શાળા સંચાલકોએ વિદ્યાર્થીના હિતમાં લીધો મહત્વનો નિણર્ય, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના મળ્યા સમાચાર

રાજય સરકારે 16મી જુલાઇએ એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં કોઇપણ શાળા બંધ થઇ ત્યારથી વાસ્તવિક રીતે ચાલુના થાય ત્યાં સુધી ફી નહીં ઉઘરાવી શકે તેવો આદેશ અપાતા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા ૨૨ જુલાઈના જાહેરાત કરાઈ હતી કે, તમામ ખાનગી શાળાએ ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરવું. આ સાથે મંડળે પરિપત્રના વિરોધમાં હાઇકોર્ટમાં અરજી કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે બુધવારે વાલીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે ખાનગી શાળાઓ જ્યાં સુધી શિક્ષણકાર્ય શરૂ નહીં થાય ત્યાં સુધી ફી નહીં ઉઘરાવી શકે. જેને લઇને ખાનગી શાળાઓએ ઓનલાઇન શિક્ષણ આપવાનું જ બંધ કરી દીધું હતું. ત્યારે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે રાજ્યમાં ફરીથી ઓનલાઇન શિક્ષણ શરૂ થશે.

image source

શાળા સંચાલકોએ કેટલાક વાલીઓને ફોન કરી આ નિર્ણય અંગે જાણ કરી છે. જો કે સંચાલકોએ કહ્યું છે કે અમારી લડત ચાલુ જ છે. હાઈકોર્ટમાં અમે અમારી લડત ચાલુ રાખવાના છીએ. સોમવારથી ફરી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી પોતાના જીવનનું ઘડતર કરી શકશે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાતના પ્રવક્તાએ આ નિર્ણયની જાણ કરી છે. અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિતની ખાનગીશાળાઓ ફરી ઓનલાઇન શિક્ષણ શરૂ કરશે.

image source

સરકાર આવી હતી ઍક્શન મોડમાં

જો કે 22 જુલાઈએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની સ્વનિર્ભર શાળા સંચાલકોના નિર્ણય બાદ 24 કલાકમાં સરકાર એક્શનમાં આવી ગઈ હતી. શિક્ષણમંત્રીએ મૌન તોડી આપ્યું મોટું નિવેદન આપ્યું હતુ. ખાનગી શાળાઓના બદલે રાજ્ય સરકાર આપશે ઓનલાઈન શિક્ષણ આપશે તેવી જાહેરાત કરી હતી. આવતા મહિને JEE અને NEET ની પરિક્ષા છે, ધો. ૧૨ સાયન્સ ના વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે.

image source

આ ઉપરાંત શાળા સંચાલકોને અનેક વાલીઓએ મેસેજ, ફોન કરી ફરી શિક્ષણ શરૂ થાય તે માટે કહ્યું અને ખાસ કરીને જેને ફી ભરી ચૂકેલ છે તેના પણ ફોન આવ્યા હતા. આ ઉપરાંત સરકાર હાલ જે પણ શિક્ષણ ઓનલાઈન શરૂ કર્યું હતું તે ગુજરાતી માધ્યમ માટે જ હતું જેથી અંગ્રેજી માધ્યમ ના બાળકો, અન્ય બોર્ડના બાળકો ને અસર થતી. જેથી તમામ વિદ્યાર્થીઓના હિત માટે ફરી થી શિક્ષણ ચાલુ કરવા નિર્ણય લેવાયો છે.

image source

શાળા સંચાલકોએ લીધો હતો નિર્ણય

સ્વનિર્ભર શાળા સંચાલકોના મંડળે ફી નહીં લેવાના હાઈકોર્ટ અને સરકારના આદેશ પછી બુધવારે ઑનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જેના બાદ ગુજરાતમાં ખાનગી શાળાઓ પર શિક્ષણ વિભાગનો કાબૂ નથી કે શું તેવા અનેક પ્રકારના સવાલ ઉભા થયા હતાં.

સરકાર-હાઈકોર્ટના આદેશ પછી ખાનગી શાળાઓ સરકારને દબાવી રહી છે. આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારું મંડળ શિક્ષણનો કોઈ પણ સંજોગોમાં ભોગ ન લેવાય તેવી ફિલોસોફીમાં માને છે. તેમના મંડળ દ્વારા સરકારના ઠરાવ મુદ્દે વિચાર કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ કોઇ પણ સંજોગોમાં શિક્ષણકાર્ય બંધ કરશે નહીં.

Related Posts

0 Response to "શાળા સંચાલકોએ વિદ્યાર્થીના હિતમાં લીધો મહત્વનો નિણર્ય, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના મળ્યા સમાચાર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel