અમિતાભને પતિની જેમ પ્રેમ કરે છે આ વ્યક્તિ, ૧૪ વર્ષોથી રાખી રહ્યો છે કરવાચૌથનું વ્રત
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આ સમયે કોરોના વાયરસથી લડી રહ્યા છે. એવામાં દેશભરથી એમના માટે પ્રાર્થનાઓ અને દુઆઓ થઇ રહ્યા છે. મહાનાયક અમિતાભ બચ્ચન માટે લોકોનો એક ઊંડો લગાવ છે,અને દેશભરમાં એના ફેંસ છે. એવામાં જયારે પણ અમિતાભની તબિયત ખરાબ થાય છે, આખા દેશમાં એના ફેંસ જગ્યા જગ્યાએ ભેગા થઈને એમના માટે ભગવાનને પ્રાર્થના શરુ કરી દે છે. અત્યારે પણ કાંઈક એવું જ જોવા મળી રહ્યું છે,જ્યારથી અમિતાભ કોરોના પોઝીટીવ આવ્યા છે, ત્યારથી ફેંસ એની સલામતી માટે દુઆ કરી રહ્યા છે.
ગોવર્ધન ભોજ્વાની છે બીગ બી ના જબરા ફેન
આ બધાની વચ્ચે ઉત્તરપ્રદેશના બરેલીનો એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. વાત એવી છે કે બરેલીના રહેવાસી ગોવર્ધન ભોજ્વાની, જેની શકલ હુબહુ અમિતાભ સાથે મળતી આવે છે. એ અમિતાભ બચ્ચનના જબરા ફેન છે,એટલે સુધી કે તેઓ બરેલીના બચ્ચન પણ કહેવાય છે. મળેલી માહિતી મુજબ, ગોવર્ધન ભોજ્વાની છેલ્લા ૧૪ વર્ષોથ બિગબી ની લાંબી ઉમર માટે કરવાચૌથનું વ્રત કરે છે અને કરવાચૌથની રાત્રે અમિતાભની તસ્વીર જોઇને જ પોતાનું વ્રત ખોલે છે.

કોરોના પોજીટીવ આવ્યા પછી સતત કરી રહ્યા છે દુઆઓ
બરેલીના ગોવર્ધન ભોજ્વાનીને જયારે પૂછવામાં આવ્યું તો બિગબી માટે કરવાચૌથનું વ્રત કેમ કરે છે? એના માટે ભોજવાનીએ જવાબ આપ્યો કે અમિતાભ બચ્ચન એમના માટે પ્રેરણા સમાન છે. એટલે એ બિગબીની લાંબી આયુ ઈચ્છે છે. હાલમાંજ ગોવર્ધનને ખબર પડી કે કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા છે. એ પછી ગોવર્ધન ઘણા ચિંતિત છે અને એ અમિતાભ માટે સતત પૂજાપાઠ કરી રહ્યા છે.
યાદ કરાવી દઈએ કે છેલ્લા દિવસોમાં અમિતાભ બચ્ચન સહીત એના પરિવારને કોરોનાએ પોતાની ચપેટમાં લઇ લીધા છે. એમનો ઈલાજ મુંબઈના નાણાવટી હોસ્પીટલમાં ચાલી રહ્યો છે. બચ્ચન પરીવારના કોરોના પોઝીટીવ આવ્યા પછી એમના માટે દેશભરમાં દુઆઓ થઇ રહી છે.કેટલાક ફેંસ તો અમિતાભના જલ્દી ઠીક થવા માટે મંદિરોમાં પૂજા કાર્યક્રમ પણ કરી રહ્યા છે.
અમિતાભે ફેન્સને આપી આવી સલાહ ….
જાણકારી મુજબ.અમિતાભ બચ્ચન સહીત એમના પરિવારની હાલત અત્યારે સ્થિર છે. અમિતાભ ખુદ પોતાના ટ્વીટર એકાઉન્ટથી ફેન્સને પોતાના સ્વાસ્થ્યની જાણકારી આપી રહ્યા છે. હાલમાં જ એમણે એક ટ્વીટ દ્વારા ફેન્સને સારી સલાહ આપી છે.
T 3595 –
*ईर्ष्यी घृणी त्वसंतुष्ट: क्रोधनो नित्यशड्कितः।*
*परभाग्योपजीवी च षडेते दुखभागिनः।।*सभी से ईर्ष्या, घृणा करने वाले, असंतोषी, क्रोधी, सदा संदेह करने वाले और पराये आसरे जीने वाले ये छः प्रकार के मनुष्य हमेशा दुखी रहते हैं। अतः यथा संभव इन प्रवृत्तियों से बचना चाहिए।
— Amitabh Bachchan (@SrBachchan) July 15, 2020
ईर्ष्यी घृणी त्वसंतुष्ट: क्रोधनो नित्यशड्कितः। परभाग्योपजीवी च षडेते दुखभागिनः।। એનો અર્થ છે કે, ઈર્ષ્યાળુ ,ધ્રુણા કરતા, અસંતોષી, ક્રોધી, સંદેહ કરતા અને બીજાના સહારે જીવતા લોકો હમેશા દુઃખી રહે છે. એવા લોકોથી હમેશા દુર રહેવું જોઈએ.
0 Response to "અમિતાભને પતિની જેમ પ્રેમ કરે છે આ વ્યક્તિ, ૧૪ વર્ષોથી રાખી રહ્યો છે કરવાચૌથનું વ્રત"
ટિપ્પણી પોસ્ટ કરો