સરકાર ૨૦૨૫ સુધીમાં સરકારી સંપતિ વેચવા માટે બનાવી રહી છે રીપોર્ટ, ગત અઠવાડિયે મોદી અને નિર્મલા સીતારામન સાથે થયેલી બેઠકમાં થઇ હતી ચર્ચા
પીએમઓ તરફથી અપાયેલી જાણકારી મુજબ ૨૦૧૮ માં પીએમ નરેન્દ્ર મોદી પાસે લગભગ 2.3 કરોડની સંપત્તિ હતી. 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદી પાસે લગભગ દોઢ કરોડની સંપત્તિ હતી. 2014 માં પીએમ મોદી પાસે કુલ ચલ અચલ સંપત્તિ 1,51,57,582 રૂપિયાની હતી અને વર્ષ 2018માં તે લગભગ 2.28 કરોડ રૂપિયા હતી. ત્યારે જ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ તેમની સંપત્તિ નો ખુલાસો કર્યો હતો. પરંતુ દેશ માં કોરોના મહામારી પછી અત્યારે હાલ માં સંપતિ ઘણી ઓછી થઇ ચુકી છે.
image source
પીએમ મોદી રૂપિયા ના મામલે જોખમ લેતા નથી. તેઓ પોતાની બચતનો મોટો ભાગ ફિક્સ ડિપોઝીટમાં રાખે છે. આર્થિક મોરચે મુશ્કેલીઓ વધતી જ જાય છે ત્યારે મોદી સરકારે નાણાં ઉભાં કરવા માટે ખાનગીકરણના રસ્તે આગળ વધવાનું નક્કી કર્યું છે. નાણાં મંત્રાલયે નીતિ આયોગ ને આવતા પાંચ વર્ષ માં એટલે કે ૨૦૨૫ સુધી માં કઈ કઈ સરકારી સંપત્તિ વેચીને નાણાં ઉભાં કરી શકાય છે તેનો પ્લાન બનાવવા પણ કહી દીધું છે.
image source
બેઠક માં કરી હતી આ મુદ્દે ચર્ચા
મોદી અને નિર્મલા સીતારામન વચ્ચે ગયા અઠવાડિયે એક બેઠક થઇ હતી, જે બેઠક માં સંપતિ ના મુદ્દે ચર્ચા થઈ હતી. નીતિ આયોગે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ૧ લાખ કરોડ રૂપિયા ના એસેટ મોનેટાઈઝેશન નો પ્લાન નિર્મલા ને આપ્યો છે. મોદી ને આ પ્લાન ગમી જતાં તેમણે પાંચ વર્ષ માં શું શું વેચી શકાય તેમ છે તેનો રીપોર્ટ બનાવવા કહ્યું હતું.
image source
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાં સૂત્રોના મુજબ, હાલમાં સરકાર પાસે સરકારી કંપનીઓ અને સંપત્તિ વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી. સરકાર નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્લાન હેઠળ કરોડો રૂપિયા ૨૦૨૫ સુધી માં ખર્ચવાની યોજના બનાવીને બેસી ગઈ છે પરંતુ અત્યારે કોરોના સંકટમાં નાણાં જ પુરા થઇ ગયા હોવાથી સરકાર પાસે પૈસા જ વધ્ય નથી. વર્લ્ડ બેંક કે બીજી સંસ્થા લોન આપવા તૈયાર નથી. વિદેશી કંપનીઓ પણ આવતી નથી તેથી આ જ વિકલ્પ બચ્યો છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "સરકાર ૨૦૨૫ સુધીમાં સરકારી સંપતિ વેચવા માટે બનાવી રહી છે રીપોર્ટ, ગત અઠવાડિયે મોદી અને નિર્મલા સીતારામન સાથે થયેલી બેઠકમાં થઇ હતી ચર્ચા"
ટિપ્પણી પોસ્ટ કરો