ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે ટેસ્લાની કાર, જાણો આ વિશે વધુમાં તમે પણ…

ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે ટેસ્લાની કાર – એલન મસ્કે જણાવ્યું જલદી જ થશે લોન્ચ

આખા વિશ્વમાં ટેસ્લાની કારના દિવાનાઓ છે. ભારતમાં પણ તેના ચાહનારા છે. પણ હજુ સુધી ભારતમાં તેનું વેચાણ શક્ય નથી થઈ શક્યું. છેલ્લા કેટલાક દિવસોમાં ટેસ્લાના શોરૂમ ભારમાં ખોલવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, પણ તેમાં સફળતા નથી મળી રહી છે. વાસ્તવમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્કે એકવાર ફરી સંકેત આપ્યો છે કે ભારતમાં કાર ચલાવવાના શોખીનને કદાચ જલદી જ ટેસ્લાના ઇલેક્ટ્રિક મોડેલ 3ને ચલાવવાનો મોકો મળી શકે છે.

તમને જણાવી દઈ કે ચાર વર્ષ પહેલાં ટેસ્લાએ ઇલેક્ટ્રિક મોડલ 3ને બુક કરાવનારા અરવિંદ ગુપ્તાએ ટ્વિટર પર પૂછ્યું હતું, ‘ડિયર એલન મસ્ક, ભારતમાં ટેસ્લા 3ના આવવાની આશા ક્યાં સુધીમાં રાખી શકાય ? તેને બુક કરાવ્યાને ચાર વર્ષથી વધારે સમય થઈ ગયો છે.’

ટ્વિટર પર આ ફોલોઅરના સવાલનો જવાબ આપતા એલન મસ્કે જણાવ્યું કે જલદી જ લોન્ચ કરવામાં આવશે તેવી આશા રાખું છું. એલન મસ્કના આ જવાબથી એવી આશા કરવામાં આવી રહી છે કે જલદી જ ભારતના રસ્તાઓ પર ટેસ્લાની કારો દોડી શકશે. અને તેમણે મોડું થવા બદલ સોરી પણ કહ્યું હતું.

એલન મસ્ક ચાર વર્ષ પહેલાં જ ભારતીય બજારોમાં પોતાની કારના પ્રવેશની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે, પણ હજુ સુધી વાત આગળ નથી વધી શકી. એક ટ્વિટર યુઝરે તેમને પૂછ્યું હતું, ‘શું ભારતમાં ટેસ્લા નહીં આવી શકે ?’ તેના જવાબમાં તેમણે લખ્યું હતું, ‘ભારતમાં આવે તે હું ખુબ પસંદ કરીશ. પણ કેટલાક પડકારજનક નિયમોના કારણે તેવું નથી થઈ શકતું.’ મોડલ – 3ની સાથે ટેસ્લાના ભારતમાં પ્રવેશ કરવાની આશા હતી. આ કારની કિંમત 35000 ડોલર છે.

એશિયામાં માત્ર ચાઇનીઝ માર્કેટમાં જ ટેસ્લાની હાજરી

IMAGE SOURCE

તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં સ્થિત ટેસ્લાની મુખ્ય ઓફિસની મુલાકાત લીધી હતી તેમણે મસ્કની પણ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ પીએમ મોદીને કંપનીના ઇલેક્ટ્રિક કાર પ્લાન્ટની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. હાલ ટેસ્લાનું એકમાત્ર એશિયન બજાર ચીનમાં છે.

IMAGE SOURCE

ટેસ્લા ઇન્ક એક અમેરિકન ઇલેક્ટ્રિક વેહિકલ અને ક્લિન એનર્જી કંપની છે જે પાલો અલ્ટો, કેલિફોર્નિયા ખાતે આવેલી છે. આ કંપની ખાસ કરીને ઇલેક્ટ્રિક વેહિકલ મેન્યુફેક્ચરીંગમાં સ્પેશલાઇઝ છે. અને હવેનો જમાનો ઇલેક્ટ્રિક વેહિકલનો જ છે તે આપણે બધા સારી રીતે જાણીએ છીએ.

IMAGE SOURCE

ટેસ્લા ઇન્કની સ્થાપના 1 જુલાઈ 2003માં કરવામાં આવી હતી. તેમના સંસ્થાપકોમાં એલન મસ્ક, જેબી સ્ટ્રાઉબેલ, માર્ટીન એબરહાર્ડ, માર્ક ટાર્પેનીંગ અને ઇઆન રાઇટનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે ટેસ્લાની કાર, જાણો આ વિશે વધુમાં તમે પણ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel