આ બકરાને લેવા માટે લાગે છે લાંબી લાઇનો, અને લાખોમાં બોલાય છે ભાવ
આ બકરાના માથા પર એવું તે શું લખાણ છે કે તેની કિંમત લાખોમાં બોલાય છે ?
આપણી આસપાસ એવી ઘણી બધી ચિત્ર વિચિત્ર ઘટનાઓ ઘટતી રહેતી હોય છે. કેટલાક લોકો તેને શ્રદ્ધાની દ્રષ્ટિએ જોતા હોય છે તો કેટલાક લોકો તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોતા હોય છે તો કેટલાક લોકો તેને સામાન્ય ગણતા હોય છે.

ઘણીવાર લોકોને વાદળામાં ભગવાન શંકરની આકૃતિ દેખાઈ જાય છે અને તેઓ ધન્ય બની જાય છે તો વળી ઘણીવાર ગાયમાં ઓમની આકૃતિ ઉપસી આવતા લોકો તેને ઓર વધારે પવિત્ર ગણવા લાગે છે. તો વળી ક્યારેક શાકભાજીમાં પણ લોકોને ભગવાનની આકૃતિ જોવા મળી જાય છે. અને તે વસ્તુનું મહત્ત્વ જ વધી જાય છે. આવું જ એક બકરા સાથે થયું છે. તેના કપાળમાં એક પવિત્ર ચિહ્ન જોવામાં આવ્યું છે અને રાતોરાત તેની કિંમત લાખોમાં થઈ ગઈ છે.

મુસ્લિમોનો તહેવાર એવો બકરી ઇદ ધીમે ધીમે નજીક આવી રહ્યો છે, અને તેના નજીક આવતા જ બકરાની ખરીદીમાં ભારે વધારો જોવા મળે છે અને તેમની કિંમતમાં પણ વધારો થતો હોય છે. બાંદાના મહુઆમાં આવેલા નિવાદા ગામમાં એક બકરો એવો છે કે જેના માટે લોકો લાખો આપવા તૈયાર થઈ ગયા છે. અને આ ગામમમાં આ બકરાને જોવા આવવા લોકોના ટોળા ઉંમટી પડે છે. તો વળી બકરાને ખરીદવા માટે તો જાણે લોકોમાં હરિફાઈ ઉભી થઈ ગઈ છે અને તેની કિંમત લાખોમાં પહોંચી ગઈ છે.

લોકડાઉનના કારણે ભલે બકરાનું કોઈ માર્કેટ ન લગાવવામાં આવ્યું હોય પણ એકલ દોકલ બકરાનું વેચાણ બજારમાં થતું રહે છે. તો વળી જે લોકોને બકરાની જરૂર છે તે લોકો ગામડે ગામડે બકરા ખરીદવા માટે જાય છે. જેથી કરીને ગામમાં પાળવામાં આવેલા બકરાને તેઓ ખરીદી શકે.

આ દરમિયાન બાંદાના મહુઆ બ્લોકના નિવાદા ગામમાં એક બકરાના માથા પર ઇસ્લામ ધર્મના અતિ પવિત્ર આત્મા એવા પૈગમ્બર મોહમ્મદ સાહેબનું નામ લખાયેલું છે. અને તેના આ પવિત્ર ચિહ્નના કારણે ઘણા બધા લોકો આ બકરાને ખરીદવા માગે છે અને તેને ખરીદવા માટે તો ગ્રાહકોમાં પડાપડી થઈ રહી છે. અને તેની કિંમત લાખોમાં પહોંચી ગઈ છે.

મહુઆ બ્લોકના નિવાદા ગામના રહેવાસી એવા આ બકરાના માલિક મોહમ્મદ હાસિમે જણાવ્યું કે બકરો લગભગ બે વર્ષનો થઈ ગયો છે. આ બકરાના માથા પર મોહમ્મદ લખેલું છે જેના કારણે તેને જોવા તેમજ તેને ખરીદવા આવનારાની હંમેશા લાઈન લાગેલી રહે છે. આજ સુધી આ બકરાની કીંમત એક લાખ અને ત્રીસ હજાર સુધી પહોંચી ગઈ છે. આમ જોવા જઈએ તો આ બકરાના માલિકની તો કિસ્મત જ ચમકી ગઈ કહેવાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ બકરાને લેવા માટે લાગે છે લાંબી લાઇનો, અને લાખોમાં બોલાય છે ભાવ"
ટિપ્પણી પોસ્ટ કરો