ઘરમાં તિજોરી હોય તો આ ટિપ્સ હંમેશા ધ્યાનમાં રાખવી, પૈસાનો થશે વરસાદ

તિજોરીની અમુક ખાસ ટિપ્સ, જેનું ધ્યાન રાખવાથી ઘરમાં હંમેશા ટકી રહે છે પૈસા

આજના સમયમાં બધા જ લોકો પૈસા માટે ઘણી મહેનત કરી રહ્યા છે પણ જરૂરી નથી કે દરેકની મહેનત સફળ થાય. જો ખૂબ મહેનત કરવા છતા પણ તમને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો વાસ્તુ શાસ્ત્ર માં તમારી આ પરેશાની સાથે જોડાયેલ કેટલાક ઉપાય પણ બતાવ્યા છે. વાસ્તુ ના નિયમો નુ પાલન કરવાથી ધન સંબધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું, કેટલીક એવી વાતો જે તિજોરી સાથે જોડાયેલી છે. કેટલીક ખાસ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે તિજોરી માં કઈ જગ્યાએ વસ્તુઓ રાખવી.

image source

વાસ્તુશાસ્ત્ર અનુસાર,ધનના દેવતા કુબેરનો વાસ ઉત્તર દિશામાં હોય છે. તેથી ઘરમાં હંમેશા તિજોરીને ઉત્તર દિશામાં મુકવી જોઈએ. જો ઉત્તર દિશા માં તિજોરી મુકવી શક્ય ન હોય તો ઈશાન કે પૂર્વ દિશામાં તિજોરી મુકી શકાય છે.

image source

તિજોરીમાં કુબેર યંત્ર મુકવુ જોઈએ. જેનાથી તમારા વેપાર વ્યવસાય માં સતત ઉન્નતિ થતી રહે. તિજોરી જ્યા સુધી શક્ય હોય તો એવા સ્થાન પર મુકો જ્યા કોઈ સહેલાઈથી તેને જોઈ ન શકે. તિજોરી સાથે સંબંધિત માહિતી ઘરના ખાસ લોકોને જ હોય અન્ય લોકોને નહી.

image source

તિજોરીને ક્યારેય પણ ખાલી ન રાખવી. તેમાં કંઈક ને કંઈક રાખવું જોઈએ. પૂજા ઘરમાં મૂર્તિની નીચે ક્યારેય તિજોરી ન રાખવી જોઈએ. એવું કરવાથી તમે કંગાળ થઈ જશો.

તિજોરી દિવાલ ને સ્પર્શે નહી તે રીતે દિવાલ થી એક ઈંચ દૂર રાખવી. તિજોરી ને સપાટ જમીન પર રાખવી અને તે ઢળેલી ન હોવી જોઈએ. તિજોરીને ચાર પાયા હોવા જરૂરી છે. પાયા વાંકાચૂકા કે ભાંગેલા-તૂટેલા ન હોવા જોઈએ. સ્થિર તિજોરી ધનને પણ સ્થિર રાખે છે.

image source

ઘરની તિજોરીમાં પૈસા ઘરેણા બીજી કિમંતી વસ્તુઓ મુકવામાં આવે છે. તેથી ક્યારેય પણ તિજોરી કે કબાટ પાસે સાવરણી ન મુકવી જોઈએ. આવુ કરવાથી લક્ષ્મીનુ અપમાન સમજવામાં આવે છે. એટલા માટે આ બાબત વિશે ખાસ ધ્યાન માં રાખવું, જેથી તિજોરીમાં હંમેશા માટે પૈસા બની રહે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "ઘરમાં તિજોરી હોય તો આ ટિપ્સ હંમેશા ધ્યાનમાં રાખવી, પૈસાનો થશે વરસાદ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel