બ્રેઇન ટ્યુમર ના અંતિમ સ્ટેજ માં છે, લોકોના શ્વાસમાં જીવિત રહી શકે એટલા માટે કરી રહી છે આ ખાસ કામ

  • મળતી માહિતી મુજબ, ગુજરાતમાં સુરત સિટી માં રહેતી આ 27 વર્ષીય કેન્સરગ્રસ્ત મહિલાએ 30,000 થી વધુ વૃક્ષ વાવ્યા છે. આ યુવતીનું નામ શ્રુચિ વડાલીયા છે. તેને થોડા દિવસો પહેલા ખબર પડી કે તે બ્રેઇન ટ્યુમર થી પીડિત છે.
  • વધુ તપાસ કરાવતા ખબર પડી કે તેના મગજની ગાંઠ અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. તે હાલમાં છેલ્લા સ્ટેજ માં જીવી રહી છે. તેણે આ જાણ્યા પછી તે પોતાના માર્ગથી ડગી નહીં અને રોજ ક્યાંક ને ક્યાંક ઝાડ વાવતી રહે છે.
  • શ્રુચિ સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે તે છેલ્લા 2 વર્ષથી વૃક્ષો વાવે છે. આ ઉપરાંત તેને પર્યાવરણ બચાવવા માટે એક અભિયાન પણ શરૂ કર્યું છે. તે મૃત્યુ સાથે સંઘર્ષ કરી રહી છે. પરંતુ તે લોકો માટે સારું વાતાવરણ પ્રદાન કરવા માંગે છે.
  • આ ઉપરાંત શ્રુચિએ જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણને કારણે ઘણા લોકો ઘણી બધી ગંભીર બીમારીઓનો શિકાર બને છે. આવી પરિસ્થિતિમાં પર્યાવરણ સુધરવા માટે કંઇક કરવું જોઈએ માટે હું આ કાર્ય કરી રહી છું. તેને કહ્યું હતું કે વૃક્ષો વાવો અને લોકોને જાગૃત કરો.
  • શ્રુચિએ જણાવ્યું હતું કે અત્યારે મારી જે સ્થિતિ છે. હું ગમે ત્યારે મરી શકું છું. તેના કારણે હું વધુમાં વધુ વૃક્ષો વાવીને લોકોના શ્વાસમાં જીવંત રહેવા માંગુ છું. તે પોતે અનુભવ્યું છે કે મારી બીમારીમાં પણ હવાનું પ્રદૂષણ એક મોટું કારણ છે.
  • તેના લીધે કેન્સર જેવા ગંભીર રોગનો ભોગ લોકો બને છે. તમને જણાવ્યું હતું કે આપણે વધુ વૃક્ષો વાવીએ તો અન્ય જીવને આવા રોગોથી બચાવી શક્યે.
  • આ ઉપરાંત તે નજીકના ગામડાઓ અને શાળાઓની પણ મુલાકાત લે છે. અને ત્યાં ના બાળકોને વૃક્ષારોપણ અંગે જાગૃત પણ કરે છે. તે બાળકોને ભવિષ્યમાં આ કાર્યના ફાયદાઓ જણાવે છે.
  • આ સાથે શ્રુચિ કહે છે હું નથી ઇચ્છતી કે મારા જેવી પરિસ્થિતિ બીજા કોઈની પણ આવે. તેના કારણે હું વધુ ને વધુ વૃક્ષો રોપી રહી છુ.

Related Posts

0 Response to "બ્રેઇન ટ્યુમર ના અંતિમ સ્ટેજ માં છે, લોકોના શ્વાસમાં જીવિત રહી શકે એટલા માટે કરી રહી છે આ ખાસ કામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel