સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઇ રહ્યા છે આ પરોઠા અને ઢોસા, ખરેખર કારણ છે જાણવા જેવુ
દેશભરમાં શરૂ થયેલી અનલોક ની પ્રક્રિયા સરકારે હોટલ અને રેસ્ટોરન્ટ ને ખુલ્લા રાખવાની પરવાનગી આપી છે. તેવામાં લોકો પણ હવે રેસ્ટોરન્ટમાં બહાર રમતા થયા છે. આવી જ રીતે જો તમે ક્યાંય બહાર જમવા ગયા હોય અને તમારા પ્લેટમાં માસ્ક અને કોરોના વાયરસ આવે તો ?

ગભરાઈ જવાની જરૂર નથી આમાં જ અને કોરોના વાયરસ હાનિકારક નહિ હોય કારણકે તેને ખાવા માટે જ બનાવવામાં આવ્યા હશે.. આ વાત અહીં શા માટે કરવામાં આવી રહી છે તેવો પ્રશ્ન જો તમને થતો હોય તો તેનો જવાબ જાણી લો કે આવો જ એક પ્રયોગ તમિલનાડુમાં એક રેસ્ટોરન્ટમાં કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણ સમયે લોકોમાં જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે.

તમિલનાડુના મધુરા શહેરમાં એક પરોઠાની રેસ્ટોરન્ટ ખૂબ જ ફેમસ છે અહીં ખાસ ફેસ માસ્કના આકાર ના પરોઠા બનાવવામાં આવે છે, આ સાથે જ અહીં કોરોના વાયરસ શેપના ઢોસા પણ તૈયાર કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ રેસ્ટોરન્ટ ચર્ચામાં આવી ગયું છે.

રેસ્ટોરન્ટના માલિક નું કહેવું છે કે મદુરાઈમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોર્પોરેશન લોકોને માસ્ક પહેરવા કહે છે પરંતુ તેમ છતાં તે જુએ છે કે રેસ્ટોરન્ટમાં આવતા લોકો નિયમનું પાલન કરતા નથી. તેથી તેમને થયું કે એવું કંઈક કરવામાં આવે જેનાથી લોકોમાં માસ્ક પ્રત્યે જાગૃતિ આવે. આ કારણથી તેમને આ ખાસ આકારના પરોઠા બનાવવાની પ્રેરણા થઈ.

અન્ય પરોઠાની જેમ આ પરાઠાને પણ ખાઈ શકાય છે અને તેની કિંમત 50 રૂપિયા છે. લોકો આ પરોઠા ઓર્ડર કરે છે અને તેની સાથે ફોટો પણ ક્લિક કરે છે. સાથે જ રેસ્ટોરન્ટ માલિકનું જણાવવું છે કે જે લોકો રેસ્ટોરન્ટમાં માસ્ક પહેર્યા વિના આવે છે તેમને અહીંથી ફ્રીમાં માસ્ક આપવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઇ રહ્યા છે આ પરોઠા અને ઢોસા, ખરેખર કારણ છે જાણવા જેવુ"
ટિપ્પણી પોસ્ટ કરો