શ્રાવણના પહેલા સોમવારે વહેલી સવારે અધધધ…ભક્તોએ કર્યા સોમનાથ દાદાનાં દર્શન

શ્રાવણ માસના શરૂઆતથી જ કોરોના કાળ હોવા છતાં મહાદેવના મંદિરમાં ભક્તોની સારી એવી સંખ્યા જોવા મળી રહી છે. શ્રાવણ માસમાં લોકો આસ્થા અને ભક્તિનો કોઈ પણ અવસર ચુકી જવા માંગતા ન હોય એમ બદલાયેલા વાતાવરણ સાથે લોકો પણ બદલાઈ રહ્યા છે. હાલમાં જ સોમનાથ મંદિર દ્વારા શરુ કરવામાં આવેલી પાસ સિસ્ટમને લઈને હવે ભક્તોમાં દર્શન કરવાની પ્રક્રિયામાં બદલાવ આવ્યો છે, ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.

IMAGE SOURCE

જો કે સરકારી ધારા ધોરણો પ્રમાણે ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે મહાદેવના દર્શન કર્યા હતાં. આપને જણાવી દઈએ કે આજે વહેલી સવારે ૩૫૦૦ કરતા વધારે ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. તેમજ ૪ હાજર કરતા વધારે લોકો તો દર્શન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી ચુક્યા છે.

ઓનલાઈન ૪ હાજર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

IMAGE SOURCE

સામાન્ય રીતે આસ્થાના મહિના તરીકે પ્રચલિત પવિત્ર શ્રાવણ માસમાં આ વખતે કોરોનાનું વિઘ્ન પહેલાથી જ ઘેરાયેલું છે. એમ છતાં મહાદેવના ભક્તો સોમવારના દિવસે મહાદેવના દર્શન કરવાનું ચુકતા ન હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમનાથ મહાદેવ મંદિરમાં હાલમાં જ દર્શન કરવા બાબતે નજીકના જ સમયમાં પોલીસ અને ભક્તો વચ્ચે સર્જાયેલા ઘર્ષણને પગલે પાસ સીસ્ટમ લાગુ કરવામાં આવી છે. આવા સમયે આજે પ્રથમ સોમવારે સવારે જ લગભગ ૩૫૦૦ જેટલા લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ સાથે જ ઓનલાઈન માધ્યમથી લગભગ ૪ હાજર જેટલા લોકોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. આમ સોમવારના દિવસે મહાદેવ ભક્તોનો પ્રવાહ કોરોના હોવા છતાં અવિરત જોવા મળી રહ્યો છે.

પાર્થ ટ્રાવેલ્સ પરિવાર પાખડી અર્પણ કરવા પહોંચ્યા

IMAGE SOURCE

આ વખતે કોરોના વાયરસને પગલે લોકો સાવચેતી અને સુરક્ષાને ધ્યાનમાં લઈને પણ મહાદેવના દર્શને પહોચી રહ્યા છે. જો કે સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈએ જરૂરિયાત સિવાય બહાર નીકળવું જોઈએ નહિ. તેમ છતાં લોકો પોતાની નેમને તોડવા નથી માંગતા એવા કિસ્સાઓ પણ છે. આ દરમિયાન જામનગરના પાર્થ ટ્રાવેલ્સ પરિવાર વતી પણ દર વર્ષેની જેમ જ આ વર્ષે પણ સોમનાથ મહાદેવને જામનગરની શાન એવી પાખડી અર્પણ કરવા પહોંચ્યા હતા.

પ્રથમ સોમવારે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી દર્શન કર્યા

IMAGE SOURCE

મંદિરોમાં અપાયેલી છૂટછાટ પણ શરતોને આધીન છે, એવામાં મંદિરમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત છે. આવા સમયે આજે પ્રથમ સોમવારે મહાદેવ મંદિરમાં પણ ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કર્યા હતાં.

IMAGE SOURCE

સુરક્ષા વ્યવ્સ્થાને ધ્યાનમાં લઈને મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ મંદિરમાં બેરીકેટ ઉભા કરવામાં આવ્યા છે. આ સાથે જ 6-6 ફૂટનાં અંતરે સર્કલ બનાવામાં આવ્યા છે, આ સર્કલમાં ઉભા રહીને જ એક પછી એક ભક્ત વારાફરતી દર્શન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અહી દર્શન પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત રીતે થઇ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "શ્રાવણના પહેલા સોમવારે વહેલી સવારે અધધધ…ભક્તોએ કર્યા સોમનાથ દાદાનાં દર્શન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel