કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન: જાણી લો પ્રી પ્રાઈમરીના બાળકોને કેટલી મિનિટ ઓનલાઈન ભણાવી શકાશે, સાથે જાણો બીજા ફેરફારો વિશે
બાળકો માટે ખુશ ખબર ઓનલાઈન સ્ટડીના સમયની નક્કી કરવામાં આવી મર્યાદા – પ્રી પ્રાઈમરીના બાળકોને માત્ર 30 મિનિટ જ ઓનલાઈન ભણાવી શકાશે, જાણો અન્ય ધોરણો માટેની સમયમર્યાદા

ફેબ્રુઆરીના અંતથી ભારતમાં કોરોના વાયરસની મહામારીએ માથું ઉંચક્યું છે. ઘણી બધી શાળાઓમાં ગયા વર્ષનો લગભગ બધો જ કોર્સ પુરો થઈ ગયો હતો પણ ઘણી બધી શાળાઓમાં પરિક્ષાઓ બાકી રહી ગઈ હતી તો કેટલીક શાળાઓમાં પરિક્ષાઓ અધુરી રહી ગઈ હતી. અને ત્યાર બાદ કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામા આવ્યું અને વિદ્યાર્થીઓના ભણતરમાં અવરોધ ઉભો થયો.

પણ હવે નવું સત્ર શરૂ થઈ ગયું છે અને બધી જ શાળાઓ હાલ બંધ હોવાથી શાળા દ્વારા તેમના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવી રહ્યા છે. કેટલીક શાળાઓમાં સમયાંતરે ઓનલાઈન સ્ટડી કરાવવામાં આવી રહ્યો છે તો વળી કેટલીક શાળાઓ શાળાના રેગ્યુલર સમયની જેમ રોજના ઘણાબધા કલાકો સુધી વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવે છે. એકધારા મોબાઈલ પર રહેવાથી બાળકોના સ્વાસ્થ્યને પણ ઘણું નુકસાન થાય છે અને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કેટલીક નક્કર અને મહત્ત્વની ગાઇડલાઈન બહાર પાડી છે. જેમાં તેમણે સ્ટાન્ડર્ડ પ્રમાણે સમયમર્યાદા નક્કી કરી છે. તેમાં સમયમર્યાદા તેમજ સેશન્સ એટલે કે પિરિયર્ડ્સની સંખ્યા નક્કી કરી છે.

આ ગાઇડલાઈનમાં નક્કી કરવામા આવ્યું છે કે પ્રિ-પ્રાઈમરીના બાળકો માટે ઓનલાઈન સ્ટડી માટે અરધા કલાકથી વધારે સમય ફાળવી શકાશે નહીં. જ્યારે ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટના બે સેશન્સ એટલે કે બે પિરિયડની જ મર્યાદા રાખવામાં આવી છે. આમ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને કૂલ ડોઢ કલાક ઓનલાઈન અભ્યાસ કરવાનો રહેશે. જ્યારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે 4 સેશન્સની મર્યાદા રાખવામાં આવી છે. એક સેશન્સ 30-45 મિનિટના હોઈ શકે છે.

છેલ્લા ઘણા સમયથી વાલીઓ દ્વારા વારંવાર ફી તેમજ ઓનલાઈન સ્ટડીને લઈને ઘણા બધા પ્રશ્નો તેમજ ચિંતાને વ્યક્ત કરવામા આવી છે. અને તેને ધ્યાનમાં લઈને જ માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આ માર્ગદર્શીકા તૈયાર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 16 માર્ચથી કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે. અને ત્યાર બાદ નવા એજ્યુકેશનલ વર્ષનું શીક્ષણ પણ ચાલુ થઈ શક્યું નથી. જેની અસર દેશના 24 કરોડથી પણ વધારે વિદ્યાર્થીઓ પર પડી છે.

પણ શાળાઓ પોતાની ફી પણ વસુલવા માગે છે અને તેના બદલામાં તેઓ પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવી રહ્યા છે. માટે વિદ્યાર્થીઓને ના છૂટકે ઓનલાઇ સ્ટડીમાં ખૂબ બધો સમય આપવો પડી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને માનવ સંસાધન વિકાસમ મંત્રી રમેશ પોખરિયાલે જણાવ્યું છે કે નક્કી કરેલી માર્ગદર્શિકા ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી છે. તેમજ શાળાઓને પણ શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન લાવવા તેમજ ઘર તેમજ શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ આપવાની પણ વ્યવસ્થા કરવામા આવે.
ટૂંકા સમયના ઓનલાઈન સ્ટડી પર ભાર મૂકવામાં આવ્યો છે

ઓનલાઈન સ્ટડીના કારણે બાળકોની માનસિકતા પર માઠી અસર પડે છે. મનોવૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે બાળકનો સ્વભાવ ચીડિયો બને છે. તેમ તેમની એકાગ્રશક્તિને પણ તેનાથી નુકસાન થાય છે. આ ઉપરાંત તેમની આંખો પર તેની અસર થાય છે. વધારે લાંબો સમય ઓનલાઈન સ્ટડી ચાલુ રહે તો તેમની આંખોને સ્ક્રીનની આદત પણ પડી જાય છે. ખાસ કરીને નાના બાળકોને તેની વિપરીત અસર વધારે થાય છે જો કે મોટા બાળકો એટલે કે ધોરણ 10 થી 12ના બાળકો સમજુ હોવાથી તેમને ઓછી તકલીફ પડે છે, માટે જ નાના બાળકોના ઓનલાઈન સ્ટડીના સમયને ટૂંકો રાખવો જોઈએ.
પ્રવાસી શ્રમિકોના બાળકો માટે પણ કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઈન

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે લોકડાઉન દરમિયાન ધંધારોજગાર ઠપ થઈ જવાથી અને રૂપિયા ખૂટી જવાથી મોટા મોટા શહેરોમાં વસેલા પ્રવાસી મજૂરોએ પોતાના ઘરે પાછા ફરવું પડ્યું હતું આમ તેમના બાળકો કે જેઓ શહેરની કે અન્ય શાળાઓમાં અભ્યાસ કરતા હતા તેમનો હાલ અભ્યાસ સંપુર્ણપણે બંધ થઈ ગયો છે તો તેવા વિદ્યાર્થીઓને તેમના ગામની જ શાળામાં પ્રવેશ આપવા માટે દીશાનિર્દેશ કર્યા છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની મહામારીના કારણે શાળાઓ છોડીને જતા રહેલા વિદ્યાર્થીઓનો ડેટાબેઝ તૈયાર કરવાનું કહ્યું છે.
આવા વિદ્યાર્થીઓને પરપ્રાંતિય અથવા તો હંગામી ધોરણે અનુપલબ્ધ વિદ્યાર્થીઓ તરીકે દર્શાવવા જણાવ્યું છે. અને બને ત્યાં સુધી આવા વિદ્યાર્થીઓને કોઈ દસ્તાવેજ વગર જ શાળામાં પ્રવેશ આપવા જણાવ્યું છે. તો બીજી બાજુ આવા વિદ્યાર્થીઓનું શાળામાંથી નામ કમી નહીં કરવાનું પણ ખાસ સૂચન માનવ સંસાધન વિભાગ દ્વારા આપવામા આવ્યું છે.

ટૂંકાગાળાના સમય માટે શાળાઓને શા માટે પૂરી ફી આપવી ?
તો બીજી બાજુ વાલીમંડળનું એવું કહેવું છે કે સરકારની ગાઇડલાઈન પ્રમાણે જો ઓનલાઈન અભ્યાસનો સમય ટુંકાવવામાં આવશે તો માત્ર 30 મિનિટના અભ્યાસ માટે વાલીઓ પાસેથી આખા દિવસના રૂપિયા શાળાએ શા માટે લેવા જોઈએ. બીજી બાજુ વિદ્યાર્થીઓ શાળાએ નહીં જતા હોવાથી શાળાને કોઈ પણ જાતનો ઘસારો પણ નથી લાગી રહ્યો. બાળકોના અભ્યાસને લઈને વાલીઓમાં અનેક પ્રશ્નો અને અનેક ચિંતા પણ હજુ છે જ તેનું કેવી રીતે નિરાકરણ આવશે તે વિષે હાલ કશું જ નક્કી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન: જાણી લો પ્રી પ્રાઈમરીના બાળકોને કેટલી મિનિટ ઓનલાઈન ભણાવી શકાશે, સાથે જાણો બીજા ફેરફારો વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો