સરકારની આ યોજનામાં કોઈ પણ પ્રકારના રિસ્ક વગર રૂપિયા થશે બેગણા, જાણો કેટલો છે વ્યાજદર
આજકાલ દરેક લોકો ધંધા માટે પરેશાન થઇ રહ્યા છે. તો એવામાં સરકારની એક યોજના માં પૈસાનું રોકાણ કરવાથી સીધા ડબલ પૈસા મળી શકે છે.. આ યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર (KVP). ભારત સરકારે કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમ. 2019ને લઇને નોટિફિકેશન જાહેર કરી છે. નવી સ્કીમે કિસાન વિકાસ પત્ર નિયમ, 2014નું સ્થાન લીધું છે. આ સ્કીમમાં નવ વર્ષ પાંચ મહિનામાં રોકાણના બેગણા મળવાની ગેરેન્ટી મળે છે. રોકાણકાર પોસ્ટ ઓફિસનું કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કીમમાં રૂપિયા રોકી શકે છે. પોસ્ટ ઑફિસના KVP પર હાલ 6.9 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યુ છે.
image source
રોકાણ માટે બેસ્ટ રહેશે KVP
તમારાં રોકાણની રકમ બમણી કરવા માંગતા હોય, તો કિસાન વિકાસ પત્ર એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. કિસાન વિકાસ પત્ર એ એક પ્રકારનું પ્રમાણપત્ર છે. તે બોન્ડની જેમ પ્રમાણપત્ર સ્વરૂપમાં જારી કરવામાં આવે છે. જેને કોઇ પણ વ્યક્તિ ખરીદી શકે છે. KVP પ્રમાણપત્ર યોજના હેઠળ, તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરી શકો છો.
આ યોજના હેઠળ, દર ક્વાર્ટરમાં વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. સરકાર સમયાંતરે વ્યાજ દરમાં સુધારો કરતી રહે છે. આ સ્કીમ અંતર્ગત તમે 100 રૂપિયાના મલ્ટીપલ એટલે કે ગુણકમાં રાશિ જમા કરી શકો છો. પરંતુ ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરાવાના રહેશે. આ એકાઉન્ટમાં રૂપિયા જમા કરવાની કોઇ મર્યાદા નથી.
image source
રોકાણ માટેના નિયમો
નવી સ્કીમના નિયમોમાં કહેવામાં આવ્યું છે કે એકાઉન્ટમાં જમા રાશિ મેચ્યોરિટી પર બેગણી થઇ જશે એટલે કે કિસાન વિકાસ પત્ર માં રોકાણ કરવા માટે તમારી ઉંમર 18 વર્ષની હોવી જ જોઇએ. આ સ્કીમમાં કોઇપણ વયસ્ક પોતાના માટે, કોઇ સગીર કે કોઇ બે વયસ્ક સાથે એકાઉન્ટ ખોલાવી શકે છે.
image source
KVP સર્ટિફિકેટને કોઇપણ ડિપાર્ટમેંટલ પોસ્ટ ઑફિસમાંથી ખરીદી શકાય છે. તેમાં જોઇન્ટ એકાઉન્ટની સુવિધા પણ છે. જો તમે KVPમાં 50 હજાર રૂપિયાથી વધુનું રોકાણ કરી રહ્યા છો તો તમારે પાનકાર્ડની જરૂર પડશે. તે જ સમયે, જો તમે 10 લાખથી વધુનું રોકાણ કરો છો, તો તમારે આવકનો સ્રોત જણાવવો પડશે. જો તમારે તમારું રોકાણ ઉપાડવુ હોય, તો તમારે 2.5 વર્ષ રાહ જોવી પડશે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી



0 Response to "સરકારની આ યોજનામાં કોઈ પણ પ્રકારના રિસ્ક વગર રૂપિયા થશે બેગણા, જાણો કેટલો છે વ્યાજદર"
ટિપ્પણી પોસ્ટ કરો