14 લાખ રૂપિયા વોશિંગ મશીનમાં નાખી ધોઈ નાખ્યા અને પછી…
વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે ભારત સહિત વિશ્વભરના અનેક દેશો ઓછાવત્તા અંશે પ્રભાવિત થયા છે. આ ઘાતક વાયરસને કારણે માનવ જીવન પર પડતી અસરોને કારણે લોકો પોતપોતાની રીતે તકેદારીના પગલાંઓ પણ ભરી રહ્યા છે. ખાસ કરીને ઘરથી બિનજરૂરી બહાર ન નીકળવું, માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમો પણ લોકો પાળી રહ્યા છે.
પરંતુ તાજેતરમાં જ કોરોના વાયરસ સંબંધિત એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. અસલમાં એક વ્યક્તિએ કોરોના વાયરસના ભયે મોટી સંખ્યામાં ચલણી નોટોને ધોવા માટે વોશિંગ મશીનમાં નાખી દીધા હતા. શું છે એ મામલાની વિસ્તૃત વિગત આવો જાણીએ.
આ મામલો દક્ષિણ કોરિયાનો છે. સ્થાનિક સમાચાર અહેવાલો મુજબ દક્ષિણ કોરિયાના સિયોલ પાસેના અંસન શહેરના રહેવાસી એક યુવકે કોરોના વાયરસનો ચેપ લાગી જશે તો એવા ડરથી પોતાના બધા પૈસા (લગભગ 14 લાખ રૂપિયા) ડિસઇફેકટેડ કરવા વોશિંગ મશીનમાં નાખી ધોઈ નાખ્યા અને બાદમાં તેને સૂકવવા માટે ઓવનમાં નાખી દીધા જેના કારણે તેની ઘણી ખરી ચલણી નોટો બળી ગઈ.
ચલણી નોટને આ પ્રકારે ડિસઇન્ફેકટ કરવાના આ કિસ્સાને જાણીને સૌ કોઈને નવાઈ લાગી રહી છે. નોટ ખરાબ થઈ ગયા બાદ આ યુવક એ રૂપિયા લઈને બેંક ઓફ કોરિયામાં ગયો હતો અને આ નોટ બદલાવી શકાય કે કેમ તે અંગે તપાસ કરી હતી. બેંકના અધિકારીઓના મતે નોટમાં ઘણું નુકશાન થયું હતું અને મોટાભાગની નોટ ખરાબ થઈ ગઈ હતી.
બેન્ક ઓફ કોરિયાએ યુવકને જણાવ્યું હતું કે ક્ષતિગ્રસ્ત અને ફાટેલી – તૂટેલી હોય તેવી ચલણી નોટના બદલામાં નિયમ મુજબ નવી નોટ આપી શકાય. ત્યારબાદ બેન્ક ઓફ કોરિયાએ એ યુવકને 19320 ડોલરની જૂની ક્ષતિગ્રસ્ત નોટોના બદલે નવી નોટો આપી હતી.
બેન્કના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ ઉપરોક્ત યુવકની અમુક ચલણી નોટો નથી બદલાવી આપી કારણ કે તે ઘણી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જ્યારે બાકીની બદલાવી શકાય તેવી સ્થિતિમાં રહેલી નોટો બદલાવી દેવામાં આવી હતી. આવા કેસમાં એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી નોટો બદલાવી શકે તે નુકશાનની સીમા પર આધારિત છે.
બેંકના અધિકારીઓએ ગોપનીયતાને કારણે એ યુવકની ઓળખ જાહેર નહોતી કરી. પરંતુ ચલણી નોટોને કોરોના વાયરસના ભયે આ રીતે ડિસઇન્ફેકટ કરવાનો આ કિસ્સો સારો એવો વાયરલ થયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "14 લાખ રૂપિયા વોશિંગ મશીનમાં નાખી ધોઈ નાખ્યા અને પછી…"
ટિપ્પણી પોસ્ટ કરો