ગુજરાત લોકડાઉન: આ શહેરમાં ૧ વાગ્યા પછી ફરીથી લાગુ થશે ૧૦ દિવસનું મીની લોકડાઉન

હાલ આખો દેશ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે. કોરોના વાયરસની સામે જંગ ચાલુ જ છે. કોરોનાને હરાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યાં છે. બિહારના પટનામાં સતત કેસો વધી રહ્યાં છે. આગામી દિવસોમાં બિહારમાં ચૂંટણી છે ત્યારે સરકાર કોઈ પણ સંજોગોમાં કોરોનાને વકરતો અટકાવવા માટે પ્રયત્નશીલ છે. હવે કોરોના ગુજરાતના દરેક જિલ્લામાં પ્રવેશી ચૂક્યો છે.

image source

પાંચ એપ્રિલના રોજ પાટણમાં પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો.  અત્યાર સુધીમાં કોરોનાનાં 427 કેસ પાટણ જિલ્લામાં નોંધાયા છે. ત્યારે જિલ્લામાં 20 લોકોએ આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. માત્ર પાટણ શહેરમાં જ અત્યાર સુધીમાં 240 કેસ નોંધાયા છે. પાટણમાં કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમા આવતીકાલથી પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખોલી શકાશે બાદમાં તમામ બજારો અને દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

image source

આવતીકાલથી પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલશે. 31 જુલાઈ સુધી તમામ ધંધા-રોજગારનો સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. અત્યાર સુધી પાટણ શહેરમાં 240 કેસ નોંધાયા છે. પાટણ નગર પાલિકા ખાતે કોરોનાને લઈ અગત્યની મિટિંગ મળી હતી. પાટણ શહેરમાં વિસ્ફોટની જેમ વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે આ બેઠક મળી હતી.

image source

બેઠકમાં પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. જેમા આવતી કાલ એટલે તારીખ 22-7 થી 31-7 સુધી તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા 10 દિવસનું બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે. પાટણ શહેરમાં કોરોનાના અત્યાર સુધી 240 કેસ નોંધાયા છે.

image source

આ છે શરતો

તમામ ઘઘાં રોજગાર બપોર ૧ વાગ્યા બાદ રહેશે બંધ, ઘરમાં સંઘરાખોરી કરવાની જરૂર ન હોવાની અપીલ, દરેક શહેરીજનને જરૂર પૂરતી જ ચીજવસ્તુઓની ખરીદી કરવાની, ખરીદી કરવા આવેલા લોકોએ ૬ ફૂટનું અંતર રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત છે અને ખરીદી કરીને પછી ઘરે જઇને હાથ પગ ધોવા, કપડાં બદલવા, તેમજ નહાવા માટેની અપીલ કરવામાં આવી છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

Related Posts

0 Response to "ગુજરાત લોકડાઉન: આ શહેરમાં ૧ વાગ્યા પછી ફરીથી લાગુ થશે ૧૦ દિવસનું મીની લોકડાઉન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel