દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સાથે કામ કરવા માટે આવી રીતે કરો અપ્લાય, થશે લાખો રૂપિયાની કમાણી

ભારતના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ કંપનીના એમડી અને ચેરમેન મુકેશ અંબાની છે. તેઓ છેલ્લા 6  વર્ષથી  દેશના સૌથી અમીર વ્યક્તિની હરોડમાં તેઓનું નામ મોખરે હોઇ છે. ગ્લોબલ પેટ્રોલિયમ કંપની BP PLC અને દુનિયાના છઠ્ઠા સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ‘Jio-BP’ નામે ફ્યૂલનું છૂટક વેચાણ શરૂ કરવા માટે આ બંને કંપનીઓએ ગત ગુરુવારે તેનું એલાન કર્યુ. આ ઘોષણા બાદ હવે દેશભરમાં Reliance Petrol Pumps ખુલશે.

image source

BP એ Relicance Industriesના 1400 પેટ્રોલ પંપો તથા એરક્રાફ્ટ ફ્યૂલ સ્ટેશનોની 49 ટકા હિસ્સેદારી ગત વર્ષે એક અબજ ડોલરમાં ખરીદી હતી. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે બાકીની 51 ટકા હિસ્સેદારી છે. બંને સાથે આવ્યા બાદ રિલાયન્સના પેટ્રોલ પંપનું નામ Jio-BP ફાઇનલ કરવામાં આવ્યું છે. સાથે જ કંપની આશરે 3500 નવા પેટ્રોલ પંપ ખોલવામાં આવશે. એટલે કે આવનારા સમયમાં દેશના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણી સાથે કામ કરવાની શાનદાર તક છે. જો તમે પણ પેટ્રોલ પંપ ખોલવા માગતા હોવ તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે પેટ્રોલ પંપ ખોલવાનું તમારુ સપનુ સાકાર થઇ શકે છે.

image source

રજીસ્ટ્રેશન (અપ્લાય કરવા માટે)

રિલાયન્સ-બીપીના આ પેટ્રોલ પંપ વિશે દરેક પ્રકારની જાણકારી કંપનીની ઑફિશિયલ વેબસાઇટ https://ift.tt/2ZhBnVf પર મળી રહેશે. અહીંથી દરેક પ્રકારની ડિટેલ મેળવી શકો છો. બાકી પેટ્રોલ પંપ ઉપરાંત પણ તમે લુબ્રીકેંટ્સ, ટ્રાંસ કનેક્ટ ફ્રેન્ચાઇઝી, એ1 પ્લાઝા ફ્રેન્ચાઇઝી, એવિએશન ફ્યૂલથી લઇને અન્ય રીતે કંપની સાથે કામ કરી શકો છો.

આ કામોની ફ્રેન્ચાઇઝીનું વિવરણ સાઇટ છે, જે લોકો ને ઈચ્છા હોય તે લોકો અરજી કરી શકે છે. તેના માટે તમારે કંપનીને પોતાની સામાન્ય જાણકારી જેવી કે નામ, નંબર, સરનામુ, જે શહેર માટે જોઇએ તે અને હાલ તમે ક્યાં કામ કરો છો. આ ઉપરાંત દેશમાં પેટ્રોલ પંપ ખોલવાના જે નિયમ છે તે અહીં લાગુ કરવામાં આવશે.

image source

પેટ્રોલ પંપો

દેશમાં હાલ ફ્યૂલનાં છૂટક વેચાણમાં જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓનું નામ આગળ છે, જેની પાસે દેશભરના કુલ 69,392 પેટ્રોલ પંપો માંથી મોટાભાગના જાહેર ક્ષેત્રના પંપ છે. સરકારી કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, BPCL અને HPCL પાસે 62,072 પેટ્રોલ પંપ છે. આ જ રીતે આ ત્રણ કંપનીઓ પાસે દેશના 256 એરક્રાફ્ટ ફ્યૂલ સ્ટેશનોમાંથી 224 છે. બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું કે તે ફ્યૂલ અને ટ્રાન્સપોર્ટેશન માટે ભારતની ઝડપથી વધતી માગોને પૂરી કરવામાં સંયુક્ત ઉપક્રમના તેજીથી વધવાની આશા કરે છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સાથે કામ કરવા માટે આવી રીતે કરો અપ્લાય, થશે લાખો રૂપિયાની કમાણી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel