Homemade ચોકલેટ – બહાર જેવી જ ચોકલેટ હવે ઘરે પણ બનાવી શકશો, શીખો વિગતે…

Homemade ચોકલેટ 

સામગ્રી :

  • – 3/4 કપ કોકો પાવડર
  • – 1/3 કપ મિલ્ક પાવડર
  • – 1 કપ આઈસીંગ સુગર અથવા પાવડર sugar
  • – 3/4 કપ નારિયેળનું તેલ ઓગાળેલું (Oderless oil ) પણ ચાલે

બનાવવાની રીત:

1.. સૌપ્રથમ એક strainer ચારણી માં દળેલી ખાંડ મિલ્ક પાવડર કોકો પાવડર ને ચાળી લો..

2.. હવે બીજી તરફ એક તપેલી માં પાણી ઉકળવા માટે મૂકી દો ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો તેના ઉપર એક જાડો વાટકો મૂકી તેમાં નારિયેળનું તેલ ઉમેરો તેમાં થોડું-થોડું કરીને ચાળીને રાખેલું મિશ્રણ થોડું થોડું કરીને ઉમેરો અને હલાવતા રહો ધ્યાન રાખો કે તેમાં ગઠ્ઠા ના પડે..

3.. બધું મિશ્રણ મિક્સ થઈ જાય એટલે તેને નીચે ઉતારી લો ધ્યાન રાખો કે તેમાં બિલકુલ પાણી પડે નહીં તમે જે વાસણનો ઉપયોગ કરો તો એ બિલકુલ કોરા હોવા જોઈએ

4.. આ મિશ્રણને આપણે ખાલી મિક્સ કરવા માટે ગરમ પાણી ઉપર મુક્યું હતું જેથી તેમાં ગઠ્ઠા પડે નહીં..

5.. હવે તમારી પાસે ચોકલેટ મોલ્ડ હોય તેમાં આ ચોકલેટ ભરી લો mould પર એક્સ્ટ્રા ચોકલેટ લાગી હોય તો તેના પેપર નેપકીનથી સાફ કરી લો હવે આ mould ને ૩ થી ૪ કલાક માટે ફ્રીઝ માં મૂકી દો ત્યારબાદ તેને mould માંથી કાઢી બાળકોને આપો

6.. આ ચોકલેટ ને જ્યારે મોલ્ડ માં ભરીએ ત્યારે તમે એમાં ડ્રાયફ્રુટ ઝીણા સમારેલા ઉમેરી શકો છો …

7.. તમારી પાસે ચોકલેટ મોલ્ડ ના હોય તો જાડા પ્લાસ્ટિક પેપર ઉપર પાથરી અડધો કલાક માટે ફ્રિજમાં મૂકી બહાર કાઢીને તેને કટ આપી દો પછી ફરીથી તેને બે કલાક માટે ફ્રીઝ કરી લો…વેફર ચોકલેટ બનાવ માટે વેફર બિસ્કિટ લાવી ને ચોકલેટ કોટ કરીને ફ્રીઝ કરી દેશો તો બહાર જેવી perk રેડી થસે ..

નોંધ :

– ચોકલેટ ની સાથે નારીયલ તેલ ની ફ્લેવર બેસી જાય છે તો ક્યારની આવે કે તમે તેલ વાપર્યું છે અથવા તો તમારી પાસે સુગંધ વગરનું કોઈ તેલ હોય તે તમે વાપરી શકો છો..

– અને જ્યારે સાદું તેલ જામી જતું નથી અને નારિયેલ તેલ જામી જાય છે તેથી નારિયેળ તેલમાં ચોકલેટ બનાવશો તો તે જલ્દી ઓગળ સે નહી…

– કુકિંગ કોકોનટ ઓઇલ ઈઝીલી અવેલેબલ છે..


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

0 Response to "Homemade ચોકલેટ – બહાર જેવી જ ચોકલેટ હવે ઘરે પણ બનાવી શકશો, શીખો વિગતે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel