અયોધ્યામાં મહેમાનો આવવાના થઇ ગયા શરૂ, જાણો હાલમાં શું-શું થઇ રહ્યું છે
સરયુ નદીના કીનારે આવેલા અયોધ્યામાં આજે છે દિવાળી જેવો માહોલ – સેનેટાઇઝ કરવામાં આવ્યા મંદિરો – જુઓ શું શું થઈ રહ્યું છે, જાણો 5મી ઓગસ્ટનો પી.એમ મોદીનો આખોએ કાર્યક્રમ
અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ આવતી કાલે એટલે કે પાંચમી ઓગસ્ટના રોજ આયોજિત થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની આધારશિલા મુકશે. તેના પૂજનનો કાર્યક્રમ સોમવારથી જ શરૂ થઈ ગયો છે. 21 વૈદિક આચાર્યોએ સોમવારે સવારે 9 વાગે યજમાન મહેશભરતચક્રાને સંકલ્પ અપાવતા પૂજન કર્યું. આજે રામાચાર્ય પૂજા થઈ રહી છે, જેને ડો. રામાનંદ દાસ કરાવી રહ્યા છે. વડાપ્રધાનના ભૂમિપૂજન માટે અયોધ્યા, મથુરા, કાશી, દિલ્લીના આચાર્ય પૂજા કરાવશે. તો વળી મહેમાનોના આવવાની પણ આજથી જ શરૂઆત થઈ ગઈ છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત આજે અયોધ્યા આવી પહોંચ્યા છે.

એનએસજી કમાંડોએ સંભાળી કમાન
રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમને જોતા સુરક્ષાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મંદિર સ્થળ અને સંપૂર્ણ અયોધ્યામાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એનએસજી કમાન્ડોના સુરક્ષાકર્મીઓ મંદિર સ્થળ પાસે હાજર છે અને 75 ચેક પોસ્ટ બનાવવામાં આવી છે.
તો વળી પ્રધાનમંત્રીના આવવાની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આવતા કાલે સવારે 11.30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચશે. તેના માટે અહીંની સાકેત કોલેજમાં હેલીપેડ બનાવવામાં આવ્યું છે.
કોરોના વાયરસના સંક્રમણથી રક્ષણ માટે અયોધ્યાના બધા જ મંદિરોને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે અને આયોજનમાં હાજર લોકોની સુરક્ષા માટે નિર્દેશ પણ આપવામા આવ્યા છે. તમે જાણીને ખુશ થઈ જશો કે ચાર તેમજ પાંચમી ઓગસ્ટના રોજ અયોધ્યામા દિવાળી જેવો માહોલ થઈ ગયો છે. અહીંના ઘરે ઘરે રામાયણ તેમજ સુંદરાકાંડના પાઠ કરવામાં આવશે. નગરમાં ચારે તરફ હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે.

દરેક મહેમાનને આપવામાં આવશે ચાંદીનો સિક્કો
અયોધ્યામાં મંદિરના ભૂમિપુજનમાં આવનાર દરેક મહેમાનને ચાંદીનો સિક્કો આપવામા આવશે. જેમા રામ દરબાર તીર્થ ક્ષેત્રનું પ્રતિક ચિહ્ન હશે, ભૂમિપૂજનમાં હાજર મહેમાનોને આ સિક્કો આપવામા આવશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ ભેટ આપશે.
મોરારી બાપૂ તરફથી આજે 11 કરોડનું દાન આવશે
ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું કે સંત મોરારી બાપૂએ પોતાની તરફથી પાંચ લાખ મંદિર નિર્માણ માટે આપ્યા છે. તેમણે ભક્તોને અપીલ કરી છે કે ભૂમિ પૂજન પહેલા ચાર કરોડની દાન રાશી જમા થઈ જાય, પણ આ રકમ દેશમાં રહેતા તેમના ભક્તોએ ભેગી કરી છે જે 11 કરોડની છે. અને આજે ટ્રસ્ટના ખાતામાં આ રકમ જમા થઈ જશે. જ્યારે વિદેશી ભક્તો તરફથી સાત કરોડની રકમ ભેગી કરવામાં આવી છે, પણ તેમની પાસે હાલ વિદેશી દાન લેવાનુ પ્રમાણ પત્ર નહીં હોવાથી તેને પછીથી જમા કરાવવામાં આવશે. આ ઉપરાંત પૂણેના એમઆઈટીના વિદ્યાર્થીઓ તરફથી 21 કરોડની રકમ આપવામાં આવશે. જ્યારે કોલકાતાના બે વેપારીઓ એક-એક કરોડનું દાન મોકલી રહ્યા છે.

આ આયોજનના કારણે ત્રણ ઓગસ્ટથી જ શહેરની સિમાઓ સીલ કરી દેવામા આવી છે. તો વળી સુરક્ષા માટે ભારે ભરખમ ફોર્સ પણ હાજર કરવામા આવી છે. સુરક્ષામાં 3500 પોલીસકર્મીઓ, 40 કંપની પીએસી, 10 કંપની આરએએફ, બે ડીઆઈજી તેમજ આઠ પોલિસ અધીક્ષક હાજર રહેશે. કોરોના સંક્રમણના કારણે સુરક્ષા વ્યવસ્થામાં 45 વર્ષથી ઓછી ઉંમરના સુરક્ષાકર્મીઓને હાજર રાખવામાં આવ્યા છે.
અભિજીત મુહુર્તમાં થશે ભૂમિ પૂજન
આવતી કાલે આ જ અભિજીત મુહુર્તમાં ભૂમિ પૂજન થશે જે મુહુર્તમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો.
ભક્તો રાજસ્થાનના પવિત્ર મંદીરોમાંથી લાવવામાં આવી માટી અને જળ
લોકોને તંત્ર દ્વારા કરવામા આવેલી ઘણી અપીલ છતા પણ કેટલાએ ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. આવું જ એક ગૃપ રાજસ્થાનથી અયોધ્યા પહોંચ્યું છે અને તેઓ ત્યાંના મંદીરો તેમજ નદીઓનું જળ પણ પોતાની સાથે લાવ્યા છે.

શહેરના દરેક મંદીરોને સેનેટાઇઝ કરવામા આવ્યા
કોરોના વાયરસના સંક્રમણથી બચાવ માટે નગરના બધા જ મંદીરોને સેનેટાઇઝ કરવામા આવ્યા છે અને આયોજનમાં હાજર લોકોને સુરક્ષિત રાખવા માટે પણ નિર્દેશન આપવામા આવ્યા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આજે સાંજે અયોધ્યા પહોંચશે. અને આજે સાંજે જ સરયુ નદીના કીનારાને તેમજ ઘાટોને દિવાળીની ઉજવણીની જેમ સજાવવામાં આવશે.
કાર્ડના કોડથી મળશે પ્રવેશ
આયોજનમાં પધારવા માટે આમંત્રણ પત્ર મોકલવાની શરૂઆત સોમવારે અયોધ્યાથી થઈ છે. બહારના બધા જ મહેમાનોને ફોનથી સૂચના આપવામા આવી છે, તેઓ જ્યારે આજે સાંજ સુધીમા ત્યાં આવી પોહંચશે ત્યારે ખાસ સિક્યોરિટી કોડથી યુક્ત આમંત્રણ કાર્ડ તેમને આપવામાં આવશે. કાર્ડની સિક્યોરિટી કોડનું મહત્ત્વ પણ સમજાવવામાં આવશે કે એક કાર્ડ પર એક જ વ્યક્તિ આવી શકશે, તેમની સાથે ન તો કોઈ સહયોગી હશે કે ન તો કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ હશે.

વડાપ્રધાન મોદી રામ મંદિર પર જાહેર કરશે પોસ્ટ ટિકિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિ પૂજન કાર્યક્રમમા રામ મંદિર પર પોસ્ટ ટિકિટ ની પણ જાહેરાત કરવાના છે અને રામ મંદિરના પરિસરમાં પારિજાત વૃક્ષને પણ વાવશે.
મથુરા-વૃન્દાવનમાં પણ થશે ઉજવણી
રામમંદિરના ભૂમિ પૂજનની સાથે સાથે વ્રજ ધામમાં પણ છવાયો ઉમંગનો માહોલ. મથુરાના વૃંદાવન સુધી રામમંદિરના ભૂમિ પૂજનના ઉત્સવને મનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. મંદિરોમાં અનુષ્ઠાન ચાલી રહ્યા છે. વ્રજને અયોધ્યાની જેમ જ ભગવું બનાવવામાં આવશે જેના માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

યુ.પી.ના સીએમ હાઉસમાં દીવાળીની કરવામાં આવશે ઉજવણી
અયધોયામાં કાલે ભૂમિ પૂજનનો ઉત્સવ છે. સીએમ યોગીએ અપીલ કરતા તીર્થ નગરી મથુરા, કાશી, ચિત્રકૂટ, પ્રયાગરાજ, નૈમિષારણ્ય અને ગોરખપુરમાં પણ આજે અખંડ કીર્તન અને રામાયણના પાઠ શરૂ થઈ ગયા છે. અને આજે સીએમ હાઉસમાં પણ દીવાળી મનાવવામાં આવશે.
બાબા રામદેવ પણ અયોધ્યા માટે રવાના
યોગ ગુરુ રામદેવ બાબા પણ અયોધ્યા માટે રવાના થઈ ગયા છે. રામદેવે એક વિડિયો ટ્વિટ કરી લખ્યું છે કે શ્રીરામ ની જન્મભૂમિ અયોધ્યા માટે તેઓ પ્રસ્થાન કરી રહ્યા છે. અમને સૌભાગ્ય મળ્યું છે કે અમારી આંખો સામે દિવ્ય ભવ્ય રામમંદિરનો શિલાન્યાસ થશે.

વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અવડાણી, મુરલી મનોહર જોશી અને કલ્યાણ જોડાશે
લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કલ્યાણ સિંહ જેવા વયસ્ક નેતાઓ કોરોના મહામારીના કારણે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનના કાર્યક્રમમાં જોડાશે. આ જાણકારી સૂત્રો દ્વારા મળી છે, જો કે પાંચ ઓગસ્ટે થનારા કાર્યક્રમ માટે અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિત કેટલાક નામોની આધિકૃત પુષ્ટિ થઈ ગઈ છે.
પ્રિયંકા ગાંધીએ આપ્યું આ નિવેદન

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તરફથી રામ મંદિર ભૂમિપૂજન પર એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. પ્રિયંકાએ સોશિયલ મિડિયાના માધ્યમ દ્વારા જણાવ્યું છે કે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનો અવસર બનવો જોઈએ. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, ‘સરળતા, સાહસ, સંયમ, ત્યાગ, વચનબદ્ધતા, દીનબંધુ રામ નામ નો સાર છે. રામ બધામાં છે, રામ બધાની સાથે છે. ભગવાન રામ અને માતા સીતાના સંદેશ અને તેમની કૃપા સાથે રામલલાના મંદીરના ભૂમિપૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા, બંધુત્વ અને સાંસ્કૃતિક સમાગમનો અવસર બનશે.’
સંઘ પ્રમુખ મોહન ભાગવત આજે અયોધ્યા પહોંચશે
શ્રીરામજન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે સ્પષ્ટ કર્યુ હતું કે આખા ભારતમાંથી પ્રમુખ 36 પરંપરાઓના 135 સંત-મહાત્મા સહિત કુલ 175 લોકોને પીએમ નરેન્દ્ર મોદીના હાથે પાંચ ઓગસ્ટે આયોજિત ભૂમિપૂજન કાર્યક્રમમાં આમંત્રિત કરવામા આવ્યા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત આજે અયોધ્યા પહોંચશે.
પંડીતો સંકટમોચનના આશિર્વાદ લઈ કાશીથી થયા રવાના

રામજન્મ ભૂમિ શિલાન્યાસ સમારોહનું સંપૂર્ણ અનુષ્ઠાન કાશી વિદ્વત પરિષદના વિદ્વાનોની દેખરેખમાં સંપન્ન થશે. સંકટમોચન હનુમાનના આશિર્વાદ અને જય શ્રી રામ તેમજ હર-હર મહાદેવના ઉદ્ઘોષ સાથે કાશીની જનતાએ કાશી વિદ્વત પરિષદના ત્રણે વિદ્વાનોને અયોધ્યા રવાના કર્યા છે. સોમવારે કાશી વિદ્વત પરિષદના મંત્રી ડો. રામનારાયણ દ્વિવેદીના નેતૃત્વમાં પ્રો રામમોહન પાંડેય અને પ્રો વિનય પાંડેયે સંકટમોચન હનુમાનનો આશિર્વાલદ લીધો. ત્યાર બાદ કાશીની પ્રજાએ તેમનું અભિનંદન કર્યું અને જય શ્રી રામના ઉદ્ઘોષથી તેઓ અયોધ્યા માટે રવાના થયા.
5મી ઓગસ્ટનો પીએમ મોદીનો કાર્યક્રમ આવો રહેશે.
5 ઓગસ્ટની સવારે દિલ્લીથી પ્રસ્થાન
9.35વાગે દિલ્લીથી ખાસ વિમાન ઉડશે.
10.35 વાગે હેલિકોપ્ટરથી અયોધ્યા માટે પ્રસ્થાન
11.30 વાગે અયોધ્યા સાકેત કોલેજ હેલીપેડ પર લેન્ડિંગ

11.40 વાગે હનુમાન ગઢી પહોંચી 10 મિનિટ દર્શન-પૂજા
12 વાગે રામ જન્મભૂમિ પરિસર પહોંચશે.
10 મિનિટમાં રામલલા વિરાજમાનના દર્શન – પૂજન
12.15 વાગે રામલલા પરિસરમાં પારિજાતના છોડનું રોપણ
12.30 વાગે ભૂમિપૂજન કાર્યક્રમનો શુભારંભ
12.40 વાગે રામ મંદિરની આધારશિલાની સ્થાપના
1.10 વાગે નૃત્ય ગોપાલ દાસ વેદાંત જી સહિત ટ્રસ્ટ કમીટી સાથે મુલાકાત
2.05 વાગે સાકેત કોલેજ હેલીપેડ માટે પ્રસ્થાન
2.20 વાગે લખનૌ માટે ઉડશે હેલિકોપ્ટર
પી.એમ મોદીનું કેટલીએ જગ્યાએ કરવામા આવશે સ્વાગત

પાંચ ઓગસ્ટ એટલે કે બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત અલગ-અલગ જગ્યાઓ પર કરવામાં આવશે. જે હેઠળ સાકેત યુનિવર્સિટીના હેલીપેડ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, જિલાધિકારી અનુજા ઝા સાથે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય તેમનું સ્વાગત કરશે. ત્યાર બાદ રામ જન્મભૂમિ પર સ્વાગતની જવાબદારી અયોધ્યાના રાજા વિમલેન્દ્ર મોહન, રામ મંદિર ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને ટ્રસ્ટ અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ કરશે.
ભૂમિ પૂજન બાદ પીએમ આપશે સંબંધોન
પાંચ ઓગસ્ટના રોજ રામ જન્મભૂમિમાં ભૂમિ પૂજન કર્યાના તુરંત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની ધરતી પરથી સમગ્ર દેશને સંબોધીત કરશે. વડાપ્રધાન પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું પણ સંબોધન હશે.
Source: Amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "અયોધ્યામાં મહેમાનો આવવાના થઇ ગયા શરૂ, જાણો હાલમાં શું-શું થઇ રહ્યું છે"
ટિપ્પણી પોસ્ટ કરો