કોરોનાકાળ દરમિયાન ભારતમાં નવી બીમારીએ કરી દસ્તક, જેનો પહેલો કેસ સુરતમાં આવ્યો સામે
આજકાલ લોકો કોરોના વાયરસથી પરેશાન છે. ગત કેટલાંક દિવસોથી દરરોજ સરેરાશ 40 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી આ ખતરનાક વાયરસે 12 લાખથી વધુ લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. જ્યારે આશરે 29 હજાર લોકોના મોત થઇ ચુક્યા છે. અમેરિકા અને યૂરોપીય દેશોમાં અનેક બાળકોના જીવ એક અજાણી બીમારીના કારણે ગયા છે. હવે આ બીમારી ભારતમાં પણ પ્રવેશી ચૂકી છે. આ બીમારીનું નામ છે મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ. તેને MIS-C પણ કહે છે.
image source
પહેલો કેસ જોવા મળ્યો સુરતમાં
બાળકોમાં જોવા મળતી આ ખાસ બીમારીના લક્ષણોમાં ડોક્ટરોએ જણાવ્યું છે કે આ બીમારીના કારણે બાળકોના શરીરમાં સોજા આવે છે અને શરીર પર લાલ ચકામા પણ થઈ જાય છે. પરંતુ આ બીમારીનો પહેલો કેસ સુરત માં સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 10 વર્ષના બાળકમાં આ બીમારીના લક્ષણ જોવા મળ્યા. પરિજનોના જણાવ્યા મુજબ, બાળકને પહેલા ઉલ્ટી, ઉધરસ અને બાદમાં ઝાડા થઈ ગયા. ત્યારબાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાદમાં બાળકની આંખ અને હોઠ લાલ પડવા લાગ્યા.
image source
ડૉક્ટરો અનુસાર
ડૉક્ટર આશીષ ગોટી મુજબ, બાળકના શરીરમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના લક્ષણ જોવા મળ્યા. બાદમાં ડૉક્ટરોએ એવું પણ કહ્યું કે બાળકના હૃદયમાં લોહી પણ 30 ટકા જ પંપ થઈ રહ્યું હતું. આ ઉપરાંત નસોમાં પણ સોજો આવી ગયો હતો. રાહતની વાત એ છે કે 7 દિવસ બાદ બાળકને હૉસ્પિટલથી રજા આપવામાં આવી.
image source
શું છે MIS-C
મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ વિશે દુનિયાભરના ડૉક્ટરોને વધુ જાણ નથી. તેને લઈને હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. આ વર્ષે મે મહિનામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ લોકોને ચેતવ્યા પણ હતા. અમે તમને જણાવી દઈએ આ બીમારીના કેટલાક લક્ષણો…
image source
- 0-19 વર્ષના બાળકોમાં 3 દિવસથી વધુ તાવ આવવો
- શરીર પર દાણા આવવા, પ્યુલુલેન્ટ મોં, હાથ અને પગમાં સોજા
- બ્લડ પ્રેશર ઓછું રહેવું
- ડાયરિયા, પેટમાં દુખાવો, પેટના નીચલા હિસ્સામાં દુખાવો
- આવું થતા આપણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
આ બીમારીથી શરીરમાં મલ્ટી ઈંફ્લામેન્ટ્રી સિંડ્રોમ એટલે કે ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે અને શરીરમાં ફેલાઈ જાય છે. તેની અસર અનેક મહત્વના અંગો પર પડે છે. એકસાથે અનેક કામ બંધ કરી શકે છે. બાળકોના જીવ પણ તેના કારણે જઈ શકે છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી




0 Response to "કોરોનાકાળ દરમિયાન ભારતમાં નવી બીમારીએ કરી દસ્તક, જેનો પહેલો કેસ સુરતમાં આવ્યો સામે"
ટિપ્પણી પોસ્ટ કરો