1 Septemberથી બદલાઈ જશે આ 7 બાબતોને લઈને નિયમો, તમારા ખિસ્સા પર થશે માઠી અસર
1 સપ્ટેમ્બરથી સામાન્ય માણસના જીવનમાં મોટા ફેરફાર આવશે. જેમાં ખાસ કરીને LPG, Home Loan, EMI, Airlines સહિતની ચીજો સામેલ છે. જેનાથી તમારા ખિસ્સા પર મોટી અસર થશે. જાણો કયા ફેરફાર તમારા પર શું અસર કરશે. કઈ ચીજો આ મહિને મોંઘી થશે અને કઈ સસ્તી. તમે કઈ રીતે તમારા ખર્ચને મેનેજ કરશો તે જાણો.
LPG ના ભાવમાં થશે ફેરફાર
દેશમાં કોરોના દરમિયાન ફુગાવાના દરમાં વધારો થઈ રહ્યો છે, બીજી તરફ LPG સસ્તી થઈ શકે છે. આ સાથે જ એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે. 1 સપ્ટેમ્બરના રોજ એલપીજી સિલિન્ડરની કિંમત બદલાઈ શકે છે. માનવામાં આવે છે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે સપ્ટેમ્બરમાં LPGના ભાવ ઘટશે.
મોંઘી થશે ફ્લાઈટ્સની મુસાફરી
1 સપ્ટેમ્બરથી ફ્લાઈટ્સની મુસાફરી મોંઘી થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 1 સપ્ટેમ્બરથી ઘરેલૂ અને આંતરરાષ્ટ્રિય યાત્રીઓ માટે ઉચ્ચ વિમાન સુરક્ષા શુલ્ક લેવાનું નક્કી કર્યું છે. તેના કારણે હવે યાત્રીઓ પાસે 150ને બદલે 160 રૂપિયા લેવાશે. આંતરરાષ્ટ્રિય મુસાફરો પાસે 4.85 ડોવરને બદલે 5.2 ડોલર લેવાશે.
વધશે EMIનો ભાર,ખતમ થશે મોરેટોરિયમ
EMI ભરનારા ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધશે કારણકે કોરોના સંકટના કારણે લોન ગ્રાહકોની EMIપર માર્ચ મહિનામાં જે પાબંધી હતી તે 31 ઓગસ્ટે પૂરી થઈ રહી છે. ભારતીય સ્ટેટ બેંક અને પંજાબ નેશનલ બેંકની તરફથી આવનારા અઠવાડિયે નિર્ણય આવે તેવી સંભાવના છે. બેંકિંગ સેક્ટરમાં તેને આગળ વધારવાની સ્થિતિ નક્કી નથી. હોમ, ઓટો, પર્સનલ લોન જેવી અનેક લોનને લઈને પણ સ્પષ્ટતા થઈ નથી.
જાણો GST પર લાગશે કેટલું વ્યાજ
સરકારે કહ્યું કે વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી ભરવામાં મોડું થશે તો 1 સપ્ટેમ્બરથી કુલ ટેક્સ પર વ્યાજ લાગશે. આ વર્ષની શરૂઆતમાં જીએસટી પેમેન્ટમાં મોડું થવાના કારણે 46000 કરોડ રૂપિયાનું બાકી વ્યાજ વસૂલવાને લઈને ચિંતા સેવાઈ રહી છે. જીએસટી કાઉન્સિલની 39મી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે 2017થી કુલ કરના જીએસટી પેમેન્ટમાં મોડું થવા માટે વ્યાજ લેવાશે
શરૂ થઈ શકે છે આ એરલાઈન્સની ફ્લાઈટ્સ
બજેટ એરલાઈન્સ ઈન્ડિગોની જાહેરાત અનુસાર 1 સપ્ટેમ્બરથી પ્રયાગરાજ, કોલકત્તા અને સૂરતની ફ્લાઈટ્સ શરૂ થઈ શકે છે. ભોપાલ લખનઉ પર 180 સીટની એરબસ-320 ચલાવાશે. આ અઠવાડિયામાં 3 દિવસ એટલે કે સોમ, બુધ અને શુક્રવારે ચાલશે. થોડા સમય પહેલાં જ ભોપાલથી પ્રયાગરાજ, આગ્રા, કોલક્તા, સૂરત, અમદાવાદ અને આગ્રામાં ઉડાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. કોરોના કાળમાં આ ફ્લાઈટ્સ શરૂ થઈ શકી નથી જે હવે શરૂ થશે.
ખૂલી શકે છે શાળાઓ
કેન્દ્ર સરકારે અનલોક 4માં અનેક પ્રતિબંધ સાથે 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બરની વચ્ચે શાળાઓ ખોલવાની ગાઈડલાઈન્સ જાહેર કરી છે. યોજના પર હેલ્થ મિનિસ્ટર અને અન્ય કાર્યકરો ચર્ચા કરી રહ્યા છે. ગાઈડલાઈન તૈયાર થયા બાદ સપ્ટેમ્બરમાં શાળાઓ શરૂ થશે.
Ola-Uber ડ્રાઈવર કરી શકે છે હડતાલ
એપ આધારિત સેવા આપનારા ઓલા અને ઉબેર કંપનીના ડ્રાઈવરોએ દિલ્હી-એનસીઆરમાં 1 સપ્ટેમ્બરથી હડતાલની ધમકી આપી છે. કેટલીક માંગ અને ભાડામાં વધારા સાથે લોન રિપેમેંટ મોરેટોરિયમના વિસ્તારને લઈને હડતાલ પર ઉતરવાની ધમકી આપી છે. જો સરકાર તેમની સમસ્યાઓને નહીં ઉકેલે તો કેબ એગ્રીગેટર્સની સાથે કામ કરનારા લગભગ 2 લાખ ડ્રાઈવર્સ હડતાલમાં સામેલ થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "1 Septemberથી બદલાઈ જશે આ 7 બાબતોને લઈને નિયમો, તમારા ખિસ્સા પર થશે માઠી અસર"
ટિપ્પણી પોસ્ટ કરો