રોજ રોજ ખાઈને કંટાળી ગયા હોય તો આજે બનાવો ઢાબા સ્ટાઈલ દાળ તડકા, આ છે બનાવવાની સરળ રીત
કોઈ પણ સીઝનમાં ચટપટું અને ગરમાગરમ ભોજન જમવા મળે તેવી ઈચ્છા પણ ખૂબ થતી હોય છે. આપણે પોષણથી ભરપૂર આહાર લેવો સ્વાસ્થ્ય માટે પણ લાભકારક સાબિત થાય છે. લોકોને ખુબ જ ભાવતી અલગ જ પ્રકારની દાળ છે. અને પ્રાંતે પ્રાંતે આ દાળની રેસીપીઓ બદલાતી રહે છે. ક્યાંક તુવેરની દાળ સાથે મગની દાળ લેવામાં આવે છે તો ક્યાંક ચણાની દાળ તો ક્યાંક મસૂરની દાળ. આમ વિવિધ રીતે દાળ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે દાળ પર એક જ વઘાર કરવામાં આવે છે. આ ઢાબા સ્ટાઈલ દાળને બનાવવાની સૌથી સરળ રીત છે. તો ચાલો જાણી લઈએ ઢાબા સ્ટાઈલ દાળ તડકાની રેસીપી..
image source
જરૂરી સામગ્રી
- તુવેરની દાળ
- બારીક સમારેલ ટામેટા
- બારીક સમારેલ ડુંગળી
- બારીક સમારેલ લીલા મરચા
- આદુ-લસણની પેસ્ટ
- હળદર પાવડર
- લાલ મરચું પાવડર
- ધાણા પાવડર
- ચપટી હિંગ
- જીરું
- મીઠું સ્વાદ અનુસાર
- ઘી અથવા માખણ
image source
બનાવવાની રીત
- સૌથી પહેલા તુવેરની દાળને સારી રીતે ધોઈ લેવી અને તેને ૨૦ મિનિટ માટે પલાળીને રાખવી.
- ત્યાર બાદ કૂકરમાં દાળ, પાણી, હળદર અને મીઠું મિક્સ કરી કૂકર બંધ કરી દાળ બાફી લેવી.
- એ પછી એક કડાઈમાં ઘી અથવા માખણ ગરમ કરવ મુકવું અને, તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચા મિક્સ કરવી.
- ત્યાર પછી જ્યારે ડુંગળી બ્રાઉન થઈ જાય ત્યારે તેમાં ટામેટા નાખી તેને હલાવવું.
- ત્યારબાદ તેમાં લાલ મરચું અને ધાણા પાવડર નાખી મીડીયમ ગેસ પર ૨ મિનિટ સુધી રહેવા દેવું.
- હવે પછી બાફેલી દાળને કઢાઈમાં નાખી મીડીયમ ગેસ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી ગેસ બંધ કરી દેવો.
- પછી એક પેનમાં ઘી અથવા માખણ ગરમ કરવું. તેમાં જીરું, સૂકા લાલ મરચા અને હિંગ નાખો અને પછી ગેસ બંધ કરી તેને દાળમાં મિક્સ કરી દેવું.
image source
હવે તૈયાર છે ઢાબા સ્ટાઈલ તડકા દાળ, જેને તમે ટેસ્ટ કરી શકો છો એકદમ સ્વાદિષ્ટ અને બહાર મળતી દાળ જેવો જ સ્વાદ આવશે. ઉપરથી તમે લીલી કોથમીર નાખી શકો છો.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "રોજ રોજ ખાઈને કંટાળી ગયા હોય તો આજે બનાવો ઢાબા સ્ટાઈલ દાળ તડકા, આ છે બનાવવાની સરળ રીત"
ટિપ્પણી પોસ્ટ કરો