હવે સસ્તા ભાવમાં આ જગ્યા પર મળશે માસ્ક, સેનેટાઈઝર અને કાઢો, જાણો શું હશે કિંમત

આખાય વિશ્વમાં કોરોના સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે માસ્ક, સેનીટાઈઝર અને ઇમ્યુનિટી વધારવા વાળા કાઢાની કિંમતોમાં અવારનવાર વધારા જોવા મળે છે. ત્યારે હવે સરકાર પોસ્ટ ઓફીસ વિભાગ દ્વારા આ બધી વસ્તુઓ સસ્તા અને સમાન ભાવે આપવા માટે મેદાનમાં આવ્યો છે. કારણ કે હાલમાં સતત વધતા કેસને પહોચી વળવા માટે ફેસ માસ્ક અને હેન્ડ સેનીટાઈઝર એ રોજબરોજની વસ્તુઓમાં જરૂરી બનતું જઈ રહ્યું છે. આવા સમયે બજારમાં એની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એવામાં હવે પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટ ઓફિસમાં જ આવી જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તા ભાવે વેચવાનું શરુ કર્યું છે જેથી લોકોને એનો લાભ મળી શકે. આ પ્રયાસ દ્વારા પટનાના જેપીઓ, બાંકીપુર અને લોહિયા નગરમાં પોસ્ટ ઓફીસ પરિસરના કાઉન્ટર પરથી ઓછામાં ઓછા ભાવે લોકોને માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. જેની કિંમત ૨૫ રૂપિયાથી લઈને ૨૫૦ રૂપિયા સુધીની છે.

દરેક માસ્કને ત્રણ લેયરમાં બનાવવામાં આવ્યા છે

image source

આ બાબતે પોસ્ટ ઓફીસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દરેક માસ્કને ત્રણ લેયરમાં બનાવવામાં આવ્યા છે. સિલ્ક અને ખાદીના કપડામાંથી બનેલા આ માસ્ક બાળકો અને મોટા લોકો માટે અલગ અલગ આકારમાં તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ મફલર, ગમછા, રૂમાલ અને હેન્ડ વોશ તેમજ સેનીટાઈઝર સહીત આયુર્વેદિક કાઢા અને ઉકાળા પણ ઓછી કીમતોમાં આપવામાં આવી રહ્યા છે. ખાદીને પ્રોત્શાહન મળે એ માટે કસ્તુરબા ખડીખાદી સંસ્થાન દ્વારા નિર્મિત માસ્ક અને ગમછાનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે.

દરેક પોસ્ટ ઓફિસમાં કેન્દ્ર શરુ કરવામાં આવશે

image source

પોસ્ટ ઓફીસ દ્વારા શરુ કરાયેલ આ પહેલ અંગે ઉચ્ચ પોસ્ટ માસ્તર અધિકારી જનરલ અનીલ કુમારે જણાવ્યું હતું કે પોસ્ટ ઓફીસ દ્વારા અંદરના ગ્રામીણ ક્ષેત્રોમાં પણ સસ્તા ભાવમાં માસ્ક, સેનીટાઈઝર અને ઉકાળા માટેના કાઢા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ રાજ્યના મોટા ભાગની પોસ્ટ ઓફિસમાં પણ આના કેન્દ્રો શરુ કરવામાં આવશે, જેથી કરીને લોકોને એનો લાભ મળી શકે.

ઉત્પાદનની કિંમતો આ પ્રમાણે છે

માસ્ક :

image source

માસ્કની કીમત માસ્કની બનાવટ મુજબ રાખવામાં આવી છે. જેમ કે ૩ લેયર વાળા કોટનના ધોઈ શકાય એવા માસ્કની કીમત ૨૫ રૂપિયા છે. તો ખાદીના ૩ લેયર અને ફીતા વાળા માસ્કની કિંમત ૩૫ રૂપિયા છે. ખાદીના બાળકો માટેના માસ્કની કિંમત ૩૫ રૂપિયા છે. આ સિવાય ખાદીના જ ૩ લેયર વાળા પ્લાસ્ટિક માસ્કની કિંમત ૪૦ રૂપિયા, પ્રીમીયમ માસ્કની કિંમત ૯૦ રૂપિયા તેમજ સિલ્ક વાળા માસ્કની કિંત ૨૫૦ રૂપિયા સુધીની છે. આમ ૨૫ રૂપિયાથી લઈને ૨૫૦ રૂપિયાના માસ્ક ઉપલબ્ધ કરાવી શકશે.

ગમછા અને રૂમાલ :

image source

માસ્ક સહીત ગમછા અને રૂમાલ પણ સામેલ છે. જેમાં સામાન્ય ગમછાની કિંમત ૨૫૦ છે, જ્યારે તિરંગા વાળા ગમછાની કિંમત ૨૨૦ રાખવામાં આવી છે, અને રૂમાલની કિંમત ૪૫ રૂપિયા રખાઈ છે.

કાઢા, હેન્ડવોશ અને સેનીટાઈઝર

image source

આ સિવાય અન્ય વસ્તુઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં આયુર્વેદિક ઉકાળા માટેના કાઢાની કિંમત ૨૯૯ રૂપિયા રાખવામાં આવી છે તો ૫૦૦ એમએલ હેન્ડવોશ અને સેનીટાઈઝરની કિંમત ૨૫૦ રૂપિયા જેટલી છે.

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે

image source

વર્તમાન સમયમાં જ્યારે આખાય દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે બિહારમાં પણ પ્રતિદિન ૧૦૦૦ કરતા વધારે કેસ જોવા મળી રહ્યા છે. શુક્રવારના દીવસે એકવાર ફરી ૧૮૨૦ કેસ સામે આવ્યા હતા, આ સાથે જે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૩૩૫૧૧ થઇ ગઈ હતી. જેમાંથી ૧૦૮૩ કેસ ૨૨ જુલાઈના દિવસે નોધાયા છે, જયારે ૨૩ જુલાઈના દિવસે ૭૩૭ કેસ સામે આવ્યા છે. જો ૮ જુલાઈના દિવસથી લઈને અત્યાર સુધી સામે આવેલા કેસની સરાસરી જોઈએ તો પ્રતિદિવસ ૧૨૦૦ કરતા વધારે નવા કેસ રોજ ઉમેરાઈ રહ્યા છે.

પટનામાં સ્થિતિ ગંભીર થઇ રહી છે

image source

એક તરફ આખાય બિહારમાં કેસ વધ્યા છે તો બીજી તરફ રાજધાની પટનાની સ્થિતિ વધારે ખરાબ થતી જઈ રહી છે. ૨૩ જુલાઈના દિવસના આંકડાની વાત કરીએ તો એમાં સૌથી વધારે એટલે કે ૨૬૫ નવા કેસ માત્ર પટનામાંથી સામે આવ્યા છે. તો બીજી તરફ ૨૨ જુલાઈના દિવસે ૨૯૬ કેસ સામે આવ્યા હતા. એટલે કે માત્ર એક જ દિવસમાં પટનામાં ૫૬૧ જેટલા કોરોના કેસ સામે આવ્યા છે. આ સાથે જ પટનામાં કુલ સંક્રમિત લોકોનો આંકડો ૫૩૪૭ પર પહોચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "હવે સસ્તા ભાવમાં આ જગ્યા પર મળશે માસ્ક, સેનેટાઈઝર અને કાઢો, જાણો શું હશે કિંમત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel