માત્ર પ્રોપર્ટી મેનેજ કરવાના મળે છે અઢળક રૂપિયા, જાણો ક્યાં તમે આ કેરિયર બનાવી શકો છો
કેરિયરની વાત આવે એટલે લોકોને સૌ પ્રથમ તો ડોક્ટર, એન્જિનિયર્સ, લોયર્સ, પાયલટ, એક્ટિંગ વિગેરે પ્રોફેશનનો જ વિચાર આવતો હોય છે. પણ દુનિયામાં આ ઉપરાંત પણ ઘણા બધા કેરિયર ઓપ્શન ઉપલબ્ધ છે. જો કે તેમાંના કેટલાક વિકલ્પો ખાસ જગ્યાઓ માટે જ ઉપલબ્ધ હોય છે. જેમ કે આજે અમે તમને એક એવી અનોખી કેરિયરની વાત કરીશું જેની ભારતમાં ઓછી ડીમાન્ડ છે પણ ધનાડ્ય દેશો તેમજ મેટ્રો શહેરો જેવી જગ્યાઓ પર ખૂબ ડીમાન્ડ હોય છે.
આ કેરિયર છે પ્રોપર્ટી મેનેજમેન્ટની. યુએસએ જેવા ધનાડ્ય દેશોમાં આ પ્રકારનું કામ કરનારા લોકોની માંગ ખૂબ વધારે છે. કારણ કે અહીં લોકો પ્રોપર્ટીમાં ખૂબ ઇનવેસ્ટ કરે છે છે. અને તેમની પાસે પોતાની પ્રોપર્ટી મેનેજ કરવાની સૂજ નથી હોતી અથવા તો સમય નથી હોતો માટે તેઓ એવા લોકોને આ કામ સોંપે છે જે પ્રોપર્ટી સાંચવવામાં નિષ્ણાત હોય છે. જેના માટે પ્રોપર્ટી મેનેજરને તગડી રકમ પણ ચૂકવવામાં આવે છે.
જીવનમાં આગળ વધવા માટે તમારા સંપર્કો તમારી ખૂબ મદદ કરે છે. તેવી જ રીતે જો તમે ધનીક લોકોના સંપર્કમાં સતત રહેશો તો તમે તમારે ઉપયોગી એવા ઘણા બધા લોકોના સંપર્કમાં આવો છો. આ લોકો ખૂબજ ધનિક હોય છે તેઓ એક નહીં પણ અનેક પ્રોપર્ટી સમગ્ર દેશમાં ધરાવતા હોય છે અને તેને મેનેજ કરવા માટે તેમને એક પ્રોફેશનલની જરૂર પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ પ્રોપર્ટી મેનેજરની વાર્ષિક આવક 3.96 લાખ ડોલર સુધીની હોય છે એટલે કે તેને ભારતીય રૂપિયામાં ફેરવવા જઈએ તો 3 કરોડ રૂપિયા સુધીનું તેમને વળતર મળે છે.
અમેરિકામાં ફેમિલિ ઓફિસની એક પ્રથા છે ખાસ કરીને જે લોકો અત્યંત ધનિક હોય છે તેઓ આ પ્રકારની પોતાના ફેમિલિને લગતી બાબતો, તેમની પ્રોપર્ટીઓ વિગેરેને મેનેજ કરવા માટે એક ઓફિસ રાખતા હોય છે જેને ફેમિલિ ઓફિસ કહે છે. એક અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં હાલ 10000 કરતાં પણ વધારે સિંગલ ફેમિલિ ઓફિસ છે. જેમાંની અરધો અરધ ઓફિસ છેલ્લા 20 વર્ષમાં શરૂ થઈ છે.
ફેમિલિ ઓફિસમાં કામ કરતી વ્યક્તિ વિશ્વાસુ હોવી જોઈએ. આ પ્રકારની ઓફિસમાં કામ કરવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત બની જાય છે. તમારે અહીં તમારી પ્રામાણિકતાથી કામ કરવાનું રહે છે, આ ધનિક કુટુંબના પૈસા, તેમના રોકાણો તેમજ તેમની સંપત્તિનું વ્યવસ્થાપન એક પ્રોપર્ટી મેનેજરે સંભાળવાનું હોય છે.
ફેમિલિ ઓફિસ શું છે ?
એક ફેમિલિ ઓફીસ એક ખાનગી કંપની છે જે એક અત્યંત ધનવાન કુટુંબના રોકાણો તેમજ તેમની કંપનીનું મેનેજમેન્ટ કરે છે, સામાન્ય રીતે 100 મિલિયન અમેરિકન ડોલરની સંપત્તિ ધરાવતા કુટુંબો આ પ્રકારની ઓફિસ ધરાવતા હોય જેમનો આ ઓફિસનો ઉદ્દેશ આવનારી પેઢી સુધી તેમની સંપત્તિને વધારીને પોહંચાડવાનો હોય છે.
એવું નથી કે ફેમિલિ ઓફિસ માત્ર તેમની સંપત્તિઓનું જ મેનેજમેન્ટ કરે પણ તે ઉપરાંત તેઓ તેમના ઘરના સ્ટાફને, તેમજ તેમના પ્રવાસોની વ્યવસ્થાને, તેમના રોજબરોજના ખર્ચાને, તેમજ પેરોલ એક્ટિવિટિઝ, મેનેજમેન્ટ તેમજ લિગલ અફેર્સ તેમજ ફેમિલિ મેનેજમેન્ટ સર્વિસનો પણ ખ્યાલ રાખે છે.
તમને જણાવી દઈએ કે એક આંકડા પ્રમાણે વિશ્વમાં 500 ફેમિલિ અત્યંત ધનવાન છે જેમાંના 25 ટકા માત્ર અમેરિકામાં જ રહે છે. અને અમેરિકાની 6 ટકા ફેમિલિ ઓફિસ પાસે 500 કરોડ ડોલર કરતાં પણ વધારે સંપત્તિ છે. જો કે હાલ કોરોના વયારસની મહામારીના કારણે ફેમિલિ ઓફિસ હાયરિંગમાં 80 ટકા જેટલો નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે સમગ્ર વિશ્વના માર્કેટ તેમજ ધંધારોજગાર પર કોરોનાની મહામારીની માઠી અસર થઈ છે. અને સ્વાભાવિક પણે ધનિક પરિવારો પર પણ તેની અસર થવાની જ. જો કે એવી પણ ધારણા બાંધવામા આવી રહી છે કે જુલાઈ મહિના બાદ તેમાં ધીમે ધીમે સુધારો જોવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "માત્ર પ્રોપર્ટી મેનેજ કરવાના મળે છે અઢળક રૂપિયા, જાણો ક્યાં તમે આ કેરિયર બનાવી શકો છો"
ટિપ્પણી પોસ્ટ કરો