આ બાઇક યુવાનોનું બની રહ્યું છે હોટ ફેવરિટ, જે દોડી શકે છે સૌથી ઝડપી
આજના ભાગદોડ ભરેલ જીવનમાં મોટાભાગના યુવાનોને ઝડપથી બાઈક ચલાવવાનો શોખ ધરાવે છે. આજના સમયમાં બાઈક રેસિંગ કરવી એ દરેક યુવાનનું સપનું હોય છે અને તેના માટે યુવાનો પોતાની પાસે સારામાં સારી બાઈક લેવાનું પસંદ કરે છે. ઉપરાંત યુવાનો પોતાની બાઈકને ઘણી સારી રીતે સાચવે પણ છે.
ત્યારે જ કેટલાક યુવાનો માટે પોતાની બાઈક જીવ કરતા પણ વ્હાલી હોય છે. આજે અમે આપને આખી દુનિયાની સૌથી ઝડપથી ચાલી શકે તેવી બાઈકસ વિષે જાણકારી આપવાના છીએ. દુનિયાની પાંચ એવી સૌથી શ્રેષ્ઠ બાઈક્સમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. ચાલો જાણીએ દુનિયાની આ સર્વ શ્રેષ્ઠ બાઈક્સ વિષે કેટલીક મહત્વની જાણકારીઓ..
ડોઝ ટોમાહોક (Doz Tomahawk) :

ડોઝ ટોમાહોક દુનિયાની સૌથી ઝડપથી ચાલતી બાઈક છે. આ બાઈકમાં ૧૦ સિલેન્ડર વાળા વી ટાઈપ એંજીન છે જો કે ૫૬૦૦ આરપીએમ પર ૫૦૦ એચપીનો પાવર જનરેટ કરે છે. ડોઝ ટોમાહોક બાઈકની ઝડપ ૫૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચલાવી શકાય છે.
સુઝુકી હાયાબુસા (Suzuki Hayabusa) :

સુઝુકી હાયાબુસા દુનિયાની બીજા નંબરની સૌથી ઝડપથી દોડી શકનાર બાઈક છે. આ બાઈકમાં એલ- ટ્વિન સિલેન્ડર એંજીન છે જો કે ૬૭૫૦ આરપીએમ પર ૧૯૭ એચપી જેટલો પાવર જનરેટ કરે છે. સુઝુકી હાયાબુસા બાઈક ૩૯૭ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સ્પીડથી દોડી શકે છે.
ટર્બાઈન સુપર બાઈક વાઈ 2 કે :

ટર્બાઈન સુપર બાઈક વાઈ 2 કે (MTT Turbine Super Bike Y2K) બાઈક દુનિયાની ત્રીજા નંબરની સૌથી ઝડપથી દોડી શકે તેવી બાઈક છે. ટર્બાઈન સુપર બાઈક વાઈ 2કે બાઈકમાં રોલ્સ રોયસ ૨૫૦- C20 ટર્બો સોફ્ટ એંજીન છે જો કે આ એંજીન ૫૨૦૦૦ આરપીએમ પર ૩૨૦ એચપીની પાવર જનરેટ કરે છે. આ બાઈક ૩૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે.
ડુકાટી 1098S (Ducati 1098S) :

ડુકાટી 1098S માં એલ- ટ્વિન સિલેન્ડર લિક્વિડ કૂલ્ડ એંજીન આપવામાં આવ્યું છે જો કે ૧૬૦ એચપીની પાવર અને ૯૦.૪ એલબીનો ટાર્ક જનરેટ કરે છે. ડુકાટી 1098S બાઈકની મહત્તમ ઝડપ ૨૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે.
અપ્રીલિયા આરએસવી 1000 :

આર મિલે (Aprilia RSV 1000R Mile) અપ્રીલિયા આરએસવી 1000 આર મિલેમાં ૯૯૮ સીસીનું ૬૦ ડીગ્રી વી ટ્વિન એંજીન આપવામાં આવે છે જો કે ૧૦૦૦૦ આરપીએમ પર ૧૪૩. ૦૯ પીએસની પાવર જનરેટ કરે છે આ બાઈક ૨૮૧ કિલોમીટરની પ્રતિ કલાકની મહત્તમ ઝડપથી દોડી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ બાઇક યુવાનોનું બની રહ્યું છે હોટ ફેવરિટ, જે દોડી શકે છે સૌથી ઝડપી"
ટિપ્પણી પોસ્ટ કરો