શું તમે જોયુ ‘દિલ બેચારા’નું નવું ગીત?
સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘીની ફિલ્મ દિલ બેચારાનું નવું ગીત રિલીઝ થયું છે. આ ગીતના શબ્દો છે ખુલ કે જીના કા… આ ગીતમાં સુશાંત અને સંજનાની સુંદર કેમેસ્ટ્રી જોવા મળે છે. બંને જીવન જીવવાની નવી રીત દર્શાવે છે. સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિનાનો સમય થઈ ગયો છે. તેમના ફેન્સ સતત તેના માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. ત્યારે સુશાંતની બહેને પણ ભાઈને ગુમાવવાનું દુખ વ્યક્ત કર્યું છે.

ફિલ્મ દિલ બેચારાના ડિરેક્ટર અને સુશાંતના મિત્ર એવા મુકેશ છાબડાએ ઈંસ્ટા પર આ ગીતના બોલ રજૂ કર્યા છે. તેણે લખ્યું છે કે, “ ખુલકે જીને કા તરીકા તુમ્હે સિખાતે હે, હંસ કે દેખો ના, લતીફા તુમ્હે સુનાતે હૈ..” આ સુંદર ગીતને રિલીઝ થયાથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે. જણાવી દઈએ કે સુશાંતના જીવનની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જુલાઈના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.
સુશાંતની મોતને એક મહિના કરતાં વધારે સમય થઈ ચક્યો છે. તેવામાં તેની બહેનો પણ પોતાના ભાઈને સતત મિસ કરી રહી છે. ભાઈને યાદ કરતાં તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક્ટરની ઝિંદાદિલી અને ખુશહાલ જીવનને જોઈ શકાય છે. વીડિયોમાં સુશાંત હસતો અને મસ્તી મજાક કરતો જોવા મળે છે. તેની બહેને વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, માય ફોરએવર સ્ટાર, એક દર્દ અનમોલ, એટલો નજીક કે તમારા માટે દુનિયાનું દરેક કામ છોડી શકે છે.. એક ઘા એટલો ગંભીર કે તમે ક્યારેય તેને શેર ન કરી શકો…

આ વીડિયોમાં સુશાંતના જીવનને શાનદાર રીતે દર્શાવાયું છે. વીડિયોમાં એક શોટ એવો પણ છે જ્યાં સુશાંત તેના ફેન્સની કોમેન્ટ પર જવાબ આપી રહ્યો છે, આ સિવાય વીડિયોના અંતમાં અંકિતા લોખંડે સાથેની શોર્ટ ક્લિપ એડ કરવામાં આવી છે. જેમાં તે ગોવિંદાના ગીત પર ડાંસ કરે છે.

સુશાંતની આત્મહત્યા બાદથી અત્યાર સુધીમાં અનેક સમીકરણ બદલી ગયા છે. તેમાં પણ જ્યારથી તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુશાંતના કેસ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે ત્યારથી તે સતત ચર્ચામાં છે. તેની એક ઈમોશન પોસ્ટએ આ કેસમાં નવો વળાંક લાવી દીધો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શું તમે જોયુ ‘દિલ બેચારા’નું નવું ગીત?"
ટિપ્પણી પોસ્ટ કરો