દહીંની સાથે મિક્સ કરો આ વસ્તુ અને બનાવો ફેસ પેક, ચહેરા પર મસ્ત ગ્લો લાવવા આ રીતે કરો યુઝ

વ્યક્તિનું જીવન બાળપણ, યુવાની અને પછી વૃદ્ધાવસ્થા તરફ પ્રગતિ કરે છે. આ પ્રકૃતિ નો નિયમ છે, અને કોઈ તેને બદલી શકે નહીં. આવી સ્થિતિમાં, લોકો ઇચ્છે છે કે તેઓ હંમેશાં જુવાન દેખાતા હોય, તેમના ચહેરા પર ચમક હોવી જોઈએ. પરંતુ વય પહેલાં જ કેટલાક લોકો ના ચહેરા પર કરચલીઓ દેખાય છે, જેનાથી તેઓ વૃદ્ધ ન હોવા છતાં વૃદ્ધ દેખાય છે. કેટલીક વાર આનું કારણ કેમિકલ મિક્સ બ્યુટી પ્રોડક્ટ્સ નો વધારે પડતો ઉપયોગ પણ થાય છે. આ કરચલીઓ થી છૂટકારો મેળવવા માટે લોકો ચહેરા પર ઘણી ચીજો નો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાં તે જતા નથી.

image soucre

તેનાથી છૂટકારો મેળવવા માટે, તમે બ્લેકબેરી અને દહીં ફેસ પેક નો ઉપયોગ કરી શકો છો. આ બંને વસ્તુઓમાં રહેલા પોષક તત્વો તમને તમારી ત્વચા ની બીજી ઘણી સમસ્યાઓ પણ દૂર કરવામાં મદદ કરશે. તે તમારી ત્વચા ને પોષણ પણ આપશે. તો ચાલો આપણે જાણીએ કે બ્લેકબેરી અને દહીં નો ફેસ પેક કેવી રીતે તૈયાર અને ઉપયોગ કરી શકાય છે.

ફેસ પેક બનાવવા માટે, ચાર થી પાંચ બ્લેકબેરી લો, અને તેને સારી રીતે ધોઈ લો અને એક બાઉલમાં સારી રીતે મેશ કરો. હવે તેમાં એક ચમચી દહીં, એક ચમચી મધ અને એક ચમચી ગુલાબ જળ ઉમેરો. આ બધા ને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરો.

image source

હવે આ પેક ને તમારા ગળા અને ચહેરા પર લગાવો. ત્યાર બાદ તેને તમારા ચહેરા પર વીસ મિનિટ માટે છોડી દો, પછી તમારા ચહેરા ને બે મિનિટ માટે હળવા હાથ થી માલિશ કરો, તે પછી સાદા પાણી થી ધોઈ લો. આ પ્રક્રિયા ને અઠવાડિયામાં બે વાર કરો.

image source

બ્લેકબેરી અને દહીં નું ફેસ પેક તમને તમારા ચહેરા પર થી કરચલીઓ દૂર કરવામાં મદદ કરશે. તે તમારી ત્વચા ને ચમકતી અને નરમ બનાવવાનું પણ કામ કરશે. બ્લેકબેરીમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન-ઇ, વિટામીન-બી, વિટામીન બી-૨, વિટામીન બી-૩, વિટામીન-એ અને વિટામીન-સી ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી ત્વચા ને સૂર્ય થી હાનિકારક યુવી કિરણો થી બચાવવામાં મદદ કરે છે.

image soucre

તે ખીલ અને ત્વચાની બળતરા ઘટાડવામાં પણ વિશેષ ભૂમિકા ભજવે છે. આ પેકમાં દહીં ક્લીન્ઝર તરીકે કામ કરશે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામિન બી-૬ અને વિટામિન બી-૧૨ જેવા તત્વો હોય છે. આ તૈલી ત્વચા તેલ ને દૂર કરવામાં અને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરશે. દહીંમાં રહેલા લેક્ટિક એસિડ તમને ચહેરા ના ખીલ દૂર કરવામાં પણ મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "દહીંની સાથે મિક્સ કરો આ વસ્તુ અને બનાવો ફેસ પેક, ચહેરા પર મસ્ત ગ્લો લાવવા આ રીતે કરો યુઝ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel