અ’વાદમાં મોડી રાત્રે દુર્ઘટના, નરોડામાં કોમર્શિયલ બિલ્ડિંગ ધરાશાયી થતાં 1નું મોત, 2નો બચાવ
અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલું એક ત્રણ માળનું બિલ્ડિંગ અચાનક ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગયું હતું. આ ઘટના મોડી રાત્રે બની હતી. ધડાકા સાથે જ ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થઇ જતાં આસપાસના લોકો પણ ગભરાઈ અને ઘરની બહાર દોડી આવ્યા હતા.
કુબેર નગર ના કોમર્શિયલ બિલ્ડિંગમાં રાત્રિના સમયે ત્રણ યુવકો સિલાઈ કામ કરી રહ્યા હતા. અચાનક બિલ્ડિંગ ધરાશાયી થઇ જતાં ત્રણે યુવકો કાટમાળમાં દબાઈ ગયા હતા. જાણવા મળ્યા અનુસાર આ ત્રણ યુવકો માંથી એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે યુવકો ઘાયલ થયા છે. જેમને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આસપાસના રહીશોના જણાવ્યા અનુસાર અચાનક ધડાકો થતાં તેઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારે તેમણે જોયું કે ત્રણ માળનું કોમર્શિયલ બિલ્ડીંગ તૂટી ગયું છે. તેમણે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી અને સાથે જ કાટમાળમાં ફસાયેલા યુવકોને બચાવવાના પ્રયાસો શરુ કર્યા. થોડી જ વારમાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને યુવાનોને બચાવવાની કામગીરી હાથ ધરી.
ત્રણ માળનું આખું બિલ્ડિંગ એવી રીતે ધરાશાયી થઈ ગયું હતું કે ફાયરની ટીમને પણ અંદર ફસાયેલા યુવકોને બહાર કાઢવા માં પાંચ કલાક જેટલો સમય લાગી ગયો. બચાવ કામગીરી દરમિયાન એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો જ્યારે અન્ય બે યુવકને ઘાયલ અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
જોકે આ કોમર્શિયલ બિલ્ડીંગ ધરાશાયી થઇ જતાં અહીંના રહેવાસીઓ ફફડાટ ફેલાયો છે. કારણ કે આ વિસ્તારમાં અનેક જર્જરીત અને જૂના મકાનો આવેલા છે. જણાવી દઈએ કે છેલ્લા એક સપ્તાહમાં આ વિસ્તારમાં આ બીજી ઘટના છે જેમાં કોઈ બાંધકામ તૂટી પડ્યું હોય. ગઈકાલે કુબેરનગર ના લોકો ઉંઘમાં હતા તે સમયે બિલ્ડિંગ તૂટી પડયું હતું. આ પહેલા પણ એક મકાન આ વિસ્તારમાં તૂટી ગયાની ઘટના બની ચૂકી છે. તેવામાં લોકોમાં પણ ભય પેસી ગયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "અ’વાદમાં મોડી રાત્રે દુર્ઘટના, નરોડામાં કોમર્શિયલ બિલ્ડિંગ ધરાશાયી થતાં 1નું મોત, 2નો બચાવ"
ટિપ્પણી પોસ્ટ કરો