ શકશે નહીં. કોઈ જાતનું ગેટ-ટુ-ગેધર થશે નહીં. શાહરુખ તથા ગૌરીએ નક્કી કર્યું છે કે તેઓ આર્યન કોને કોને મળે, તે તમામ પર ચાંપતી નજર રાખશે. આર્યન માટે મુશ્કેલી ઊભી કરે તેવી વ્યક્તિને તેઓ દૂર જ રાખશે.
આર્યનની ધરપકડથી ભાંગી પડ્યાં છે શાહરુખ-ગૌરી
શાહરુખ તથા ગૌરી દીકરા માટે વધુ પ્રોટેક્ટિવ થઈ રહ્યાં છે. આર્યનની ધરપકડથી શાહરુખ-ગૌરી એકદમ ભાંગી પડ્યાં છે. તેઓ દિવસ-રાત બસ ભગવાનને એ જ પ્રાર્થના કરે છે કે આર્યન જલદીથી ઘરે આવે. શાહરુખ-ગૌરી ના તો શાંતિથી જમી શકે છે કે ના તો ચેનથી સૂઈ શકે છે.
જેલમાં આર્યનના હાલ કેવા છે ?
આર્યન ખાનની બેવાર જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. આ જ વાતથી તે ઘણો જ ઉદાસ થઈ ગયો હતો. જેલ અધિકારીઓએ આર્યનને બુક્સ વાંચવાની સલાહ આપી હતી, આથી જ આર્યને બુક્સ વાંચવાનું નક્કી કર્યું હતું.
બે બુક્સ લીધી
આર્યને જેલમાંથી બે બુક્સ લીધી છે, જેમાંથી એક ‘ગોલ્ડન લાયન’ તથા એક બુક રામ સીતા પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે ‘ગોલ્ડન લાયન’ ઓથર વિલબર સ્મિથ તથા ગિલ્સ ક્રિસ્ટને લખી છે. આ બુક 2015માં લૉન્ચ થઈ હતી.
જેલમાં આર્યન માત્ર બિસ્કિટ ખાય છે
16 ઓક્ટોબરે જેલમાંથી છૂટેલા એક કેદીએ જણાવ્યું હતું કે હું આર્યનને ભોજન આપતો હતો, આર્યને માત્ર પહેલા જ દિવસે જેલની ચા પીધી હતી. એ ચા આ કેદીએ જ આપી હતી. આ ઉપરાંત તેણે કંઈ ખાસ ખાધું નહોતું. તે કેન્ટીનમાંથી બિસ્કિટ, ચિપ્સ લે છે. બિસ્કિટને પાણીમાં ડુબાડીને ખાય છે અને આવું તેણે અનેકવાર જોયું છે. તે જેલનું નહીં, પણ કેન્ટીનમાંથી લીધેલું પાણી જ પીએ છે.
0 Response to "શાહરુખ અને ગૌરીએ પોતાના લાડકા આર્યન ખાન માટે બનાવ્યા કડક નિયમો, જાણો આ નિયમો"
ટિપ્પણી પોસ્ટ કરો