ગુજરાતના આ મોટા શહેરમાં ક્લેક્ટરે લીધો આ મહત્વનો નિર્ણય, આ કપરા સમયમાં જાણવું છે ખૂબ જરૂરી

વર્તમાન સમયમાં આખાય દેશમાં કોરોના વાયરસના આંકડાઓ સતત વધી રહ્યા છે, ત્યારે હાલમાં ગુજરાતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની વાત કરીએ તો આ આંકડો પ્રતિદિન વધી રહ્યો છે

IMAGE SOURCE

. ઉલ્લેખનીય છે કે રાજ્યના ચાર મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કોરોનાની મહામારીને લઇને તંત્ર દ્વારા નિરંતર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો કે હાલમાં અમદાવાદને પણ પાછળ છોડીને સુરત શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના કેસને લઇને ત્યાના કલેકટર દ્વારા એક મહત્વનો કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે સુરત શહેરમાં અને જિલ્લામાં પણ ઠેર-ઠેર રેપીડ ટેસ્ટ કેન્દ્ર ખોલવામાં આવશે. જ્યાં કોરોનાનો ટેસ્ટ સરળતાથી કરાવી શકાશે.

૭૦૦ રૂપિયા આપીને કોરોના ટેસ્ટ કરાવી શકશે

IMAGE SOURCE

હાલમાં આખાય રાજ્ય સહીત સુરતમાં કોરોના સંક્રમણમાં જે ઉછાળો જોવા મળી રહ્યો છે, એ ઉછાળાને ધ્યાનમાં રાખીને સુરતમાં કલેકટર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે શહેર અને જીલ્લાના વિવિધ સ્થળે ૧૦૦ જેટલા રેપીડ ટેસ્ટ કેન્દ્ર ખોલવામાં આવશે. આ રેપીડ કેન્દ્રમાં કોઈ પણ નાગરિક ૭૦૦ રૂપિયા આપીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકશે. આ નિર્ણય સતત વધતા જઈ રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે.

જિલ્લામાં 100 રેપીડ ટેસ્ટ કેન્દ્ર ખોલવાનો નિર્ણય

IMAGE SOURCE

ગુજરાતમાં જ્યારે કોરોના વાયરસની મહામારી યથાવત છે, ત્યારે હવે રાજ્યના સુરતના શહેરમાં કલેકટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે જીલ્લા અને શહેરમાં સતત વધતા જઈ રહેલા કોરોના કેસને લઈને ઠેર ઠેર હવે રેપીડ તપાસ કેન્દ્ર શરુ કરવામાં આવશે એ અંગે નિર્ણય લેવાયો છે. જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કલેકટર દ્વારા શહેર અને જિલ્લામાં 100 રેપીડ ટેસ્ટ કેન્દ્ર ખોલવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને જોતા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ગ્રામ્ય વિસ્તારમાં ૩૯ જ્યારે શહેરમાં ૮૮ નવા કેસ

IMAGE SOURCE

આ કેન્દ્ર અંગે સુરતના કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જલ્દી જ શહેર અને જીલ્લાઓમાં શરુ થનારા આ રેપીડ કેન્દ્રમાં નાગરીકો ૭૦૦ રૂપિયા આપીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકશે. આ અંગેનો નિર્ણય ખાનગી તબીબો તેમજ IMAના હોદ્દેદારોની હાજરીમાં લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો સતત ઉછળતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સોમવારે બપોર સુધી સુરતમાં જ ગ્રામ્ય વિસ્તારમાં ૩૯ પોજીટીવ કેસ જ્યારે શહેરમાં ૮૮ જેટલા કેસ જોવા મળ્યા હતા. આવા સમયે સુરત શહેરમાં કુલ કોરોનાનો આંકડોનો આંકડો ૧૦,૦૧૮ થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૨૨૭૭ કેસ જોવા મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "ગુજરાતના આ મોટા શહેરમાં ક્લેક્ટરે લીધો આ મહત્વનો નિર્ણય, આ કપરા સમયમાં જાણવું છે ખૂબ જરૂરી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel