ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આટલા લાખને ઓળંગી ગઈ, હવે કરવામાં આવશે રોજના આટલા લાખ ટેસ્ટ
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14 લાખને ઓળંગી ગઈ – હવે કરવામાં આવશે રોજના 10 લાખ ટેસ્ટ
હાલ કોરોના વાયરસની મહામારી અત્યંત કપરી સ્થિતિ પર પહોંચી ગઈ છે. સમગ્ર દેશમાંથી રોજના હજારો સંક્રમિતોના આંકડા નોંધાઈ રહ્યા છે. અને આ સાથે જ આજના ઐતિહાસિક દિવસે દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 14 લાખના વિક્રમજનક આંકડાને પાર કરી ગયો છે.

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સમગ્ર દેશમાં સંક્રમિતોનો આંકડો 14,35,453 સુધી પહોંચી ગયો છે. અને કોવીડ 19ની સત્તાવાર વેબસાઇટના આંકડા પર એક નજર નાખીએ તો Covid19india.orgમાં દર્શાવ્યા પ્રમાણે હાલ સમગ્ર દેશમાં 477228 કોરનાના એક્ટિવ કેસ છે. તેમજ 901,959 દર્દીઓ કોરોના વાયરસના સંક્રમણમાંથી મુક્ત થયા છે અને તેમને ડિસ્ચાર્જ આપવામા આવ્યો છે. પણ બીજી બાજુ દુઃખની વાતએ છે કે સમગ્ર દેશમાં કોરના વાયરસના સંક્રમણના કારણે કુલ 32,350 લોકોના મૃત્યુ થયા છે.

આ બધા જ આંકડાઓની ગંભીરતાને ધ્યાનમા લઈને ICMR દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે જે પ્રમાણે હવેથી ICMR રોજના 10 લાખ ટેસ્ટ કરશે. તમે ઉપર આંકડો જોયો તે પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 14 લાખને ઓળંગી ગયો છે. ટેસ્ટની વાત કરવામા આવે તો અત્યાર સુધી દેશમાં લગભગ 1,62,91,331 ટેસ્ટ કરવામા આવ્યા છે. અને સ્થિતિની ગંભીરતાને ધ્યાનમા રાખીને હવે ટેસ્ટ વધારવાની વિચારણા ચાલી રહી છે. એક અહેવાલ પ્રમાણે હાલ દેશમાં રોજના 5 લાખ ટેસ્ટ કરવામા આવે છે. અને ટેસ્ટ લેબની સંખ્યામાં પણ ભારે વધારો કરવામા આવ્યો છે. હાલ આ ટેસ્ટ લેબની સંખ્યા 1307 છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સંક્રમિતોના રોજિંદા આંકડામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં 1110 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. આમ સમગ્ર ગુજરાતમા સંક્રમિતોની સંખ્યા 55,822 પર પહોંચી ગઈ છે. બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં 753 દર્દીઓને કોરોનાના સંક્રમણમાંથી મુક્ત કરીને ઘરે મોકલવામા આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાના સંક્રમણથી ગુજરાત રાજ્યમાં 40,365 લોકોએ મુક્તિ મેળવી છે. આ જોતા ગુજરાતમાં કોરનાના સંક્રમણમાંથી રિકવર થવાનો રેટ 72.31 છે જે મહારાષ્ટ્રની સરખામણીએ વધારે છે.

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રણથી સૌથી વધારે જો કોઈ રાજ્ય પ્રભાવિત હોય તો તે છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં ગત રવિવારે કૂલ 6044 કોરોના સંક્રમિત દર્દીઓને ચેપમુક્ત કરીને ડીસ્ચાર્જ આપવામા આવ્યો છે. અને અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કૂલ 2,13,238 કોરોના સંક્રમીતો સાજા થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોનો રીકવરી રેટ 56.74 ટકા છે.

પણ બીજી બાજુ ચિંતાની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 9431 કેસ કોરોના સંક્રમિતોના નોંધાયા છે અને દુઃખની વાત એ છે કે 267 લોકોના મૃત્યુ થયા છે. આમ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોનો મૃત્યુદર 6.63 ટકા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં લગભગ 18,86,296 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામા આવ્યા છે જેમાંથી 3,75,799 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આટલા લાખને ઓળંગી ગઈ, હવે કરવામાં આવશે રોજના આટલા લાખ ટેસ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો