PHDની ડીગ્રી ધરાવતી મહિલા વેચી રહી હતી શાકભાજી, નગર નિગમના અધિકારીઓ લારીઓ હટાવવા આવ્યા તો ઈંગ્લીશમાં લગાવી ક્લાસ
લોકડાઉનને કારણે કરોડો લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ઇન્દોર ની એક શાકભાજી વિક્રેતાનો વિડીયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઇન્દોરની રહેવાસી રાયસા અન્સારીની કહાની પણ આ જ વાત રજુ કરે છે. રાયસા તેના પિતાની ફળની દુકાનમાં કામ કરે છે. પરંતુ લોકડાઉનને કારણે તેમને નુકશાન થઇ રહ્યું છે અને કોઈ બજારમાં આવીને ફળોની ખરીદી કરી રહ્યું નથી.
image source
આ યુવતિએ નગર નિગમના અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ શાકભાજી વેચવાવાળાઓને પરેશાન કરી રહ્યા છે. આ યુવતિએ ઇન્દોરની અહિલ્યા વિશ્વિદ્યાલયમાંથી પીએચડી કર્યું છે આ યુવતિનું નામ છે ડો. રઈસા અંસારી છે. તેણીએ પ્રશાસનની કામગીરી પર પ્રશ્ન ઉભો કર્યો છે તેણીએ પોતાનો રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે લોકો શું કરીએ પ્રધાનમંત્રી કે કલેક્ટરના ઘરે જઈને મરી જઈએ કે નગર નિગમના ગળે પડીએ અને અધિકારીઓ તેમની વાત પણ સાંભળતા નથી.
image source
નગર નિગમ દ્વારા શાકભાજીની લારીઓ હટાવવાની કામગીરીનો વિરોધ કરતા તેણી જણાવે છે કે શાકભાજી વેચવું તેમનું વારસાઈ કામ છે એમણે કહ્યું કે અમે 65 વર્ષથી ફળ તેમજ શાકભાજીનો ધંધો કરતા આવ્યા છીએ અને અચાનક આવીને અમને કોઈ કેવી રીતે અહીંથી ભગાડી શકે. તેમને વારંવાર પરેશાન કરવામા આવી રહ્યા છે અને અહીંથી જતા રહેવાનું કહેવામા આવે છે.
image source
આ યુવતીએ એવું પણ જણાવ્યું છે કે દરેક ફળ તેમજ શાકભાજીવાળાના કુટુંબમાં 25થી 27 લોકો છે તેમનું ભરણ પોષણ કેવી રીતે કરવું કેટલાએ દિવસો સુધી પાણી પીને સુઈ જઈએ છીએ. કોઈ પણ પ્રકારની આવક નથી થઈ રહી કરવું તો શું કરવું. જ્યારે તેણીને તેના શિક્ષણ વિષે પુછવામા આવ્યું ત્યારે તેણીએ જણાવ્યું કે તેણી એક રિસર્ચ સ્કોલર રહી ચુકી છે. એક વિડિયોમાં, તેણી જણાવે છે કે કોરોનાવાયરસની આ મહામારીના કારણે શાકભાજી તેમજ ફળ વેચતા લોકોને કંગાળ કરી મુક્યા છે.
2011 માં પીએચડી પૂર્ણ કર્યું
વીડિયોમાં રાયસા ખૂબ સારી અંગ્રેજી બોલી રહી છે. જ્યારે તેને તેની લાયકાતો વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાયસાએ કહ્યું કે તેણે ફિઝિક્સમાં માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે. રાયસાના કહેવા પ્રમાણે, દેવી અહિલ્યા યુનિવર્સિટીમાંથી તેણે વર્ષ 2011 માં પીએચડી પૂર્ણ કર્યું છે. તે પૂછવા ઉપર કે આટલી શિક્ષિત હોવા છતાં પણ તે આ કામ કેમ કરી રહી છે, ત્યારે રઇસાએ કહ્યું કે ખાનગી નોકરી સુરક્ષિત નથી.
મને કામ કોણ આપશે, મુસ્લિમોમાંથી કોરોના વાયરસ પેદા થયો છે, એવી ધારણાને કારણે કોઈ પણ નોકરી ઉપર નહિ રાખે. કેમ કે મારું નામ રાયસા અન્સારી છે, કોઈ કોલેજ અથવા સંશોધન સંસ્થા મને નોકરી આપવા માટે તૈયાર નથી.
image source
અધિકારીઓએ આ દાવાને નકારી કાઢ્યો
જ્યારે વહીવટી અધિકારીઓને રાયસાના આ દાવા અંગે પૂછપરછ કરવામાં આવી કે તે મુસ્લિમ હોવાને કારણે તેણીને નોકરી નથી મળી રહી. તો તે અંગે અધિકારીઓએ કહ્યું કે કોઈ પણ સરકારી નોકરી મેરિટના આધારે તૈયાર થાય છે. સરકારી નોકરીઓને ધર્મ અને જાતિ સાથે કોઈ લેવા-દેવા નથી.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી




0 Response to "PHDની ડીગ્રી ધરાવતી મહિલા વેચી રહી હતી શાકભાજી, નગર નિગમના અધિકારીઓ લારીઓ હટાવવા આવ્યા તો ઈંગ્લીશમાં લગાવી ક્લાસ"
ટિપ્પણી પોસ્ટ કરો