દુઃખમાં ભાંગી પડેલા શાહરૂખ ખાનનો સધિયારો બન્યો સલમાન ખાન, સતત બે દિવસથી રહે છે શાહરૂખ સાથે
બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન ની હાલત હાલ દયા આવી જાય તેવી થઈ ગઈ છે. તેનું કારણ છે કે તેના દીકરા ની ધરપકડ ગત 3 ઓક્ટોબરના રોજ એનસીબીએ એક ડ્રગ્સ કેસને લઈને કરી લીધી છે.

ત્યારબાદ 8 ઓક્ટોબરથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં કેદ છે. હાલ માત્ર શાહરૂખ ખાને જ નહીં પરંતુ આખો ખાન પરિવાર ભારે ચિંતામાં છે. તેવામાં બોલિવૂડના ઘણા સેલિબ્રિટી શાહરુખ ખાન ની વહારે આવ્યા છે.

જોકે આ સમયમાં શાહરુખ ખાન ની મદદ માટે સૌથી વધુ સક્રિય સલમાન ખાન હોય તેવું લાગે છે. કારણ કે આર્યન ખાનની ધરપકડ પછીથી સૌથી વધુ સલમાન ખાન શાહરુખ ખાનના ઘરે તેને મળવા ગયો છે. આમ તો આ બંને ખાન બોલીવુડમાં ખાસ મિત્રતા માટે જાણીતા નથી પરંતુ શાહરુખ ખાન ના જીવનનો આ કપરો સમય શરૂ થયો ત્યારથી સલમાન ખાન તેની મદદ કરવા માટે સૌથી પહેલા આગળ આવ્યો છે.

આર્યન ખાનની ધરપકડ બાદ સૌથી પહેલા સલમાન ખાન બોલિવૂડમાંથી મન્નત પહોંચ્યો હતો. ત્યાર બાદ છેલ્લા બે દિવસથી તો સતત સલમાન ખાન શાહરુખ ખાનને મળવા પહોંચે છે. 12 ઓક્ટોબરના રોજ સલમાન ખાન તેના પિતા સલીમ ખાન સાથે મન્નત ગયો હતો.

જ્યારે 13 ઓક્ટોબરના રોજ પણ સલમાન ખાન મન્નત પહોંચ્યો હતો. આ સમયે સલમાન ખાન સાથે તેના ખાસ મિત્ર સાજીદ ખાન પણ હાજર હતા બંને અંદાજે એક કલાક સુધી શાહરુખ સાથે રહ્યા હતા.

જાણવા મળતી માહિતી અનુસાર આર્યન ખાનની ધરપકડ થઈ ત્યાર બાદથી શાહરૂખ અને ગૌરી એકદમ ભાંગી પડ્યા છે. તેમાં પણ જ્યારે કોર્ટે આર્યન ખાનની જામીન અરજી પણ ફગાવી દીધી તો આ આદેશથી ગૌરી ખાન રડી પડી હતી. આવા સમયે સલમાન ખાન સતત શાહરૂખ ખાનને સધિયારો આપતો જોવા મળે છે. જો કે સલમાન ખાન ઉપરાંત ફરાહ ખાન પણ શાહરૂખ ને મળવા તેના ઘરે પહોંચ્યા હતા.

શાહરૂખ ખાનના નજીકના મિત્રએ એવો દાવો કર્યો છે કે શાહરુખ ખાન બહાર દેખાડવાનો પ્રયત્ન કરે છે કે તે શાંત છે પરંતુ તે અંદરથી ખૂબ જ ભાંગી ગયો છે. તે પોતાને નિ:સહાય અનુભવે છે, રાત્રે સૂઈ પણ શકતો નથી અને ભોજન પણ સરખું કરતો નથી. તે દીકરા ની પરિસ્થિતિ જોઈને ગુસ્સામાં છે પરંતુ તે હાલ લાચાર થઈ ગયો છે. તેઓ સતત જેલમાં ફોન કરી અને આર્યન ખાન ની ખબર અંતર પૂછે રાખે છે. તેમને આર્યન ખાનના સ્વાસ્થ્યની ચિંતા સૌથી વધુ સતાવે છે.
0 Response to "દુઃખમાં ભાંગી પડેલા શાહરૂખ ખાનનો સધિયારો બન્યો સલમાન ખાન, સતત બે દિવસથી રહે છે શાહરૂખ સાથે"
ટિપ્પણી પોસ્ટ કરો