ફેન્સની આંખોમાં આવી ગયા ખુશીના આંસૂ, મેચ પછી ફેન્સને આપી ધોનીએ જોરદાર ગિફ્ટ

ઈંડિયન પ્રીમિયર લીગ 2021ના ક્વોલિફાયર-1માં એ દ્રશ્યો સર્જાયા જેની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીએ મેચના અંતે આવી ધુંઆધાર બેટીંગ કરી અને પોતાની ટીમને જીત અપાવી. આ સાથે જ ચેન્નઈની ટીમ આઈપીએલના ઈતિહાસમાં નવમી વાર ફાઈનલમાં પહોંચી ગઈ છે.

image soucre

ક્વોલિફાયર મેચમાં દિલ્હી કૈપિટલ્સે પહેલા બેટીંગ કરી અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે 173 રનનું લક્ષ્ય રાખ્યું હતું. ચેન્નઈએ અંતે દિલ્હીને ચાર વિકેટથી હરાવ્યું હતું. ઋતુરાજ ગાયકવાડ અને રોબિન ઉથપ્પાએ શાનદાર પારી રમી હતી. પરંતુ છેલ્લે એમ એસ ધોનીએ 6 બોલમાં 18 રન બનાવી મેચનો માહોલ જ બદલી દીધો હતો.

image soucre

એમ એસ ધોની ફરી એકવાર ધુંઆધાર બેટીંગ કરતા જોવા મળ્યા હતા જેને જોઈ ફેન્સ પણ ભાવુક થઈ ગયા હતા. સોશિયલ મીડિયાથી લઈ દરેક જગ્યાએ એમ એસ ધોનીની ધ ફિનિશર તરીકે ચર્ચા થવા લાગી છે. આ મેચ ખાસ એટલે પણ હતી કે ધોની હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી રિટાયર થઈ ચુક્યા છે અને આ આઈપીએલમાં તે કંઈ ખાસ ફોર્મમાં ન હતો.

image soucre

તેવામાં ધોનીના ફેન્સને આ મેચમાં ધોનીની ધમાકેદાર રમત જોવા મળી તેની મજા કંઈક અલગ જ હતી. મેદાન પર ઉતરી ધોનીએ છેલ્લી ઓવરમાં ચોગ્ગા-છગ્ગા ફટકારી દીધા હતા. આ જોઈ સ્ટેંડમાં ઊભેલી સાક્ષી પણ ઉત્સાહમાં આવી ગઈ હતી. સાક્ષી આ ક્ષણે ઈમોશનલ થઈ ગઈ હતી અને જીવાને વ્હાલી કરવા લાગી હતી.

image soucre

આ સાથે જ સ્ટેડિયમમાં બેઠેલા ધોનીના ફેન્સ પણ ભાવુક થઈ ગયા હતા.

ધોનીનો આ અવતાર જોઈ બાળકો પણ ખુશીથી રડવા લાગ્યા હતા. મેચ પછી તેના આ ફેન્સને મોટી ગિફ્ટ પણ મળી હતી. ધોનીએ મેચ પછી એક બોલ પર સાઈન કરી અને તેમને આપ્યો હતો.

image soucre

મેદાન પર ધુંઆધાર મેચ રમનાર ધોનીની ઈનિંગ્સની ચર્ચા સોશિય મીડિયા પર પણ ખૂબ જ થઈ રહી છે.

ટીમ ઈંડિયાના કેપ્ટન અને આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સના હરીફ એવા વિરાટ કોહલીએ પણ ટ્વીટ કરી લખ્યું હતું કે ‘ કિંગ મેદાન પર પરત ફર્યો ‘.. તેણે લખ્યું કે ક્રિકેટના અત્યાર સુધીના બેસ્ટ ફિનિશર એમ એસ ધોનીને આ રીતે જોઈ અને હું પણ ખુશીથી કુદી પડ્યો હતો.

0 Response to "ફેન્સની આંખોમાં આવી ગયા ખુશીના આંસૂ, મેચ પછી ફેન્સને આપી ધોનીએ જોરદાર ગિફ્ટ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel