વધુ એક ટીવી અભિનેત્રી કોરોનાની ચપેટમાં, વડોદરામાં ચાલી રહી છે સારવાર
ઈશ્કબાઝ, સર્વગુણ સંપન્ન સિરિયલ ફેમ ટીવી એક્ટ્રેસ શ્રેણુ પરીખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શ્રેણુ મૂળ વડોદરાની વતની છે અને હાલ પણ તે વડોદરાની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. શ્રેણુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાત શેર કરી હતી.

શ્રેણુએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, તે થોડા સમય બધાથી દૂર હતી પરંતુ વાયરસથી હું બચી શકી નથી. થોડાં દિવસ પહેલાં જ તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે અને પહેલા કરતાં તેની તબિયત સુધારો છે. સાથે જ તેણે લોકોને તેના તથા તેના પરિવાર માટે પ્રાર્થના કરવા પણ કહ્યું છે.

તેણે કોરોના વોરિયર્સનો આભાર પણ માન્યો હતો અને લખ્યું હતું કે આવા મુશ્કેલ સમયમાં તેઓ દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. શ્રેણુએ કોરોનાની ગંભીરતાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે બહુ જ ધ્યાન રાખવા છતાંય તેને કોરોનાનો ચેપ લાગ્યો. તેણે કોરોનાને અદૃશ્ય રાક્ષસ કહ્યો છે અને લોકોને વધુ સાવધાની રાખવા કહ્યું છે.
જણાવી દઈએ કે શ્રેણુ લોકડાઉન જાહેર થયું ત્યારે મુંબઈમાં જ હતી. પરંતુ જ્યારે પરમીશન સાથે પ્રવાસ કરવાની સરકારે છૂટ આપી ત્યારે તેણે મહારાષ્ટ્ર સરકારની પરવાનગી લીધી અને તે પુરતી તકેદારી રાખી અને મુંબઈથી વડોદરા કાર લઈને આવી હતી. તેની સાથે તેની મિત્ર પણ હતી.

મુંબઈથી આવ્યા બાદ તે વડોદરામાં 14 દિવસ કોરોન્ટાઈન હતી અને ત્યારબાદ તે પોતાના પરિવાર સાથે હતી. પરંતુ તાજેતરમાં તેને કોરોના સંક્રમણ થયું અને સારવાર અર્થે હોસ્પિટલમાં તે દાખલ થઈ છે.

વડોદરામાં જન્મેલી શ્રેણુ વર્ષ 2007માં મિસ યુનિવર્સિટી બની હતી. ત્યારબાદ 2008માં મિસ વડોદરા સ્પર્ધામાં ત્રીજા સ્થાને હતી. એક્ટિંગની શરુઆત શ્રેણુએ વર્ષ 2010માં ગુલાલ નામની સિરિયલથી કરી હતી. અત્યાર સુધીમાં તે ઘણી સિરિલયલોમાં મુખ્ય પાત્ર ભજવી ચુકી છે. તેમાં ઈશ્કબાઝ અને એક ભ્રમ સર્વગુણ સંપન્ન મુખ્ય છે.

જણાવી દઈએ કે શ્રેણુ પહેલા મુંબઈમાં રહેતા અને કસૌટી જિંદગી કેમાં અનુરાગનું પાત્ર ભજવતાં પાર્થ સમથાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય બાલાજી ટેલિફિલ્મ્સના ક્રિએટિવ હેડ તનુશ્રી દાસગુપ્તાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "વધુ એક ટીવી અભિનેત્રી કોરોનાની ચપેટમાં, વડોદરામાં ચાલી રહી છે સારવાર"
ટિપ્પણી પોસ્ટ કરો