જાણો શ્રાવણમાં ભોળેનાથને કયા સરળ ઉપાયોથી કરશો પ્રસન્ન
ભગવાન શિવના અનેક નામ છે. જેમાંથી ૧૦૮ નામનું ખાસ મહત્વ છે. હવે અમે આપને ભગવાન શિવના કેટલાક નામને અર્થ સહિત નામને રજુ કરવા જઈ રહ્યા છીએ. શ્રાવણ માસ, શ્રાવણ માસના સોમવાર, પ્રદોષ, શિવરાત્રિ કે પછી પ્રત્યેક સામાન્ય સોમવારના દિવસે આ નામોનું સ્મરણ કરવાથી ભગવાન શિવની કૃપાદ્રષ્ટિ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે આનાથી સરળ અને અચૂક ઉપાય બીજો કોઈ છે નહી. ચાલો જાણીએ…

-શિવ : કલ્યાણ સ્વરૂપ.
-મહેશ્વર : માયાના અધિશ્વર.
-શંભુ : આનંદ સ્વરૂપ વાળા.
-પીનાકી : પિનાક ધનુષને ધારણ કરનાર.
-શશિશેખર.: માથા પર ચંદ્રમાં ધારણ કરનાર.
-વામદેવ : અત્યંત સુંદર સ્વરૂપ વાળા.
-વિરૂપાક્ષ : વિચિત્ર આંખ વાળા. (શિવને ત્રણ નેત્ર છે.)

-કપર્દી : જટાજુટ ધારણ કરનાર.
-નીલલોહિત : નીલા અને લાલ રંગ વાળા.
-શંકર : બધાનું કલ્યાણ કરનાર.
-શુલપાણી : હાથમાં ત્રિશુલ ધારણ કરનાર.
-ખટવાંગી : ખાટનો એક પાયો રાખનાર.
-વિષ્ણુ વલ્લભ : ભગવાન વિષ્ણુના અતિ પ્રિય.
-શિપિવિષ્ટ : સિતુહામાં પ્રવેશ કરનાર.
-અંબિકા નાથ : દેવી ભગવતીના પતિ.
-શ્રી કુંઠ : સુંદર કંઠ વાળા.

-ભક્ત વત્સલ : ભક્તોને અત્યંત સ્નેહ કરનાર.
-ભવ : સંસારના રૂપમાં પ્રકટ થવા વાળા.
-શર્વ : કષ્ટોને નાશ કરવા વાળા.
-ત્રિલોકેશ : ત્રણે લોકના સ્વામી.
-શિતિકંઠ : સફેદ કંઠ વાળા.
-શિવાપ્રિય : પાર્વતીના પ્રિય.
-ઉગ્ર : અત્યંત ઉગ્ર સ્વરૂપ વાળા.
-કપાલી : કપાલને ધારણ કરનાર.
-કામારી : કામદેવના શત્રુ, અંધકારને હરાવનાર.

-સુરસૂદન : અંધક દૈત્યને મારનાર.
-ગંગાધર : દેવી ગંગાને ધારણ કરનાર.
-લલાટાક્ષ : લલાટમાં આંખ વાળા.
-મહાકાલ : કાળોના પણ કાળ.
-કૃપાનિધિ : કરુણાનો ભંડાર.
-ભીમ : ભયંકર રૂપ વાળા.
-પરશુહસ્ત : હાથમાં ફરસાને ધારણ કરનાર.
-મૃગપાણી : હાથમાં હરણને ધારણ કરનાર.
-જટાધર : જટાને રાખનાર.

-કૈલાશવાસી : કૈલાશના નિવાસી.
-ક્વચી : કવચને ધારણ કરનાર.
-કઠોર : અત્યંત મજબુત દેહ વાળા.
-ત્રિપુરાંતક : ત્રિપુરાસુરનો વધ કરનાર.
-વૃષાંક : બળદના ચિન્હ વાળી ધ્વજવાળા.
-વૃષભારૂઢ : બળદની સવારી કરનાર.
-ભસ્મોદધુલિતવિગ્રહ : આખા શરીર પર ભસ્મ લગાવનાર.
-સામપ્રિય : સામગાનથી પ્રેમ કરનાર.
-સ્વરમયી : સાત સ્વરોમાં નિવાસ કરનાર.
-ત્રયમૂર્તિ : વેદરૂપી વિગ્રહ કરનાર.

-અનીશ્વર : જે પોતે જ બધાના સ્વામી છે.
-સર્વજ્ઞ : બધું જ જાણનાર.
-પરમાત્મા : બધી જ આત્માઓમાં સર્વોચ્ચ.
-સોમસુર્યાગ્નીલોચન : ચંદ્ર, સૂર્ય અને અગ્નિ રૂપી આંખો વાળા.
-હવિ : આહુતિ રૂપી દ્રવ્ય વાળા.
-યજ્ઞમય : યજ્ઞ સ્વરૂપ વાળા.
-સોમ : ઉમા સહિત રૂપ વાળા.
-પંચવક્ત્ર : પાંચ મુખ વાળા.
-સદાશિવ : નિત્ય કલ્યાણ રૂપ વાળા.
-વિશ્વેશ્વર : આખા વિશ્વના ઈશ્વર.
-વીરભદ્ર : વીર હોવા છતાં પણ શાંત સ્વરૂપ વાળા.

-ગણનાથ : ગણોના સ્વામી.
-પ્રજાપતિ : પ્રજાઓનું પાલન કરનાર.
-હિરણ્યરેતા : સ્વર્ણ તેજ વાળા.
-દુધુર્ષ : કોઈનાથી નહી દબાવનાર.
-ગિરીશ : પર્વતોના સ્વામી.
-ગિરિશ્વર : કૈલાશ પર્વત પર આરામ કરનાર.
-અનધ : પાપરહિત.
-ભુજંગભૂષણ : સાપોના આભુષણ ધારણ કરનાર.
-ભર્ગ : પાપોને ભૂંજી દેનાર.
-ગિરિધન્વા : મેરુ પર્વતને ધનુષ બનાવનાર.
-ગિરિપ્રિય : પર્વત પ્રેમી.
-કૃત્તિવાસા : ગજચર્મ પહેરનાર.
-પુરારાતિ : પુરોના નાશ કરનાર.
-ભગવાન : સર્વ સમર્થ ઐશ્વર્ય સંપન્ન.

-પ્રમથાધિપ : પ્રમથ ગણોના અધિપતિ.
-મૃત્યુંજય : મૃત્યુને જીતનાર.
-સુક્ષ્મતનુ : સુક્ષ્મ શરીર વાળા.
-જગવ્દ્યાપી : જગતમાં વ્યાપ્ત થઈને રહેનાર.
-જગદગુરુ : જગતના ગુરુ.
-વ્યોમકેશ : આકાશ રૂપી વાળ વાળા.
-મહાસેનજનક : કાર્તિકેયના પિતા.
-ચારુવિક્રમ : સુંદર પરાક્રમ વાળા.
-રૂદ્ર : ભયાનક
-ભૂતપતિ : ભૂતપ્રેત કે પછી પંચભૂતોના સ્વામી.

-સ્થાણું : સ્પંદન રહિત કુટ્સ્થ રૂપ વાળા.
-અહિબુર્ધ્ય : કુંડલિનીને ધારણ કરનાર.
-દિગંબર : નગ્ન, આકાશ રૂપી વસ્ત્ર વાળા.
-અષ્ટમૂર્તિ : આઠ રૂપ વાળા.
-અનેકાત્મા : અનેક રૂપને ધારણ કરનાર.
-સાત્વિક : સત્વ ગુણ વાળા.
-શુદ્ધવિગ્રહ : શુદ્ધ મૂર્તિ વાળા.
-શાશ્વત : નિત્ય રહેનાર
-ખંડપરશુ : તૂટી ગયેલ ફરસાને ધારણ કરનાર.
-અજ : જન્મ રહિત
-પાશવિમોચન : બંધન માંથી છોડાવનાર.
-મૃડ : સુખ સ્વરૂપ વાળા.
-પશુપતિ : પશુઓના સ્વામી.
-દેવ : સ્વયં પ્રકાશ રૂપ.
-મહાદેવ : દેવોના પણ દેવ.
-અવ્યય : ખર્ચ થઈ જવા પર પણ ના ખૂટી જાય એવું.
-હરિ : વિષ્ણુ સ્વરૂપ
-પૂષદંતભિત : પૂષાના દાંતને ઉખાડનાર.

-અવ્યગ્ર : ક્યારેય પણ વ્યથિત નહી થનાર.
-દ્ક્ષાધ્વરહર : દક્ષના યજ્ઞને નાશ કરનાર.
-હર : પાપો અને તાપોને હરનાર.
-ભગનેત્રભીદ : ભગ દેવતાની આંખોને ફોડનાર.
-અવ્યક્ત : ઇન્દ્રિયોને સામે પ્રકટ નહી થવા દેનાર.
-સહત્રાક્ષ : હજાર આંખો વાળા.

-સહસ્ત્રપાદ : હજાર પગ વાળા.
-અપવર્ગપ્રદ : કૈવલ્ય મોક્ષ આપવા વાળા.
-અંનત : દેશકાલવસ્તુ રૂપી પરિછેદથી રહિત.
-તારક : બધાને તારવા વાળા.
-પરમેશ્વર : સૌથી પરમ ઈશ્વર.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જાણો શ્રાવણમાં ભોળેનાથને કયા સરળ ઉપાયોથી કરશો પ્રસન્ન"
ટિપ્પણી પોસ્ટ કરો