ક્રિકેટર હરભજન સિંહનું વીજળી બીલ આવ્યું અધધધ.રૂપિયા, અને કહ્યું…
આપણા ભારતીય ક્રિકેટર હરભજન સિંહે મુંબઈના પોતાના સાન્તાક્રુઝના ઘર માટે અદાણી ઇલેક્ટ્રિસિટી કંપનીમાંથી 33,900 રૂપિયાનું વીજળીનું બિલ આવતા ટ્વીટર પોતાની વેદના વ્યક્ત કરી છે. જે પછી અદાણી ઇલેક્ટ્રિસિટી કંપનીના અધિકારીઓએ હરભજન સિંહનો સંપર્ક સાધ્યો છે.

હરભજન સિંહે પણ ઘણા જાણીતા કલાકારોની જેમ સોશિયલ મીડિયા પર પોતાના ઘરના તગડા વીજળી બીલની ફરિયાદ કરી રહ્યા છે. એ પછી ઘણા લોકોએ કહ્યું કે એમને વીજળી કંપની દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને એ બીલમાં કરેલી ગણતરી વિશે આશ્વસ્ત હતા.

આ મુદ્દે અદાણી ઇલેક્ટ્રિસિટી કંપનીએ કહયું હતું કે અમે હરભજન સિંહનો ટ્વીટર મેસેજ જોયો અને જોતાવેંત તરત જ એમના વીજળી બીલની તપાસ કરી. ત્યારબાદ અમે એમને સંપર્ક કર્યો હતો અને એમને જણાવ્યું હતું કે બીલમાં કઈ જ ખોટું નહોતું. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા ફિલ્મી કલાકારોએ પણ વીજળી બીલને લઈને પોતાની ફરિયાદ કરી હતી.

તાપસી પન્નુ અને હુમાં કુરેશીએ પણ વધુ પડતા વીજળી બિલ અંગે ફરિયાદ નોંધાવી હતી. કેટલાક સામાન્ય નાગરિકોને પણ લાખો રૂપિયાનું બિલ મળવાના સમાચાર સામે આવ્યા હતા. લોકડાઉન દરમિયાન મુંબઈમાં વધુ પડતા વીજળી બીલના કારણે ગ્રાહકોમાં ખૂબ જ નારાજગી વ્યાપેલી છે.
Itna Bill pure mohalle ka lga diya kya ?? @Adani_Elec_Mum 😳😳😳ALERT: Your Adani Electricity Mumbai Limited Bill for 152857575 of Rs. 33900.00 is due on 17-Aug-2020. To pay, login to Net/Mobile Banking>BillPay normal Bill se 7 time jyada ??? Wah
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 26, 2020
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે ભારતમાં બધી જ ક્રિકેટ ગતિવિધિઓ પર બ્રેક લાગેલો છે પણ હવે બહુ જ જલ્દી બાકી ક્રિકેટરો સાથે હરભજન સિંહ પણ ક્રિકેટ મેદાનમાં દેખાશે.
આઈપીએલ 2020માં રમશે હરભજન સિંહ

ભારતીય ટીમના જાણીતા ઓફ સ્પિનર હરભજન સિંહ આઇપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી રમતા દેખાશે. 2019માં હરભજન સિંહ સીએસકે ટીમનો ભાગ હતા.આ વખતે પણ હરભજન પોતાના પરફોર્મન્સથી સીએસકેને જીતડવાનો પ્રયત્ન કરશે. તમને જણાવી દઈએ કે આઇપીએલ 2020 આવતી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે જે 8 નવેમ્બર સુધી રમવામાં આવશે. આ વખતે આઇપીએલ યુએઇમાં રમવામાં આવ્ઝહે. કોરોના વાયરસના પ્રકોપને જોતા બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે.

આઇપીએલમાં ભજ્જીએ અત્યારસુધી 160 મેચ રમ્યા છે અને એ 150 વિકેટ લેવામાં સફળ રહ્યા છે. આઇપીએલના ઇતિહાસમાં 150 વિકેટ લેનારના લિસ્ટમાં ભજ્જીનો સમાવેશ થાય છે. અત્યારસુધી 4 બોલરે આઈપીએલમાં 150થી વધુ વિકેટ મેળવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ક્રિકેટર હરભજન સિંહનું વીજળી બીલ આવ્યું અધધધ.રૂપિયા, અને કહ્યું…"
ટિપ્પણી પોસ્ટ કરો