મહારાષ્ટ્રની મહિલા કોન્સ્ટેબલનો ફૂટ્યો ભાંડો, પરણિત પ્રેમી સાથે ક્વોરન્ટાઈન થઇ તો સામે આવ્યો આખો મામલો
મહારાષ્ટ્રના નાગરપુરથી એક એવો મામલા સામે આવ્યો છે, જ્યાં એક મહિલા કોન્સ્ટેંબલે પોતાના પ્રેમીને પતિ દર્શાવ્યો જેથી તે તેની સાથે ક્વોરન્ટીન થઈ શકે. આ મામલાનો ખુલાસો પણ ખૂબ જ રસપ્રદ રીતે થયો. ખરેખર તો આ મામલો બજાજ નગર પોલીસ સ્ટેશનનો છે. જ્યાં એક મહિલા કોન્સ્ટેબલને તેમના સ્ચાફમાથી એક કર્મચારી કોરોના પોઝિટિવ નીકળવાને કારણે ક્વોરન્ટીન સેંટરમાં મોકલવામાં આવી હતી.
image source
મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે, તેના ‘પતિ’ને પણ તેની સાથે ક્વોરન્ટાઈન કરવામાં આવે. તેની વાત માનીને પતિને પણ સાથે રાખવામાં આવ્યો. બાદમાં ખબર પડી કે મહિલા કોન્સ્ટેબલના તો લગ્ન જ નથી થયા. તે વ્યક્તિ મહિલાનો બોયફ્રેન્ડ હતો. હાલમાં જ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ મહિલાને ક્વોરન્ટાઈન કરવામાં આવી.
image source
પરણિત પ્રેમી જ્યારે તે ત્રણ દિવસ સુધી ઘરે ન પહોંચ્યો તો તેની પત્નીને આ વિશે જાણ થઈ હતી. તેમની પત્ની જ્યારે ક્વોરન્ટીન સેન્ટર પહોંચી તો, તેને અંદર જવાથી રોકવામાં આવી. અંતમાં તે બજાજ નગર પોલીસ સ્ટેશન પહોંચી અને પત્નીની ફરિયાદ દાખલ કરી. ત્યારબાદ પોલીસ આયુક્ત ડૉ. ભૂષણ કુમાર ઉપાધ્યાયે આ કેસની તપાસમાં આદેશ આપ્યા.
image source
આ મામલામાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલા કોન્સ્ટેબલ અવિવાહિત છે અને તેના એક સહકર્મીની તપાસમાં કોરોના વાયરસની પુષ્ટી થયા બાદ તેને ક્વોરન્ટીનમાં રાખવાની હતી, ત્યારે આ દરમિયાન તે બીજા વ્યક્તિની સાથે ક્વોરન્ટીનમાં ચાલી ગઈ.
અધિકારીએ જણાવ્યુ કે, બાદમાં જાણવા મળ્યુ કે, મહિલા જે વ્યક્તિને પોતાનો પતિ ગણાવી રહી હતી તે તેણીનો પ્રેમી છે જે પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. ત્યારબાદ આ મામલાનો ખુલાસો થવા પર બંનેને અલગ કરી દેવામાં આવ્યા અને પુરુષને બીજા ક્વોરન્ટીન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો.
image source
છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં મળ્યા હતા
જાણકારી પ્રમાણે મહિલા કોન્ટ્સેબલ અને વ્યક્તિ છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં મળ્યા હતા. ત્યારથી આ બંને એકબીજાના સંપર્કમાં હતા અને બંને રિલેશનશિપમાં આવી ગયા હતા. પત્નીએ બાદમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આ મામલામાં તપાસના આદેશ આપી દેવાયા છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી




0 Response to "મહારાષ્ટ્રની મહિલા કોન્સ્ટેબલનો ફૂટ્યો ભાંડો, પરણિત પ્રેમી સાથે ક્વોરન્ટાઈન થઇ તો સામે આવ્યો આખો મામલો"
ટિપ્પણી પોસ્ટ કરો