આર્યનની ધરપકડ પછી શાહરુખ ખાનને વધુ એક ઝટકો, આ કંપનીએ રોકી દીધી બધી એડ
ક્રુઝ પાર્ટી ડ્રગ કેસમાં આરોપી આર્યન ખાનના પિતા બૉલીવુડ એકટર શાહરુખ ખાનને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે દેશની સૌથી મોટી એડટેક સ્ટાર્ટઅપ કંપની બાયઝુસએ શાહરુખ ખાનની બધી એડ રોકી દીધી છે..તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન વર્ષ 2017થી બાયઝુસના બ્રાન્ડ એમ્બેસેડર છે.

આર્યન ખાનના અરેસ્ટ થયા પછી સોશિયલ મીડિયા પર શાહરુખ ખાનનું ટ્રોલિંગ શરૂ થઈ ગયું હતું. લોકોએ બ્રાન્ડને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું હતું જેની જાહેરાત શાહરુખ ખાન કરે છે. સોશિયલ મીડિયા પર લોકો બાયઝુસને સવાલ પૂછી રહ્યા હતા કે કંપની શાહરૂખને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને શુ સંદેશ આપી રહી છે? શું એકટર એમના દીકરાને આ બધું જ શીખવે છે. સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા પછી કંપનીએ આ નિર્ણય લીધો છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અગાઉના બુકીંગ છતાં પણ બાયઝુસે એમની બધી એડ બંધ કરી દીધી છે. કિંગ ખાનની સ્પોન્સરશિપ ડિલ્સમાં બાયઝુસ સૌથી મોટી બ્રાન્ડ હતી. એ સિવાય શાહરુખ ખાન પાસે હુંડાઈ, રિલાયન્સ જિયો, એલજી, દુબઈ ટુરિઝમ જેવી કંપનીઓની એડ છે. રિપોર્ટસ અનુસાર બાયઝયસ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે કિંગ ખાનને વર્ષે 3 4 કરોડ રૂપિયા ચુકવવામાં આવતા હતા.

ભારતના સૌથી મોટા સ્ટાર્ટઅપ બાયઝુ છેલ્લા કેટલાક વર્ષોમાં બીકર એન્ડ મોર્ટર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, આકાશ ઇન્સ્ટિટ્યૂટ સહિત ઘણા અધિગ્રહનો સાથે જબરદસ્ત ગ્રોથ થયો છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બાયઝુએ શાહરુખ ખાનને એડમાંથી હટાવી દીધા છે કારણ કે કંપની શાહરુખ ખાનના દીકરાના વિવાદને જોતા અભિનેતા સાથે જોડાવા નથી માંગતી. જો કે એ સ્પષ્ટ નથી કે કંપનીએ અભિનેતાને એમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સંપૂર્ણપણે હટાવી દીધા છે કે નહીં.
આર્થર રોડ જેલમાં મોકલ્યા આર્યન ખાન

ક્રુઝ રેવ પાર્ટી બાબતે કોર્ટમાં જામીન ન મળ્યા પછી શુક્રવારે આર્યન ખાનને આર્થર રોડ જેલ મોકલી દેવામાં આવ્યા છે. આર્યનની સાથે કેસમાં અરેસ્ટ થયેલા અન્ય 5 આરોપીઓને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે જ્યારે આરોપી મુનમુન ધમેચા સહિત બે યુવતીઓજે ભાયખલા મહિલા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.એમ. નેર્લીકરે કહ્યું કે આર્યન, મુનમુન ધમેચા અને અરબાઝ મર્ચન્ટની જામીન રજ8 સુનવણી યોગ્ય નથી અને આર્યન અને અન્ય સાતની કસ્ટડી વધારવાની એનસીબીની વિનંતીને ફગાવી દીધી હતી. અને એમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.સંજોગોવશાત્, કોર્ટે આર્યનની જામીન અરજીને તે દિવસે ફગાવી દીધી જ્યારે તે તેની માતા ગૌરી ખાનનો 51 મો જન્મદિવસ હતો.
0 Response to "આર્યનની ધરપકડ પછી શાહરુખ ખાનને વધુ એક ઝટકો, આ કંપનીએ રોકી દીધી બધી એડ"
ટિપ્પણી પોસ્ટ કરો