સામાન્ય રીતે આખી દુનિયા અને દેશમાં કોરોના વાયરસ સતત વધી રહ્યો છે. આવા સમયે ઉત્તરપ્રદેશમાં પણ સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. પરિણામે અહી પણ આટલા દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જે વીકેન્ડમાં હતું. પણ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે અહી અઠવાડિયામાં ૩ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.

image source

લોકડાઉનને લઈને હવે નવી ગાઈડલાઈન્સ જાહેર કરીને અઠવાડિયામાં ૪ દિવસ માટે ઓફીસ અને બજાર ખુલ્લા રાખવામાં આવશે. રસ્તાની બંને તરફની દુકાનો અઠવાડિયામાં માત્ર ૪ દિવસ જ ખુલ્લી રાખી શકાશે. આ સિવાય કાર્યાલય હવે મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારના દિવસે જ ખુલશે. શનિવાર, રવિવાર અને સોમવારના દિવસે સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. આ નિયમ આજથી ૧૫ ઓગસ્ટ સુધી લાગુ રહેશે.

૩ દિવસ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત

image source

વારાણસીમાં કોરોના વાયરસ સામે સુરક્ષા બાબતે નવી જાહેરાત પ્રમાણે ૧૫ ઓગસ્ટના દિવસ સુધી અઠવાડિયામાં ૩ દિવસ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત પ્રમાણે ઓફીસ અને કાર્યાલયો માત્ર ચાર દિવસ જ ખુલ્લા રાખી શકાશે. એટલે કે મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારના દિવસે જ બજાર અને ઓફિસો ખુલ્લી રહેશે. આ સિવાય ત્રણ દિવસ એટલે કે શનિવાર, રવિવાર અને સોમવારના દિવસે સંપૂર્ણ લોકડાઉન રહેશે.

કલમ ૧૪૪માં સંશોધન કરવામાં આવ્યું

image source

ત્રણ દિવસ માટે લાદવામાં આવેલા લોકડાઉન બાબતે જીલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ જાણાવ્યું હતું કે કોરોનાના વધી રહેલા સંક્રમણને જોતા કલમ ૧૪૪માં થોડું સંશોધન કરવામાં આવ્યું છે. હાલ સુધી દુકાન, કાર્યાલયો તેમજ બજાર પાંચ દિવસ સુધી ખોલવામાં આવતા હતા જે હવે આ પાંચ દિવસમાંથી ઘટાડીને ચાર દીવસ કરી દેવામાં આવ્યા છે. હવે બજાર માત્ર ૪ દિવસ ખુલશે અને ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન જોવા મળશે. જેમાં મંગળ બુધ, ગુરુ, શુક્ર ખુલ્લું રહેશે તો બાકીના ત્રણ દિવસ તમામ પ્રકારના કામકાજ બંધ રહેશે.

૫૦ ટકા કર્મચારીઓ સાથે જ કામ કરવામાં આવશે

image source

તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈન્સ પ્રમાણે બેંક, એલઆઈસી, દવાઓ, દૂધ, શાક, ટ્રાન્સપોર્ટ, કુરિયર, શાકબજાર, રસોઈ ગેસ, પેટ્રોલ પંપને લોકડાઉનના દિવસોમાં પણ સવારે ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી ખોલવા માટેની મંજુરી આપવામાં આવી છે. જો કે દૂધ અને શક માર્કેટ પહેલાની જેમ જ ખુલશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ઓફીસ ખોલવા અંગેનો નિર્ણય હજુ બાકી છે. પણ અહી ૫૦ ટકા કર્મચારીઓ સાથે જ કામ કરવામાં આવશે.

દુકાનો બંધ કરવાના સમયમાં પણ બદલાવ

image source

ત્રણ દિવસના લોકડાઉન પછી દુકાનો બંધ કરવાના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. દરેક પ્રકારની દુકાનો, માર્કેટ, કોમ્પ્લેક્ષ, બજારો વગેરે સવારના ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે પહેલા આ સમય ૪ વાગ્યા સુધીનો જ હતો. જો કે આ દરમિયાન રાત્રીના ૮ વાગ્યાથી લઈને સવારના ૬ વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to " "

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel