જયારે પરવીન બાબીની જગ્યાએ જયા બચ્ચન પસંદ કરાઈ હતી આ ફિલ્મની હિરોઈન, પ્રખ્યાત વિલેન રંજીતેએ કર્યો ખુલાસો

નેપોટીજ્મનો મુદ્દો બોલીવુડમાં હમેશાથી ચર્ચામાં રહ્યો છે, પણ સુશાંત સિંહ રાજપૂતના નિધને આ મુદ્દાને વધારે હવા આપી છે. નેપોટીજ્મ સાથે સાથે ફેવરેટિજ્મ, ગૃપિજ્મ, કેમ્પના દબદબા અને ગુટબાજી જેવા મુદ્દા એક વાર ફરી ચર્ચામાં આવી ગયા છે. બોલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવતે તો ખુલીને આ મુદ્દો ઉઠાવ્યો છે અને અને ઘણા કલાકારો પર નિશાનો સાધ્યો છે. તો આ કેસ પર બીજા પણ ઘણા કલાકારોનો મત સામે આવી રહ્યો છે. હાલમાં જ વીતેલા જમાનાના પ્રખ્યાત વિલેન રહેલ રંજીતે પણ એની પર પોતાનો મત આપ્યો છે અને નેપોટીજ્મ પર કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા છે.

નેપોટીજ્મ પર બોલ્યા રંજીત

૭૭ વર્ષના રંજીત ફિલ્મોથી ઘણા સમયથી દુર છે, પણ સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. હાલમાંજ એમણે નેપોટીજ્મના મુદ્દા પર પોતાનો મત સામે રાખ્યો છે. રંજીતેએ કહ્યું- નેપોટીજ્મ પહેલા પણ થતું હતું અને પ્રતિ સ્પર્ધા પણ. મને યાદ છે કે પરવીન બાબીને સિલસિલામાં કાસ્ટ કરવાની હતી, પણ પ્રોડ્યુસરને લાગ્યું કે જયા બચ્ચન ફિલ્મમાં વધારે સારી લાગશે તો પરવીન બાબીને હટાવીને જયા બચ્ચનને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી.

આગળ રંજીતે કહ્યું કે’ આ રીતે શોલે પહેલા ડેનીને ઓફર થઇ હતી, પણ એ વ્યસ્ત હતા તો એ રોલ મને ઓફર કરવામાં આવ્યો હતો. જોકે , એ મારા સારા મિત્ર હતા એટલે મેં એ રોલ ઠુકરાવી દીધો. એ પછીથી એ રોલ કોઈ બીજાને મળી ગયો, તો એવી વસ્તુઓ તો થતી જ રહે છે. હું કોઈ ગ્રુપમાં નહતો પણ મારું બોન્ડીંગ બધા સાથે સારું હતું. મને બધાનો પ્રેમ મળ્યો.

વીતેલા જમાનાને રંજીતેએ યાદ કર્યો

પોતાના જમાનાની વાત કરતા રંજીતે ગોલ્ડન મોમેન્ટસ યાદ કરી. રંજીતેએ કહ્યું એ દરમિયાન ગરમીમાં કલાકારો શુટિંગ કરતા ખુબ જ પરેશાન થઇ જતા હતા. એ સમયે કલાકારો વેનિટી વેન શેર કરતા હતા અને બધા એક પરિવાર જેમ હતા. મને પણ કામમાં ઘણી મજા આવતી હતી. દરેક શૂટ પછી એક્ટર્સ મારા ઘરે આવતા હતા. પછી એ ધર્મેન્દ્ર હોય કે વિનોદ ખન્ના કે પછી કોઈ બીજો એક્ટર ,બધા મારા ઘરે આવતા હતા. અમે સાથે બેસીને ખાતાપીતા, અને બેડમિન્ટન રમતા હતા.

રંજીતે કહ્યું કે અભિનેત્રીઓ પણ મને મળવા આવતી રહેતી હતી. રીના રોય પરાઠા બનાવતી તો મૌસમી ચેટરજી ફીશ બનાવતી હતી. સેટ પર પણ એક્ટર્સ એકબીજા સાથે સીન વિષે વાતચીત કરતી રહેતી હતી. એ સમયે રાઈટર્સને ઘણું મહત્વ આપવામાં આવતું હતું, કે જે ઈમાનદારીથી વાત કરું તો અત્યારના સમયમાં ઘણું યાદ કરું છું.’ જણાવી દઈએ કે ૭૦-૮૦ ના દશકમાં રંજીતે ફિલ્મોમાં ઘણા નેગેટીવ રોલ કર્યા જે દર્શકોને ઘણા પસંદ આવ્યા હતા.

એ સાથે જ રંજીતે આગળ જણાવ્યું કે એમનો દીકરો ચિરંજીવ પણ ફિલ્મોમાં જગ્યા બનાવવાના પ્રયત્નમાં લાગેલો છે. એમણે કહ્યું કે ‘મારો દીકરો આવશે. એ તૈયારી કરી રહ્યો છે. હું એની પસંદમાં વધારે દખલઅંદાજી નથી કરતો. એ મારાથી વધારે સમજદાર છે. જણાવી દઈએ કે રંજીતની એક દીકરી પણ છે જે મુંબઈમાં એક જીમ ઓનર છે. દિવ્યાંકા ખુબસુરત છે પણ એને ફિલ્મોમાં આવવાનો કોઈ શોખ નથી. થોડા સમય પહેલા દિવ્યાંકા પોતાના પપ્પા રંજીત સાથે પોતાના જીમમાં ડાન્સ કરતી જોવા મળી હતી. આ વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો અને લોકોને ઘણો પસંદ આવ્યો હતો.

0 Response to "જયારે પરવીન બાબીની જગ્યાએ જયા બચ્ચન પસંદ કરાઈ હતી આ ફિલ્મની હિરોઈન, પ્રખ્યાત વિલેન રંજીતેએ કર્યો ખુલાસો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel