એવી બોલીવુડની ફિલ્મો જેને નસીબ થયું થીયેટર્સ,માહિતીને કારણે મુકાયો પ્રતિબંધ

ઈરાનના ડાયરેક્ટર માજીદ મજીદીની ફિલ્મ મોહમ્મદ : દ મેસેન્જર ઓફ ગોડ ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૦૧૫ માં રિલીજ થઇ હતી. પણ ભારતમાં એના પર પ્રતિબંધ મુકાયો હતો. હવે ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીજ કરવાની તૈયારી છે જેના પર મહારાષ્ટ્રના હોમ મીનીસ્ટરનું કહેવું છે કે એનાથી એક સમુદાયની ભાવનાને ઠેસ પહોચી શકે છે. પણ એવું પહેલી વાર નથી જયારે દેશમાં ફિલ્મો પર પ્રતિબંધ લગાવાયો હોય.

અનફ્રીડમ


રાજ અમિત કુમારે વર્ષ ૨૦૧૫ માં ફિલ્મ અનફ્રીડમ નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં હોમોશેક્શુએલીટી જેવા મુદ્દા પર વાત કરાઈ છે. ફિલ્મમાં આદીલ હુસેન અને વિકટર બેનર્જી જેવા કલાકારોએ પણ મુખ્ય ભૂમિકા કરી છે. ફિલ્મ પોતાના બોલ્ડ અને વિવાદિત મુદ્દાને કારણે પ્રતિબંધિત કરી દેવાઈ હતી.

પાંચ


અનુરાગ કશ્યપની પહેલી ફિલ્મ વર્ષ ૧૯૯૯ માં બનીને તૈયાર થઇ હતી. આ ફિલ્મમાં કે કે મેનને મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં હિંસા, ડ્રગ્સ અને રોક એન્ડ રોલ કલ્ચરની ભરમાર હતી જેના કારણે સેન્સર બોર્ડે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે, આ ફિલ્મ લોકોએ ડાઉનલોડ કરીને અને યુટ્યુબ પર ખુબ જ દેખી એઅને એ ફિલ્મ આજે પણ કલ્ટ ક્લાસિક ફિલ્મોમાં શામેલ છે.

બૈડીટ ક્વીન


વર્ષ ૧૯૯૪ માં બનીને તૈયાર થયેલ આ ફિલ્મ ફૂલન દેવીના જીવન પર બની હતી. આ ફિલ્મને ન્યુડ સીન્સ અને ભાષાને કારણે ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મની માહિતીને લઈને ખુદ ફૂલન દેવીએ પણ સવાલ ઉઠાવ્યા હતા, આ ફિલ્મ શેખર કપૂરે ડાયરેક્ટ કરી હતી, અને ફિલ્મમાં તીમ્માંસું ધુલિયા જેવા ડાયરેકટર પણ કૃ નો હિસ્સો હતા. ફિલ્મમાં મનોજ બાજપેયીએ પણ પોતાનું ડેબ્યુ કર્યું હતું.આ ફિલ્મ ભારતમાં બેન થઇ હતી પણ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ અને એડીનબર્ગ ફિલ્મ ફેસ્ટીવલમાં રિલીજ થઇ હતી.

ઉર્ફ પ્રોફેસર


પંકજ આડવાણીની બ્લેક કોમેડી ફિલ્મ ઉર્ફ પ્રોફેસર પણ પોતાના બોલ્ડ સીન્સ અને ભાષાને કારણે સેન્સર બોર્ડ દ્વારા બેન કરી દેવામાં આવી હતી. આ ફિલ્મમાં મનોજ પાહવા , અંતરા માલી,શરમન જોશી અને યશપાલ શર્મા જેવા કલાકારો જોવા મળ્યા હતા.

હવા આને દે


પાર્થો સેનગુપ્તાની ફિલ્મ ‘હવા આને દે’ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા ટેન્શનને દેખાડવામાં આવ્યું હતું. સેન્સર બોર્ડે આ ફિલ્મમાં એટલા બધા કટ્સ લગાવવા માટે કહ્યું હતું કે ફિલ્મની લંબાઈ માત્ર ૨૦ મીનીટની જ રહી ગઈ હતી. એ પછી ફિલ્મના નિર્દેશકે સેન્સર બોર્ડની વાત માનવાની નાં પાડી દીધી હતી, અને આ ફિલ્મને ક્યારેય થીયેટર્સ નસીબ ના થયું.

ડેઝડ ઇન ડૂન


દહેરાદુનના પ્રતિષ્ઠિત ડૂન સ્કુલમાં એક વિદ્યાર્થીની લાઈફને દેખાડતી આ ફિલ્મને બેન કરી દેવાઈ હતી, કારણકે આ સ્કુલના આધિકારીઓનું કહેવું હતું કે આ ફિલ્મ દ્વારા સ્કુલની પ્રતિષ્ઠાને નુકસાન પહોચવાની કોશિશ કરાઈ રહી છે. આ ફિલ્મ અશ્વિન કુમારે ડાયરેક્ટ કરી હતી.

ઇન્શાલ્લાહ ફૂટબોલ


વર્ષ ૨૦૧૦ માં રિલીજ માટે તૈયાર થયેલ આ કહાની એક યંગ કશ્મીરી ફૂટબોલરની છે જે બ્રાજીલ જઈને ફૂટબોલ રમવા ઈચ્છે છે અને પોતાના પાસપોર્ટ માટે બે વર્ષ રાહ જોવે છે, પણ પિતાના પૂર્વ મિલીટેન્ટ હોવાને કારણે આ ફિલ્મ પર સેન્સર બોર્ડે પ્રતિબંધ લગાવી દીધો હતો. એ પછી ફિલ્મના ડાયરેક્ટરે આ ફિલ્મનું ખાનગીમાં લોકો વછે સ્ક્રીનીગ કરવાનું શરુ કર્યું હતું અને પાસવર્ડ પ્રોટેક્ટેડ પ્રિન્ટ સાથે ઓનલાઈન રિલીજ કરી હતી. જ્યાં સેન્સર બોર્ડે આ ફિલ્મ પર બેન લગાવી દીધો હતો, ત્યાં આ ફિલ્મને સોશ્યલ મુદ્દા પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મો માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

0 Response to "એવી બોલીવુડની ફિલ્મો જેને નસીબ થયું થીયેટર્સ,માહિતીને કારણે મુકાયો પ્રતિબંધ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel