જાણો એવુ તો શું ખાસ છે ઓડિશાની આ અપ્સરામાં, જેના પર ફિદા છે રામ ગોપાલ વર્મા!
કોણ છે આ ઓડિશાની અપ્સરા,જેના પર ફિદા છે રામ ગોપાલ વર્મા અને એમના ફેન્સ?, કોણ છે આ અપ્સરા જેના પર ફિદા છે રામ ગોપાલ વર્મા?

રામ ગોપાલ વર્મા આજ કાલ કઈક અલગ જ મોડમાં ચાલી રહ્યા છે. એક સમય હતો જ્યારે એમની ફિલ્મો જોઈને હોલીવુડ ફિલ્મોની યાદ આવી જતી જતી. “કંપની”, “રોડ” અને “રક્તચરિત્ર” જેવી ફિલ્મો બનાવનાર રામ ગોપાલ વર્માએ હવે ઘોષણા કરી છે કે “ક્લાઈમેક્સ” અને “નેકેડ” જેવી ફિલ્મો બનાવ્યા બાદ હવે એ “થ્રિલર” નામથી ફિલ્મ બનાવશે. ખાસ વાત એ છે કે એમને આ ફિલ્મ માટે ઓડિશાની એક અભિનેત્રીને કાસ્ટ કરી છે. નામ છે અપ્સરા રાની. રામ ગોપાલ વર્માની આ નવી શોધ રાતો રાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. એની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
ક્લાઈમેક્સ અને નેકેડ બાદ હવે થ્રિલર બનાવશે રામ ગોપાલ વર્મા.

રામ ગોપાલ વર્માએ સોમવારે ટ્વીટ કર્યું હતું કે “આરજીવી વર્લ્ડ થિયેટરની હવે પછીની ફિલ્મની હિરોઇન અપ્સરા રાની. આ ફિલ્મનું નામ થ્રિલર હશે. આ કલાઈમેક અને નેકેડની સફળતા બાદની વાર્તા હશે. રામ ગોપાલ વર્માએ એ પછી અપ્સરાની એક પછી એક 8 તસવીરો શેર કરી છે.
રામ ગોપાલ વર્માએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે અપ્સરાનો જન્મ ઓડિશામાં થયો છે. પણ એ દહેરાદુનમાં ઉછરેલી છે. હાલમાં અપ્સરા હૈદરાબાદમાં રહે છે.વર્માએ જણાવ્યું એ પ્રમાણે અપ્સરા એક ખૂબ જ સરસ ડાન્સર અને એનાથી ઘણી જ સારી એક્ટ્રેસ છે.

7 કલાકમાં 10 હજાર ફોલોઅર્સ વધ્યા.
રસપ્રદ વાત એ છે કે રામ ગોપાલ વર્માના ટ્વીટ કર્યાના ફક્ત 7 કલાકમાં જ ટ્વીટર પર અપ્સરાના 10 હજાર ફોલોઅર્સ વધી ગયા છે. રામ ગોપાલ વર્માએ પણ આ વિશે વાત કરતા ટ્વીટ કર્યું છે કે કોઈપણ ન્યુકમર એક્ટ્રેસ માટે આ એક રેકોર્ડ છે.
ઇન્ટરનેટની નવી સેન્સેશન બની ગઈ છે અપ્સરા.

અપ્સરાએ જુલાઈ મહિનામાં જ ટ્વીટર પર એનું એકાઉન્ટ બનાવ્યું છે. અને અત્યાર સુધી એમના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ થઈ ચૂક્યા છે.
રામ ગોપાલ તોફાન સાથે કરી સરખામણી.

રામ ગોપાલ વર્મા લખે છે કે 1999માં આવેલ તોફાન પછી એ ઓડિશા વિશે ખૂબ જ ઓછું જાણતા હતા. પણ અપ્સરાને મળ્યા પછી એમને અહેસાસ થયો કે ઓડિશા ઘણા પ્રકારના તોફાન ક્રિએટ કરી શકે છે. વર્માની આ વાત ઘણા યુઝર્સને પસંદ નથી આવી, ઘણા લોકોએ એમને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું છે.
થ્રિલરના સેટ પરથી ડિનરના ફોટા.

રામ ગોપાલ વર્માએ થ્રિલરના સેટ પરથી પણ એક ફોટો શેર કર્યો છે જેમાં એ અપ્સરા સાથે ડિનર કરતા દેખાઈ રહ્યા છે. આ ફોટાને શેર કરતા રામ ગોપાલ વર્માએ લખ્યું છે કે “પરીઓ જેવી અપ્સરા સાથે થ્રિલરના સેટ પર ડિનર કરતી વખતે”
અડધી રાત્રે એક્સાઇટમેન્ટની હાલત.

અપ્સરાએ મોડી રાત્રે એક ફોટો પોસ્ટ કરતા લખ્યું છે કે “અડધી રાત થઈ ગઈ છે. હું એટલી એક્સાઇટેડ છું કે મારા 15000 ફોલોઅર્સ થઈ ગયા.” આના જવાબમાં રામ ગોપાલ વર્માએ લખ્યું છે કે “એક શંકા છે, રાતના 1259 વાગ્યે આ ફોટો ખેંચ્યો કોણે?” આના જવાબમાં અપ્સરાએ લખ્યું કે “મારી મમ્મી એ, એ બહુ જ સારી ફોટોગ્રાફર છે”
આ બે ફિલ્મોમાં પણ દેખાઈ ચુકી છે અપ્સરા.

સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે અભિનેત્રીનું નામ એમની સુંદરતા જેવું જ છે.. તમને જણાવી દઈએ કે અપ્સરા ઉલાલા ઉલાલા અને ફોર લેટર્સ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જાણો એવુ તો શું ખાસ છે ઓડિશાની આ અપ્સરામાં, જેના પર ફિદા છે રામ ગોપાલ વર્મા!"
ટિપ્પણી પોસ્ટ કરો