Coronavirus: જાણો મલાઈકા અરોરા કયા ઘરગથ્થુ ઉપચારોથી વધારે છે પોતાની ઇમ્યુનીટી
ફેશન અને ફીટનેસ માટે સૌથી વધારે સમાચારમાં રહેતા સેલેબ્રીટીઝમાં મલાઈકા અરોરાનુ પણ નામ ટોપ પર છે. ફેશન સેન્સ અને ફિટનેસને લઈને તેણી પોતાના ફોટો સોશિયલ મિડિયા પર અવારનવાર શેર કરતી રહેતી હોય છે. તેણી હેલ્ધી રહેવા માટેની ટીપ્સ પણ પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેણીની ઉંમર હાલ 45 વર્ષની થઈ ગઈ છે, પણ ફિટનેસ અને સૌંદર્યમાં કોઈ નવી સેલેબ્રિટીને પણ ટક્કર મારે તેવી છે.

કોરોનાના સંક્રમમણ વચ્ચે તેણીએ ઇમ્યૂનિટિ વધારવા માટેનો એક ઘરગથ્થુ ઉપાય બતાવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે કોરના વાયરસથી બચવાનો હાલ એક માત્ર ઉપાય તમારી રોગપ્રતિકારક શક્તિ છે. તેવામાં દરેક વ્યક્તિ પોતાની ઇમ્યુનિટિ વધારવા માટે ઘરેલુ નુસખાની શોધમાં રહે છે. મલાઈકા અરોરાએ આવો જ એક ઘરગથ્થુ ઉપચાર બતાવ્યો છે.

બોલીવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણી ઇમ્યૂનિટિ બૂસ્ટર વિષે જણાવી રહી છે. મલાઈકાએ આ વિડિયો શેર કરતા લખ્યું છે, ‘આ એક ઘરગથ્થુ નુસખો અસરકારક અને મેડ ઇન ઇન્ડિયા છે. આ વર્ષો જુનો છે અને ટેસ્ટેડ હોમમેડ ઇમ્યુનીટી બુસ્ટર છે. આંબળા, ફ્રેશ ઓર્ગેનિક હળદર અને આદુની સાથે તેમાં એપ્પલ વિનેગર અને થોડું મર્ચુ પણ મિક્સ કરવામાં આવ્યું છે.’
મલાઈકાએ લખ્યું છે, ‘સારા પરિણામ માટે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું એપ્પલ સિડર વિનેગર પ્યોર હોય. આ બધી જ વસ્તુઓ મિક્સ કરીને તેનું સેવન કરો. આ સમય કોવિડ-19ના નામે અચાનક કેટલીએ પ્રકારના ઇમ્યૂનિટિ બૂસ્ટર ઉપલબ્ધ થવા લાગ્યા છે. તેવામાં હોમ મેડ રીતને અપનાવો જે ઓર્ગેનિક છે અને જલદી તૈયાર પણ થઈ જાય છે અને સાથે સાથે ઉત્તમ પરિણામ પણ આપે છે.’

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામા આવેલા આ વિડિયોમાં મલાઈકા અરોરા જણાવી રહી છે, ‘આપણે બધાએ આપણું ધ્યાન રાખવું જોઈએ અને ઘરમાં સેફ અને હેલ્ધી રહેવું જોઈએ. થોડા દિવસ પહેલાં આપણને એ જાણવા મળ્યું હતું કે લોકડાઉન હવે ખુલી ગયું છે. તેનો અર્થએ નથી કે આપણે બહાર જઈને કંઈ પણ કરી શકીએ છીએ. આપણે હવે વધારે સુરક્ષિત રહેવાની જરૂર છે અને નિયમોનું પાલન કરવાની જરૂર છે. જ્યારે વધારે જરૂર હોય ત્યારે જ બહાર જવું નહીંતર ઘરમાં જ રેહવું જોઈએ, સ્વસ્થ રહેવું અને સુરક્ષિત રહેવું.’

મલાઈકા આગળ જણાવે છે, ‘સૌથી મહત્ત્વની વાત એ છે કે બધાએ પોતાની ઇમ્યુનિટિ પર ધ્યાન આપવાનું છે. ઇમ્યુન સિસ્ટમને સ્વસ્થ રાખવાની ખૂબ જ આવશ્યકતા છે. દરેક વ્યક્તિના શરીરમાં પોતાની ઇમ્યુનિટિ બનાવી રાખવાની અલગ અલગ રીત હોય છે. પણ ઉકાળો, ગરમ પાણી, હળદર, આંબળા, આદુ, ગિલોયથી ઇમ્યુનિટિ વધારી શકાય છે.’
કેવી રીતે બનાવવું ઇમ્યુનિટી બૂસ્ટર

મલઈકાએ જણાવ્યું તેણી રોજ સવારે આંબળા, અને આદુના ટુકડા, કાચી હળદર, કાળા મરી લઈને તેને એક સાથે મિક્સ કરીને વાટી નાખે છે અને ત્યાર બાદ તેને એક ગ્લાસમાં ચારણીથી ચાળી લે છે. ત્યાર બાદ તેમાં તે પાણી, એપ્પલ સાઇડર વિનેગર અને ગિલોયનો જ્યૂસ ભેળવે છે. સવારનો ડોઝ તૈયાર થઈ જાય છે. આ વિટામિન સીથી ભરપૂર હોય છે જે ઇમ્યુનિટિ બૂસ્ટ કરે છે. તેણી જણાવે છે કે તમારે પણ તેને જરૂરથી અજમાવવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "Coronavirus: જાણો મલાઈકા અરોરા કયા ઘરગથ્થુ ઉપચારોથી વધારે છે પોતાની ઇમ્યુનીટી"
ટિપ્પણી પોસ્ટ કરો