આ છોકરી દેખાય છે એકદમ શ્રીદેવી જેવી જ, ફોટા જોઈને લાગશે નવાઈ

શ્રીદેવી કે જે લાખો દિલોની ધડકન હતી અને પોતાની માસુમિયત અને મોહક અદાઓથી લોકોનું દિલ જીતનારી શ્રીદેવી હાલ તો આપણા વચ્ચે નથી, પરંતુ જયારે તે ફિલ્મોમાં કામ કરતી હતી તો શ્રીદેવી દર્શકોથી માંડીને ફિલ્મ નિર્માતાઓની પહેલી પસંદ હતી. પણ જયારે અચાનક જ એક દિવસ તેમના મૃત્યુના સમાચાર બધાને સાંભળવા મળ્યા, તો આખા દેશને ખુબ જ આઘાત લાગ્યો અને શોકમાં જતો રહ્યો હતો.


આપણને બધાને એ ખબર જ છે કે, અચાનક જ શ્રીદેવીનું દુબઈમાં નિધન થઇ ગયું અને પોસ્ટમાર્ટમ રિપોર્ટ મળ્યા હતા એ પ્રમાણે એમનું મૃત્યુ દારૂ પીધેલી હાલતમાં હોટલના બાથટબમાં ડૂબવાથી થયું હતું. જો કે એ સાચું છે કે નહિ એના વિષે તો ઘણા લોકોના મનમાં હજી પણ પ્રશ્ન છે. પરંતુ હાલમાં તો ટીવી સિરિયલમાં આવતી એક પ્રખ્યાત એક્ટ્રેસ દીપિકા સિંહ શ્રીદેવી જેવી દેખાય છે એટલે ખુબ જ ચર્ચામાં રહી છે.

ટીવી સીરીયલની પ્રખ્યાત એક્ટ્રેસ દીપિકા સિંહ દેખાય છે શ્રી દેવી જેવી


થોડા થોડા સમયે સોશિયલ મીડિયા પર ટીવી સિરિયલની પ્રખ્યાત એક્ટ્રેસ એવી દીપિકા સિંહનાં ફોટા વાયરલ થતા હોય છે અને દીપિકા સિંહની સરખામણી શ્રીદેવી સાથે કરવામાં આવી રહી છે. યુઝર્સનું કહેવું એમ છે કે, દીપિકા સિંહ હૂબહૂ શ્રીદેવી જેવી દેખાય છે, શ્રીદેવી જવાનીના દિવસોમાં એના જેવી જ દેખાતી હતી.


હવે આ વાત કેટલી સાચી છે એ તો તમે દીપિકાના ફોટા જોઈને જ સમજી જશો. થોડા સમય પહેલા જ દીપિકાએ પોતાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા. અને એ જોઈને ઘણા લોકોએ દીપિકા સિંહના ફોટા પર કમેન્ટ કરી અને એને શ્રીદેવીની ડુપ્લીકેટ(જુડવા) પણ કહી હતી.

શ્રી દેવી ઘણા બધા લોકોની રોલ મોડલ રહી છે અને એમાં એક દીપિકા સિંહ પણ આવે છે. એણે પોતાની એક પોસ્ટમાં એવું લખ્યું હતું કે, મારા બધા ફૈન્સ એવું માને છે કે, હું શ્રી દેવી જેવી દેખાઉં છું અને એટલે જ હું ફેમસ થઇ છું. લગભગ એટલા માટે જ મને ટીવીમાં પહેલો બ્રેક પણ મળ્યો હતો.

પરંતુ તમને એક વાત જણાવી દઈએ કે, ટીવીની ખુબ સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ દીપિકા સિંહે 20 વર્ષની ઉંમરમાં જ પોતાના કરિયરની શરુઆત કરી હતી. દીપિકા સિંહ હિન્દી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસમાંથી એક છે. એનો જન્મ 26 જુલાઈ 1989 એ નવી દિલ્લીમાં થયો હતો. દીપિકા સિંહે ટીવી સીરીયલ “દિયા ઓર બાતી હમ” થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી.

એ સિવાય, દીપિકાએ લોકપ્રિય ટેલિવિઝન એક્ટ્રેસ અને એક્ટર જેમ કે હીના ખાન, અંકિત લોખંડે અને કરણ ગોદાદવાળીની સાથે પણ કામ કર્યુ છે. તે પ્રખ્યાત ટીવી સિરિયલ ‘દિયા ઓર બાતી હમ’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં પણ કામ કરી ચૂકી છે

કેમ દીપિકા ઓળખાઈ રહી છે શ્રીદેવીની હમશકલ?


દોસ્તો આપણે જોઈએ તો કેટલાક લોકો દ્વારા ટીવી સિરિયલની પ્રખ્યાત એક્ટ્રેસ દીપિકા સિંહને શ્રીદેવીની ડુપ્લીકેટ કહેવામાં આવી રહી છે અને એની પાછળનું એક મોટું કારણ એ છે કે, એનો ચહેરો શ્રીદેવી જીવિત હતા તે દિવસોથી સરખો આવે છે. શ્રીદેવી સિવાય વર્ષ 1993 માં જયારે દિવ્ય ભારતીનું મૃત્યુ થયું હતું તો એ સમયે પણ લોકોએ દિવ્યા ભારતીથી મળતા ચહેરાઓને લઈને કેટલાક દાવા કર્યા હતા. એ પછી શ્રીદેવીને દિવ્ય ભારતીની ડુપ્લીકેટ કહેવામાં આવતી હતી.

દીપિકાનો જન્મ 26 જુલાઈ 1989 ના રોજ દિલ્લીમાં થયો હતો. અને એમના પતિનું નામ રોહિત રાજ ગોયલ છે અને એમને એક દીકરો પણ છે અને એનું નામ સોહમ છે. દીપિકાએ ટીવી શો ‘દિયા ઓર બાતી હમ’ થી જ ખુબજ સફળતા પ્રાપ્ત કરી છે. દીપિકા સિંહે સ્ટાર પ્લસ પર આવતી સીરિયલ ‘દિયા ઓર બાતી હમ’ માં આઇપીએસ સંધ્યા સૂરજ રાઠીના રૂપમાં શ્રેષ્ઠ એક્ટિંગ કરી હતી, અને એ સિરિયલ માટે એને સર્વશ્રેષ્ઠ ફિમેલ ટીવી એક્ટ્રેસની ભૂમિકાનો અવાર્ડ પણ મળેલો છે.

Related Posts

0 Response to "આ છોકરી દેખાય છે એકદમ શ્રીદેવી જેવી જ, ફોટા જોઈને લાગશે નવાઈ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel