વિશ્વના આઠમા મહાદ્વીપ નામે ઓળખાતો આ ટાપુ છે ખોવાયેલો, શું તમે જાણો આ રહસ્ય વિશે?
બાળપણમાં જયારે આપણે પ્રાથમિક શિક્ષા ભણવા જતા ત્યારથી જ આપણે ભૂગોળ અને સામાન્ય જ્ઞાનના પુસ્તકોમાં ટાપુઓ વિષે સાંભળતા આવીએ છીએ. આપણે જે ભણ્યા છીએ એ મુજબ વિશ્વમાં સાત મહાદ્વીપો આવેલા છે. પરંતુ શું તમને એ ખબર છે કે આ સાત મહાદ્વીપો સિવાય પણ વિશ્વમાં એક આઠમો ટાપુ પણ છે જેને ખોવાયેલો ટાપુ કહેવામાં આવે છે. એ ટાપુનું નામ જીલેંડીયા છે અને તેનો ઘણો ખરો ભાગ દક્ષિણ પ્રશાંત મહાસાગરની નીચે ડૂબેલો છે અને એ પણ લગભગ 3800 ફૂટની ઊંડાઈએ. વૈજ્ઞાનિકો પણ હાલ આ ટાપુ વિષે વિવિધ પ્રકારના સંશોધનો કરી રહ્યા છે ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આ ટાપુ વિષે અમુક રોચક માહિતી જણાવી રહ્યા છીએ જે તમારા માટે જ્ઞાનસભર બની રહેશે.

વૈજ્ઞાનિકોના મત મુજબ જીલેંડીયા ટાપુ એક સમયે ગોંડવાના મહાદ્વીપનો જ ભાગ હતો અને લગભગ 75 કરોડ વર્ષ પહેલા તેનાથી અલગ થઇ ગયો હતો. જો કે તેનો એક નાનકડો ભાગ ડૂબતા ડૂબતા બચી ગયો હતો. અને એ ભાગ અસલમાં આજે ન્યુઝીલેન્ડ તરીકે ઓળખાય છે.

વધુમાં આ ખોવાઈ ગયેલા મહાદ્વીપનું ક્ષેત્રફળ લગભગ 43 લાખ વર્ગ કિલોમીટર સુધીનું હશે. આ મહાદ્વીપ ન્યુઝીલેન્ડના દક્ષિણથી ન્યુ કેલિડોનિયાના ઉત્તર સુધી અને પશ્ચિમમાં ઓસ્ટ્રેલિયાના કેન પઠાર સુધી ફેલાયેલો છે. સંશોધકારોએ અમુક વર્ષો પહેલા આ મહાદ્વીપનો એક નકશો પણ તૈયાર કર્યો હતો.

આ નવા અને ખોવાયેલા ટાપુ અંગે વૈજ્ઞાનિકો વર્ષ 1995 થી સંશોધન કરી રહ્યા હતા અને અંતે વર્ષ 2017 માં તેની શોધખોળ પુરી થઇ હતી. શોધકર્તાઓના કહેવા મુજબ આ મહાદ્વીપ વિશ્વના અન્ય મહાદ્વીપો પર લાગુ તમામ માપદંડને પૂરો કરે છે અને તેના કારણે જ આ મહાદ્વીપને વિશ્વનો આઠમો મહાદ્વીપ માનવામાં આવે છે.

સંશોધકારોના મંતવ્ય મુજબ જીલેંડીયાનું પોતાનું ભૂશાસ્ત્ર છે અને તેનું તળ સમુદ્ર તળથી ઘણું જાડું અને કડક છે. જો કે જીલેંડીયાના અનેક રહસ્યો હજુ સુધી રહસ્ય જ બનેલા છે. જેમ કે આ કઈ રીતે બન્યો અને કઈ રીતે તૂટ્યો વગેરે.. જો કે હજુ પણ આ ટાપુ અંગેનું સંશોધન ચાલુ છે એટલે આશા રાખીએ કે આપણને તેના વિષે વધુને વધુ માહિતી જાણવા મળે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "વિશ્વના આઠમા મહાદ્વીપ નામે ઓળખાતો આ ટાપુ છે ખોવાયેલો, શું તમે જાણો આ રહસ્ય વિશે?"
ટિપ્પણી પોસ્ટ કરો