મોદી સરકાર: ૨૦ જુલાઈથી આ અધિકારો મળી શકશે, પ્રધાનમંત્રી મોદીએ વર્ષો જુનો કાયદો બદલ્યો…

૨૦ મી જુલાઈથી દેશભરમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો લાગુ થશે, મળશે આ અધિકારો

આ વર્ષે જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમને જંગી બહુમતી સાથે જીત મળી, પણ બીજી બાજુ વર્ષના અંત સુધીમાં સાડા પાંચ વર્ષ જૂની તેમની સરકારને નાગરિકતા સુધારા કાયદાના વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો. કેન્દ્ર સરકાર 20 મી જુલાઈથી એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. આ નવો કાયદો લાગુ થયા બાદ સૌથી મોટો ફાયદો ગ્રાહકોને થવાનો છે. જો સરકારી દાવાને માનીએ તો હવે આગામી 50 વર્ષ સુધી ગ્રાહકોને કોઈ નવા કાયદાની જરૂર જ નહીં પડે.

image source

હકીકતમાં 20 મી જુલાઈથી દેશભરમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો-2019 લાગુ થશે. આ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે અને આ નવો કાયદો આશરે 35 વર્ષ જૂના ગ્રાહક સુરક્ષા કાયદા-1986 ની જગ્યા લેશે. ખાદ્ય અને પુરવઠા તથા ગ્રાહક મામલાઓના મંત્રી રામ વિલાસ પાસવાને થોડા દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે આ નવો કાયદો લાગુ થયા બાદ ગ્રાહકો માટે આગામી 50 વર્ષ સુધી કોઈ નવો કાયદો બનાવવાની જરૂર નહીં પડે.

image source

આ નવો કાયદો લાગુ થયા બાદ કોઈ ઉત્પાદન સંબંધી ભ્રામક વિજ્ઞાપન આપવા મોંઘા પડી જશે કારણ કે નવા કાયદામાં ભ્રામક જાહેરાતો આપવા પર કાર્યવાહી કરવાની જોગવાઈ છે. નવો કાયદો લાગુ થયા બાદ ઉપભોક્તાઓના વિવાદોનો સમય પર, પ્રભાવી અને ત્વરિત ગતિએ ઉકેલ મેળવવામાં આવશે.

image source

નવા કાયદા અંતર્ગત ઉપભોક્તા અદાલતોની સાથે સાથે એક કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ ઓથોરિટી (CCPA) પણ બનાવવામાં આવ્યું છે. આ ઓથોરિટી ગ્રાહકોના હિતની રક્ષા કઠોરતાપૂર્વક થાય તેનું મોનિટરિંગ કરશે. સાથે જ તેને દંડ ફટકારવાથી લઈને સજા સંભળાવવા સુધીનો અધિકાર પણ મળશે. નવા કાયદા પ્રમાણે ગ્રાહક દેશની કોઈ પણ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ નોંધાવી શકશે પછી ભલે તેણે કોઈ પણ જગ્યાએથી સામાન ખરીદ્યો હોય.

image source

આ જ રીતે ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ ગ્રાહકોની મુશ્કેલી સાંભળશે. ઉદાહરણ તરીકે જો કોઈ દુકાનદાર તમારા પાસેથી વધારે કિંમત વસૂલે છે, તમારા સાથે અયોગ્ય વર્તન કરે છે કે પછી ખામીયુક્ત વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરે છે તો આવા દરેક કેસની સુનાવણી કરવામાં આવશે. દેશવ્યાપી લોકડાઉન બાદ ફરી એક વખત તેની તિથિ લંબાવાઈ હતી પરંતુ હવે 20 મી જુલાઈથી દેશભરમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો લાગુ થશે તેવી સૂચના જાહેર કરી દેવાઈ છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "મોદી સરકાર: ૨૦ જુલાઈથી આ અધિકારો મળી શકશે, પ્રધાનમંત્રી મોદીએ વર્ષો જુનો કાયદો બદલ્યો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel