ગુજરાતના 12 જવાનો પણ મેદાને ઉતર્યા હતા કારગિલ યુદ્ધમાં
26 જુલાઇ 1999 નો દિવસ આજ સુધી ભારતનું કોઈપણ નાગરિક ભૂલી શક્યો નથી. 21 વર્ષ થઈ ચૂક્યા હોવાથી પણ આ દિવસ આવતાની સાથે જ એવું લાગે કે જાણે કારગિલ ની ઘટના હજુ પણ તાજી જ છે. કારગિલ યુદ્ધમાં 500થી વધુ સૈનિકો શહીદ થયા હતા. આ શહીદોની શહાદતને યાદ માં 26 જુલાઈ ને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે જે 500થી વધુ શહીદો દેશ પર કુરબાન થયા હતા તેમાંથી 12 ગુજરાતીઓ હતા.

કારગિલમાં શહીદ થયેલા જવાનોનો ભારતનો દરેક નાગરિક ઋણી રહે તો પણ ઓછું છે. 1999માં ઊંચા પર્વત ઉપર 74 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. જે 26 જુલાઇના રોજ પૂરું થયું. આ યુદ્ધમાં 527 જવાનો શહીદ થયા હતા. જ્યારે 1363 જવાનો ઘાયલ થયા હતા. શહીદોને 4 પરમવીર ચક્ર 9 મહાવીર ચક્ર અને 16 વીર ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ શહીદો માંથી 12 ગુજરાતના જવાનો હતા.

ઓપરેશન વિજયની યાદમાં ખાતે કારગિલ વોર મેમોરીયલ બનાવવામાં આવ્યું છે આ સ્થળે ઓપરેશન વિજય ને લગતી તમામ માહિતી અને શહીદો ની શૌર્ય ગાથા વર્ણવવામાં આવી છે.
કારગિલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેં અને જુલાઈ થયું હતું કાશ્મીરના કારગીલ જિલ્લામાં થયેલા આ યુદ્ધને ભારતીય જીત્યું હતું અને ત્યારથી આ દિવસને ઓપરેશન વિજય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારગિલ વિસ્તારમાં ઘૂસી ગયેલા પાકિસ્તાની સૈનિકોની ઘૂસણખોરીને નાથવા માટે આ યુધ્ધ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના 12 શહીદો ના નામ
શહીદ જવાન ભલાભાઈ બારીઆ પંચમહાલ
શહીદ જવાન હેન્દ્રગિરિસ સ્વામી જૂનાગઢ
શહીદ જવાન મુકેશ રાઠોડ જૂનાગઢ
શહીદ જવાન અશોક જાડેજા જામનગર
શહીદ જવાન છગન બારિયા દાહોદ
શહીદ જવાન દિલિપસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર
શહીદ જવાન મહિપત જાડેજા જામનગર
શહીદ જવાન દિનેશ વાઘેલા ખેડા
શહીદ જવાન કાંતી કોટવાલા સાબરકાંઠા
શહીદ જવાન રમેશ જોગલ જામનગર
શહીદ જવાન શૈલેષ નીનામાં સાબરકાઠા
શહીદ જવાન રૂમાલ રજાત મહિસાગર
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગુજરાતના 12 જવાનો પણ મેદાને ઉતર્યા હતા કારગિલ યુદ્ધમાં"
ટિપ્પણી પોસ્ટ કરો