સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોના દર્દીઓની ઓળખ સરળ બનાવવા માટે લેવામાં આવશે આ પગલું

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કાળો કેર વરતાવ્યો છે. અને રાજ્યની લગભગ બધી જ કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો છે. કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, બીજી બાજુ તેમના સગાસંબંધીઓને પણ તેમના વિષેની માહિતી મેળવવામાં અવારનવાર તકલીફ પડી રહી છે. અત્યાર સુધીમાં દેશની કેટલીક હોસ્પિટલમાં એવું બની ગયું છે કે કુટુંબીજનોને કોઈ બીજા જ દર્દીની ખબર આપવામાં આવે છે અને છેક સ્મશાન પર અંતિમ વિધિ ચાલતી હોય ત્યારે કુટુંબીજનોને ખબર પડે છે કે તે મૃતક તો તેમનો કોઈ થતો જ નથી.

image source

આ સિવાય ઘણીવાર હોસ્પિટલમાં એટલી બધી ભીડ હોય છે, તેમજ દર્દીઓને કોરોનાનો એટલો ભય હોય છે કે દર્દીઓ હોસ્પિટલના સ્ટાફની નજર ચૂકવીને હોસ્પિટલમાંથી ભાગી જતા હોય છે. આ જ બધા ગુંચવાડા તેમજ જોખમોને ઘટાડવા માટે સિવિલ હોસ્પિટલે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેથી કરીને દર્દીઓને સરળતાથી ઓળખી પણ શકાય અને તેમના સંબંધીનો તેની મદદથી સંપર્ક પણ કરી શકાય. સિવિલ હોસ્પિટલ દ્વારા આ મુશ્કેલીનો અંત લાવવા માટે કોરના દર્દીઓને આઇડેન્ટિફિકેશન રિસ્ટ બેન્ડ પહેરાવવામાં આવશે તેવી માહિતી મળી છે.

એક અહેવાલ પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં પોતાના દર્દીઓના કાંડા પર એક આઇડેન્ટીફિકેશન – રિસ્ટબેન્ડ બાંધવામાં આવશે. આ રિસ્ટ બેન્ડમાં દર્દીનું આખું નામ, તેની ઉંમર, સ્ત્રી છે કે પુરુષ, બ્લડ ગૃપ, તેનો આઈડી નંબર, તેના ડોક્ટરનુ નામ, તેના સંબંધીનો સંપર્ક નંબર વિગેરની માહિતી લખવામા આવશે. આમ કરવાથી દર્દી વિષેની બધી જ માહિતી સરળતાથી મેળવી શકાશે.

image source

આ વ્યવસ્થા ઉભી થવાથી દર્દીની તબિયત વિષે સંબંધીઓ જાણકારી મેળવા માગતા હોવ ત્યારે તેઓ દર્દી જો જવાબ આપવા માટે સક્ષમ ન હોય તો તેવા સંજોગોમાં ડોક્ટર કે હોસ્પિટલનો સ્ટાફ તે દર્દીના રીસ્ટ બેન્ડ પરની વિગતો જોઈને તે દર્દીના સગાસંબંધીને તેની તબિયત વિષેની માહિતી આપી શકે છે. આમ ખોટી માહિતી પહોંચવાની શક્યતાઓ પણ સાવજ બંધ થઈ જશે અને એક વ્યવસ્થા જળવાશે.

First batch of Sarawakian tertiary students return home from ...
image source

સિવિલમાં એવી કેટલીક ઘટનાઓ ઘટી છે જેમા કોરનાના દર્દીઓ સ્ટાફને કહ્યા વગર કે સ્ટાફની નજર ચૂકવીને હોસ્પિટલમાંથી ભાગી ગયા હોય. તો આવા સંજોગોમાં જો દર્દીને રિસ્ટબેન્ડ પહેરાવવામાં આવ્યો હશે તો હોસ્પિટલના ગાર્ડ માટે પણ તેને ઓળખવો સરળ રહે છે.

image source

આમ દર્દીઓની હોસ્પિટલમાંથી ભાગી જવાની શક્યતાઓ પણ ઘટશે. હાલ મળેલી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલનું તંત્ર પોતાના આ પ્રયોગને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યું છે. દર્દીએ આ રિસ્ટ બેન્ડ ફજીયાત પહેરવો પડશે અને તેણે રિસ્ટ બેન્ડ પહેર્યો છે કે નહીં તે જોવાની જવાબદારી ત્યાં હાજર સ્ટાફની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોના દર્દીઓની ઓળખ સરળ બનાવવા માટે લેવામાં આવશે આ પગલું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel