ઝડપથી વજન ઘટાડવુ હોય તો આજથી જ પીવો આ ડ્રિંક

જો તમે હેલ્ધી બ્રેકફાસ્ટ કરશો તો ન ફક્ત સ્વસ્થ રહેશો પણ બીમારીઓને પણ દૂર ભગાડી શકો છો. ઘણા એવા લોકો છે, જે પોતાના બ્રેકફાસ્ટમાં ચા કે કોફી લે છે. પણ તમે ચા કે કોફીને બદલે હેલ્ધી ડ્રિન્ક્સનો તમારા બ્રેકફાસ્ટમાં સમાવેશ કરશો તો ન ફક્ત તમારા શરીરને એનર્જી મળશે પણ તમે વધતા વજનને પણ કાબુમાં કરી શકશો.

IMAGE SOURCE

વજન ઓછું કરવા માટે અમુક વસ્તુઓને તમારા ડાયટમાં સામેલ કરવાથી તમને ઘણો ફાયદો થશે. ખાસ કરીને તો તમે પેટની ચરબી કે પછી તેની આસપાસની જગ્યાની ચરબી ઘટાડવા માંગતા હોય તો આ હેલ્ધી ડ્રિંક્સને જરૂર તમારા બ્રેકફાસ્ટમાં સામેલ કરો.

એક શોધ અનુસાર પેટની ચરબી જિદ્દી હોય છે અને સાથે સાથે એ શરીર માટે પણ ખતરનાક હોય છે.

IMAGE SOURCE

જે લોકોનું પેટ બહાર આવી ગયું હોય કે પછી પેટની ચરબી છે એમને બીમારીઓ થવાનું જોખમ વધુ હોય છે. વજન ઘટાડવા માટે ઘણા બધા રસ્તા અને ડાયટ છે, પણ એ પહેલાં એ જાણી લો કે બ્રેકફાસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે. જોકે ઘણા એવા લોકો છે જે સવાર સવારમાં ઉઠીને તરત બ્રેકફાસ્ટ બનાવવાનું પસંદ નથી કરતા,

IMAGE SOURCE

તો આજે અમે તમને કેટલાક એવા હેલ્ધી ડ્રિન્ક્સ વિશે જણાવીશું જેને તમે સરળતાથી બનાવી શકો છો. આ હેલ્ધી ડ્રિન્ક ન ફક્ત સરળ બ્રેકફાસ્ટ છે પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. એનું સેવન કરવાથી ભૂખ નહિ લાગે અને સરળતાથી વજન ઘટાડી શકાશે.

કેળું અને ઓટમીલ સ્મૂધી.

IMAGE SOURCE

કેળા અને ઓટમીલ સ્મૂધી ન ફક્ત પરફેક્ટ બ્રેકફાસ્ટ છે પણ હેલ્ધી પણ છે. સ્વાદિષ્ટ અને સ્વસ્થની સાથે સાથે એ પોટેશિયમ અને કેલ્શિયમ જેવા પોષકતત્વોથી ભરપૂર હોય છે. એમાં દૂધનો સમાવેશ કરવાથી એમાંથી પ્રોટીન પણ મળે છે. એ સિવાય એમાં તજનો ઉપયોગ કરવાથી તમે શરદી જેવી સમસ્યાને પણ દૂર કરી શકો છો. ગરમીની ઋતુમાં એને ટેસ્ટ અને ઠંડકનો અહેસાસ કરાવવા માટે સમૃદ્ધિમાં જામેલા કેળાને સામેલ કરી શકો છો.આ બધાને સારી રીતે ગ્રાઈન્ડ કરી લો અને બ્રેકફાસ્ટમાં સર્વ કરો.

પપૈયા સ્મૂધી.

IMAGE SOURCE

ગરમીમાં પપૈયું એક પૌષ્ટિક ફળ છે. ખાસ વાત એ છે કે આ ફળ પાચન તંત્ર માટે શ્રેષ્ઠ છે અને શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. પપૈયું વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે અને તમારી સ્કિન માટે પણ ઘણું જ લાભદાયી છે. પપૈયા સ્મૂધી બનાવવા માટે એને સારી રીતે ગ્રાઈન્ડ કરી લો અને વજન ઓછું કરવા માટે તમારા ડાયટમાં પણ એનો સમાવેશ કરો. પપૈયા સ્મૂધી સરળ અને હેલ્ધી બ્રેકફાસ્ટ છે

એપ્પલ સ્મૂધી.

IMAGE SOURCE

રોગમુક્ત રહેવા માંગે રોજ એક સફરજન ખાવાની સલાહ આપવામા આવે છે. એ શરીરને એક્ટિવ રાખવા માટે એપ્પલ સ્મૂધિથી સારું બીજું કંઈ જ નથી. એવામાં બ્રેકફાસ્ટમાં એપ્પલ સ્મૂધીને સામેલ કરી તમે તમારા દિવસની શરુઆત કરી શકો છો. એ માટે સફરજનનો કાપીને એના ટુકડા કરી લો, હવે એને ગ્રાઈન્ડ કરો અને એમ તજ અને પાણી નાખીને હલાવી લો. આ વજન ઓછું કરવા માટે પરફેક્ટ અને હેલ્ધી બ્રેકફાસ્ટ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "ઝડપથી વજન ઘટાડવુ હોય તો આજથી જ પીવો આ ડ્રિંક"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel