જાણો કેમ કોરોના દર્દી માટે ડોક્ટરને ચલાવવું પડ્યું ટ્રેકટર , દરેક વ્યક્તિ કરી રહ્યો છે વખાણ
- કોરોના વાયરસ ના સંકટ વચ્ચે તેલંગણાથી આવી દિલને ગમી જાય એવી તસ્વીર
- કોરોના દર્દીના શબને સમશાન લઇ જવા માટે ડ્રાઈવરે ના પાડી તો ડોકટરે ખુદ ચલાવ્યું ટ્રેકટર
- હવે બધા કરી રહ્યા છે વખાણ, વિડીયો થઇ રહ્યો છે વાયરલ
દેશભરમાં કોરોના વાયરસ સતત પોતાના પગ ફેલાવી રહ્યો છે. દેશમાં હવે કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ૯ લાખની ઉપર પહોચી ચુકી છે. તો ૨૨ હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. આખો દેશ કોરોના સંકટથી જુજી રહ્યો છે. ખાસ તો કોરોના વોરીયર્સ ડોક્ટર, નર્સ, અને અન્ય સ્વાસ્થ્યકર્મી દિવસ રાત છેલ્લા ૪ મહિનાથી સતત આ મહામારીનો જોરદાર રીતે મુકાબલો કરી રહ્યા છે.
#WATCH Telangana: Body of a man who had #COVID19 was driven to the burial ground in a tractor by Dr Sriram, working as Peddapalli District Surveillance Officer for prevention of spread of COVID, after the driver allegedly refused to do it. pic.twitter.com/yRzziKTHqy
— ANI (@ANI) July 13, 2020
તેલંગણા ના પેડાપલ્લી જીલ્લામાં એક કોરોના દર્દીની મોત થઇ ગઈ હતી. દર્દીના મોત પછી જયારે એના શવને અંતિમ સંસ્કાર માટે મોકલવા માટે ટ્રેક્ટરમાં રાખવામાં આવ્યું તો ડ્રાઈવરે ગાડી ચલાવવાની નાં પાડી દીધી. એ પછી ખુદ ડીસ્ટરીક્ટ સર્વીલાંસ ઓફિસર ડોક્ટર શ્રીરામ નેને એ ટ્રેકટર ચલાવીને શવને અંતિમ સંસ્કાર માટે લઇ ગયા.
ડોક્ટર શ્રીરામના જજ્બાને દરેક વ્યક્તિ સલામ કરી રહ્યો છે. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે જે સોશ્યલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા તેલંગણાના નીઝામાબાદમાં એક ઘટના સામે આવી હતી, જ્યાં કોરોના મૃતકના શવને રીક્ષામાં રાખીને લઇ જવાઈ રહ્યો હતો. આ ઘટના પર હોસ્પીટલનું કહેવું છે કે અહીયાના સ્ટાફના પરીજનનું કોરોનાથી મોત થયું હતું, હોસ્પીટલ એમણે એમ્બ્યુલન્સ આપી રહી હતી, પણ પરિવારના સભ્યોએ રાહ ના જોઈ, અને રીક્ષામાં જ ચાલ્યા ગયા. તમને જણાવી દઈએ કે ઓટો રીક્ષામાં શવ લઇ જવાની ઘટના પણ ઘણી ચર્ચામાં આવી હતી.
0 Response to "જાણો કેમ કોરોના દર્દી માટે ડોક્ટરને ચલાવવું પડ્યું ટ્રેકટર , દરેક વ્યક્તિ કરી રહ્યો છે વખાણ"
ટિપ્પણી પોસ્ટ કરો